જાણવા જેવું – આગ નિવારણ અને ઓલવવાની કેટલીક મહત્ત્વની ટિપ્સ

0
1117
Photo Courtesy: strikefirstusa.com

આગ ગમે ત્યારે લાગતી નથી. આગ વારંવાર પણ લાગતી નથી. પરંતુ જો આગ નિવારણ વિષે આગોતરી માહિતી હોય તો તે ભવિષ્યમાં જરૂર કામમાં આવી શકે છે.

Photo Courtesy: strikefirstusa.com

આગ લાગવા કે ફેલાવા માટે ત્રણ વસ્તુઓ જરૂરી છે.

  1. જ્વલનશીલપદાર્થ
  2. હવા, ખાસ તો પ્રાણવાયુ
  3. ગરમ તાપમાન.

જો  આ  3 પૈકી કોઈ એકની ગેરહાજરી હોય તો, આગ નહીં થાય અથવા ઓલવાઈ જશે.

ભીના કપડા (ગાભા) ને રાંધવાના સ્થળ પાસે રાખવા. રસોડાની આગ ઓલવવા માટે તે એક સરળ સાધન છે. જો વઘાર અથવા ગેસ લિક દ્વારા આગ લાગે, તો તરત જ ભીનું કપડું આગ પર મૂકી દો. તે તાપમાન ઘટાડશે અને આગ તુરત ઓલવાઈ જશે.

વઘારની આગ ઉપર જાય ત્યારે માત્ર નીચે વઘારની વાટકી પર ડર્યા વિના તપેલી ઢાંકી દો.

ગેસ સગડી પાસે સાવ નજીક ઓવન કે ફ્રીજ રાખવું ટાળો.

જૂના વાયરિંગવાળા બંધ રૂમમાં શોર્ટ સર્કિટ દ્વારા આગ લાગી શકે છે. કાર્બન ડાયોકસાઈડ દ્વારા તેના મૂળની નજીક  સ્પ્રે  દ્વારા ઓક્સિજન રોકવા  હાથવગો ઉપાય છે.

વીજળીની આગ ઉપર ક્યારેય પાણીનો ઉપયોગ કરશો નહીં. પાણી વીજળીનું વાહક છે. આગના આધાર પર ફેંકવા માટે રેતી વાપરો. રેતી  અવાહક છે. આગ પર ઊંઘી ઠાલવો.

રાત્રે ગેસ ટેપ ચાલુ રાખશો નહીં. ગેસ ચૂલા ઉપરથી  હવામાં જતા ગેસથી સહેજમાં  આગ લાગી શકે છે અને લાઈટર કે દીવાસળી પેટાવતાં સેકંડોમાં તે  ઝડપથી વધશે.એકદમ વધતી ગરમીથી સિલિન્ડર ફાટી ધડાકો થઈ શકે છે.

વાયરિંગ નજીકના જૂના ફર્નિચરને ઊંચા વોલ્ટેજ  વાળા સાધનો ન રાખો. લાકડું અને પ્લાસ્ટિક બંને આગ ફેલાવે છે. કમ્પ્યુટર્સ વગેરેમાં એક પ્લાસ્ટિક પદાર્થ હોય છે જે આગનો તણખો પણ  પકડવા પર તાત્કાલિક પીગળે છે. એક ઓફીસમાં સવારે પ્યુને પોતું મારી એસી ચાલુ કર્યું અને તેની સ્વીચમાંથી તણખો ખરતા કોમ્પ્યુટર ફાટ્યું , તેનાથી કાચની કેબીન અને લાકડા, લેમીનેટનું કાઉન્ટર સળગ્યા. બે મિનિટમાં તો આસપાસના ક્યુબીકલ કોમ્પ્યુટરો સાથે ખાક.

એ જ રીતે, પસ્તી પેપર્સ, રાઉટર્સ, યુપીએસ, એસીની નીચે રાખવા કે જૂના પ્રિન્ટઆઉટ્સ યુપીએસ પાસે ડંપ કરવા એ ચોક્કસ ‘આગ સાથે રમત’ છે.

રાઉટર્સમાં પ્રવેશતા કેબલના વાયરોના લટકતા છૂટા છેડાઓ સામાન્ય છે. અહીં એક નાનો સ્પાર્ક નીચે કાગળો કે લાકડાના ફર્નિચર પર પડી આગ ફેલાવી શકે છે. તો એ છેડાઓ બહુ લુઝ ન રાખવા અને ત્યાં ખૂબ ગરમીથાય એવું રાખવું નહીં જેમ કે સીધો તડકો હોય તો.પડદા રાખવા . સાવ નીચે જલ્દી ગરમ થતા ઇલેક્ટ્રિક પોઇન્ટ, હાઈ સ્પીડ પ્રીન્ટર ન રાખવા.

આગની જ્યોત ગરમથી ઠંડા વિસ્તારમાં પ્રસરતી જાય છે. તેથી બારીઓ ખુલ્લી રાખો, આગ લાગે તો બહારથી ઠંડી હવા ફેલાશે  જેથી જ્વાળા બહાર ફેલાશે. એ વખતે આગ બહાર નીકળતી હોય તો પણ  તેના આધાર પર હુમલો કરી શકાય છે. તેથી ગેસ સિલિન્ડર અને બંધ બારીઓવાળા રૂમમાં ક્યારેય ઊંઘ નહીં. તાજેતરમાં જ શાસ્ત્રીનગરમાં એક ફરસાણની દુકાનમાં રાત્રે સિલિન્ડર લીક થઈ કોઈ બહારના સ્પાર્ક દ્વારા આખો રૂમ સેકંડો માં અંદર સુતા કારીગરો સાથે ભસ્મીભૂત થઈ ગયેલો.

નાના આગના કિસ્સામાં તેના પર ઉલટાવેલું વાસણ ફેંકવું. તે ઓક્સિજન રોકશે અને આગ પણ  કાબુમાં આવશે.

તેલ પાણી કરતાં હળવું છે.  પેટ્રોલિયમ પણ. તેથી ગરમ તેલ અને ઓક્સિજન દ્વારા ફાયર ફેલાય ત્યારે પાણી નો મારો કરવા કરતાં ઓક્સિજન અટકાવવા  કપડાં ફેંકીને ઢાંકવા કે રેતી ફેંકવાનો ઉપાય કરો.

જ્યારે તમે કારને થોડી સેકંડ માટે ખૂબ જ ગરમ થતી જુઓ ત્યારે થોડી સેકંડ સ્ટોપ એન્જિન.  ઇલેક્ટ્રિક સ્પાર્ક અને પેટ્રોલ મળી આગ ફેલાવે છે. તેમ જ પેટ્રોલની ટાંકી અંદર એર ગરમ થાય એટલે થોડી સેકંડ ખોલી બંધ કરી દો.

રેતી અથવા કાર્બન ડાયોક્સાઇડ સ્પ્રે દ્વારા ઓઇલ આધારિત આગને ઠારવા દો. પાણી આગ ઉપર ઉઠશે અને ત્યાં કામ નહીં આવે.

ઘરમાં આગ લાગે એ પરિસ્થિતિ માં.  ઠંડી હવા ઉપર સુધી જાય છે, તેથી બચવા નીચેથી રીખતાં બહાર નીકળવું . વસ્તુઓ અથવા જીવન  આ રીતે બચાવવા શક્ય છે. આવી આગ માં ઊભા રહીને જવાનું નથી.

હવામાં પેટ્રોલીયમ બાષ્પીભવન થતું હોય ત્યાં  એક સ્પાર્ક  પણ આગ પકડી શકે છે તેથી પેટ્રોલ પંપની અંદર લાઈટર સળગાવવું નહીં. ટાંકીની નજીક મોબાઈલ પણ બંધ રાખવો.

ગ્લાસ પેનલવાળી ઑફિસોમાં સીધી સૂર્ય ગરમી પ્રાપ્ત કરતી જગ્યાએ ઉચ્ચ વોલ્ટેજ અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાખવા નહીં. એવા સ્થળો પર આડા બંધ પડદા  રાખો.

આવી ઇમારતોની આગમાં, કાચપર પથ્થર મારવા. ફક્ત ગરમ થઇ તૂટતો કાચ જ્વાળાઓ  બહાર મોકલશે. બીજું કાચ ખૂબ ઝડપથી ગરમ થાય છે અને જો તે તૂટી જાય છે, તો નજીકની વસ્તુઓ તુરત  અગ્નિમાં ભરખાઈ જશે.

અગ્નિશામકો રિફીલ્ડ રાખો અને લોકોને તેનો ઉપયોગ કરવા માટે તાલીમ આપો. ખરે વખતે નીચે પાડી એક ટ્રિગર દબાવી કે પિન ખેંચી લાખોના નુકસાનથી બચી શકાશે. આગ ના બેઇઝ પર કાર્બન ડાયોક્સાઇડ નો સ્પ્રે થવો જોઈએ.

eછાપું

તમને ગમશે: ઈરાનનું ચાબહાર પોર્ટ ભારત માટે કેમ મહત્ત્વનું છે એ સમજવાના સાત કારણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here