રાહુલ ખુદ જણાવે છે રફેલના અલગ અલગ ભાવ કહેવાનું રહસ્ય

2
139
Photo Courtesy: indianexpress.com

મિત્રો, fryday ફ્રાયમ્સમાં ફરી એકવાર આપનું શાનદાર સ્વાગત છે… ચૂંટણીનો માહોલ જબરદસ્ત જામી રહ્યો છે અને એને જાનદાર બનાવવામાં જેનો સિંહ ફાળો છે એવા જનોઈધારી બ્રાહ્મણ  પપ્પુ ધધુ શ્રી.. સોરી….પ.પૂ. ધ. ધૂ. શ્રી રાહુલ ગાંધી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો બંને હાથે તાળીઓ પાડી એમનું સ્વાગત કરીએ….

Photo Courtesy: indianexpress.com

પંકજ પંડ્યા : સુસ્વાગતમ રાહુલજી

રાહુલ ગાંધી : આભાર.. દેખો ભૈયા… તમે જે બંને હાથે તાળી પાડી સ્વાગત કર્યું….. હાથ હોય તો તાળી પડે…. અને હાથ એટલે તમે સમજી શકો છો… થેન્ક્સ ફોર સપોર્ટિંગ કોંગ્રેસ….

પંકજ પંડ્યા : અમે ક્યાંય એવું બોલ્યા નથી…

રા. ગા. : પણ અમે સમજી ગયા ને…

પંકજ પંડ્યા : અમે તો તાળી પાડીને રામ નામ બોલીએ છીએ….

રા. ગા. : રામનામ તો અમે પણ જપીએ છીએ…

પંકજ પંડ્યા : પણ તમે તો સીઝનલ…..

રા. ગા. : ના હો…. હું જનોઈધારી બ્રાહ્મણ છું….

પંકજ પંડ્યા : હું માનું જ નહીં ને….

રા. ગા. : દેખો ભૈયા… હું જનોઈધારી બ્રાહ્મણ છું એટલે છું જ..

પંકજ પંડ્યા : તો બતાવો જનોઈ….

રા. ગા. : મેં કહ્યું ને… જનોઈધારી બ્રાહ્મણ છું…. જનોઈ ધારી લેવાની.. ખરેખર પહેરતો નથી….

પંકજ પંડ્યા : હાહાહાહા…. લાયા લાયા બાકી…

રા. ગા. : તો પછી….

પંકજ પંડ્યા :  તમારાં બેન પ્રિયંકા વાડ્રા અહીં આવેલાં ત્યારે તેમણે બટાટામાંથી સોનુ બનાવવાનું રહસ્ય છતું કરી દીધેલું….

રા. ગા. : મેં જોયેલું… અમે ચરસી છીએ એ જ ને ?

પંકજ પંડ્યા : હેં ? શું કહ્યું ?

રા. ગા. : ઓહ.. સોરી… સોરી…. અમે પારસી છીએ… અને પારસ જેને અડે એ સોનુ બની જાય એ જ ને ?

પંકજ પંડ્યા : એ જ…એ જ…

રા. ગા. :  મિડાસ ટચ.. યુ કનો ?

પંકજ પંડ્યા :  ઑફકોર્સ… મિડાસ ટચ મેળવવો એ કંઈ ટચલી આંગળીનો ખેલ નથી…

રા. ગા. :  ઘણા લોકો એમ જ તોપખાનામાં નામ નોંધાવતા હોય છે…

પંકજ પંડ્યા : એ ખરું… તમને તો ગળથૂંથીમાં બોફોર્સ મળેલ છે…

રા. ગા. : તમે તોપગોળા ના છોડો….

પંકજ પંડ્યા : હાહાહાહા…. હાહાહાહા… રોફળે રોફળા….

રા. ગા. : રાફેલરાફેલ….

પંકજ પંડ્યા : તમે  હમણાંનું રાફેલ… રાફેલ…. ની માળા જપો છો એના કરતાં તો Her her મહાદેવ અને his his મહાદેવ કરતા હતા એ સારું હતું…..

રા. ગા. : એ વખતે ત્યાં મારી પિન ચોંટી ગઈ હતી… અત્યારે રાફેલમાં ચોંટેલી છે…

પંકજ પંડ્યા : પણ તમે રાફેલની કિંમત  દરવખતે અલગ અલગ બતાવો છો… એવું કેમ ?

રા. ગા. : કેમ કે મારું નામ રા.ગા. છે…..

પંકજ પંડ્યા : રાફેલની કિંમત અને તમારા નામને શો સંબંધ ?

રા. ગા. : Morning Raga અને evening Raga એક સરખા હોય ?

પંકજ પંડ્યા : વાહ….. તમને કેમ એવું લાગે છે કે રાફેલમાં ગોટાળો થયો જ છે ?

રા. ગા. :  મને નાનપણથી જ ખબર છે કે આવા સોદાઓ સીધે સીધા થવા શક્ય જ નથી…

પંકજ પંડ્યા : ઓહ…..

રા. ગા. : અને હું સત્તામાં હોઉં તો રાફેલ  ફાઇટર પ્લેન વસાવું જ નહીં…

પંકજ પંડ્યા : તો પછી ક્યાં ફાઇટર પ્લેન વસાવો ?

રા. ગા. : રાપાસ

પંકજ પંડ્યા :  ઉઠા લે રે બાબા….

રા. ગા. :  રે બાબા નહીં…. રા.બાબા.. રાહુલબાબા

પંકજ પંડ્યા : યુવા નેતા તરીકે તમે દેશ  માટે શું અલગ વિચાર્યું છે…

રા. ગા. :  દેશનું યુવાધન પ્રગતિ કરે એ જ મારો સંકલ્પ છે…  દેશના યુવાનો ઊંચાં સપનાં જુએ એ માટે અમે કટિબદ્ધ છીએ…

પંકજ પંડ્યા : એ અંગે કોઈ ખાસ યોજના ?

રા. ગા. : આપણા પાડોશી દેશમાં યુવાનોને માત્ર 72 (હૂર) નાં સપનાં બતાવવામાં આવે છે…. અમે એમના કરતાં હજાર ઘણાં એટલે કે 72000 (રૂપિયા) નાં સપનાં બતાવીએ છીએ…

પંકજ પંડ્યા : હાહાહાહા……. તમને લોકો ભાજપના સ્ટાર પ્રચારક કહે છે….

રા. ગા. : એનાથી જ સાબિત થાય છે કે હું કેટલો નિઃસ્વાર્થ છું…

પંકજ પંડ્યા : તમારાં મમ્મી ઈટાલિયન છે…. એમનું નામ મૂળ એન્ટોનિયો માઈનો હતું….

રા. ગા. : અને હું એ માઈનો લાલ છું…..

પંકજ પંડ્યા : હાહાહાહા….. જબ્બર……  પણ મારી પૂરી વાત તો સાંભળો….. તમારી મમ્મીનું નામ એન્ટોનિયો માઈનોમાંથી સોનિયા કેવી રીતે થઈ ગયું ?

રા. ગા. : તમારામાં કોમન સેન્સ જેવું છે જ નઈ ?

પંકજ પંડ્યા : કેમ એવું પૂછો છો ?

રા. ગા. : તો આટલી સિમ્પલ વાત પણ તમને ખબર ના પડતી હોય તો શું કહેવાનું ? મારા પપ્પા પણ પારસી જ હતા….

પંકજ પંડ્યા : oh my god !!!!!!!!! તમે તમારા દાદાનું નામ કેમ નથી લેતા ?

રા. ગા. :  એમાં એવું છે કે સ્કૂલમાં ભણતો હતો ત્યારથી મનમાં એવું ઠસી ગયેલું કે દાદાનું નામ લઈશ તો સ્કૂલમાં ફી_રોજ ભરવી પડશે ….બસ એટલે જ….

પંકજ પંડ્યા : નમૂના રે…. નમૂના રે……..

રા. ગા. : તમે મને નમૂનો કીધો ? યુ……

પંકજ પંડ્યા : ઓહ સોરી…. હમણાં ના ગુજરાતી ફિલ્મોમાં ગણગણવાં ગમે એવાં ગીતો આવે છે… એટલે એમ જ ગવાઈ ગયું…. Btw અમુક લોકો તમને જોકર કહે છે તો કેવું લાગે છે ?

રા. ગા. :  બિલકુલ સાચા છે તેઓ….

પંકજ પંડ્યા : હેં ? હેં ? હેં ? હેં ?

રા. ગા. : હા…. ઉન કો પતા હૈ કિ એક યહી આદમી હૈ જો કર સકતા હૈ કુછ દેશ કે લીએ….

પંકજ પંડ્યા :  સુંદર……  ઘણા લોકો…. ખાસ કરીને સાક્ષી મહારાજ જેવા લોકો કહે છે કે આ અંતિમ ચુનાવ છે….

રા. ગા. : તેઓ એકદમ સાચા છે…. દેશમાં પાણીની સમસ્યા બહુ વિકટ છે…

પંકજ પંડ્યા : ક્યાંથી ક્યાં જોડી દો છો તમે ?

રા. ગા. : દેખો ભૈયા….. વર્તમાન સરકાર પાણીની સમસ્યા નિવારવા કંઈ નથી કરી રહી….  જેમ પાણી વિના નાવ ના ચાલી શકે અને મુસાફરી માટે બસ કે ટ્રેનનો ઉપયોગ કરવો પડે … બિલકુલ એવી જ રીતે પાણીની અનુપસ્થિતિમાં ભવિષ્યમાં ચુનાવની અવેજીમાં ચુબસ કે ચુટ્રેન વગર છૂટકો નથી…. સાક્ષી મહારાજ શત પ્રતિશત સાચા છે…..

પંકજ પંડ્યા : હાહાહાહા…..  ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશેલા શત્રુઘ્ન સિંહા વિશે બે શબ્દો કહેશો ?

રા. ગા. : અમે ગાંધીજીની અહિંસાની નીતિને વરેલા લોકો છીએ…  તેઓ શત્રુઘ્ન હોય કે ન હોય પણ અમારા માટે તેઓ ચોક્કસથી શત્રુજ્ઞ છે અને એટલું પૂરતું છે….

પંકજ પંડ્યા : અતિ સુંદર…. આ વખતે  અમેઠી ઉપરાંત વાયનાડ જ કેમ પસંદ કર્યુ?

રા. ગા. : એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદીજી મતદારોની નાડ સારી રીતે પારખે છે…. એટલે મેં વિચાર્યુ કે વાય નાડ કેન નોટ બી રેકોગ્નાઇઝ્ડ બાય મી ?

પંકજ પંડ્યા :  ઓહ… સુપર્બ

રા. ગા. : તમે મને આટલું બધું પૂછ્યું… હવે હું કંઈક પૂછું ?

પંકજ પંડ્યા : પૂછો… પૂછો… બિન્દાસ્ત પૂછો…

રા. ગા. : મેં એવું સાંભળ્યું છે કે તમે લોકોને હસાવવા માટે લખો છો પણ માંડ થોડા જણ હસવાનું રિએક્શન આપે છે… અમુક લોકોને એમાં પંચની કમી વર્તાય છે…

પંકજ પંડ્યા : એમાં એવું છે કે હું લખું છું એમાં પંચ તો હોય જ છે પણ એ બધા લોકોને ના દેખાય…

રા. ગા. : કેમ ?

પંકજ પંડ્યા : કેમ કે મારા પંચમાં ભડકો નથી હોતો… જે બધા જ જોઈ શકે…

રા. ગા. : તો શું હોય છે ?

પંકજ પંડ્યા : લાવા હોય છે…. લાવાનું કંઈ નક્કી ના હોય… હંમેશાં ના પણ રેલાય… જ્વાળામુખી કેવો છે એના ઉપર આધાર…. ક્યાંક પંચ રોજ ફૂટે…. ક્યાંક થોડાક દિવસ રહીને ફૂટે… અને જ્વાળામુખીનું અસ્તિત્વ જ ન હોય તો ક્યારેય ફૂટે જ નહીં…..

રા. ગા. : બધે જ પંચ ફૂટે નહીં તો તમને યોગ્ય ફૂટેજ પણ ના મળે…

પંકજ પંડ્યા : મને એની પરવા પણ નથી… હું મારામાં મસ્ત છું…

રા. ગા. : ગમ્યું… ચલો બહુ સમય થઇ ગયો.. અત્યારે તો એક એક મિનિટ ખૂબ જ કિંમતી છે… પણ દિલથી કહું છું… ખૂબ જ મજા આવી….. રજા લઉં હવે….

પંકજ પંડ્યા : આવજો…. અને હા… ચૂંટણીના પરિણામો માટે શુભેચ્છાઓ…

રા. ગા. : આભાર…. આવજો…

પંકજ પંડ્યા : bye…..

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: અમેરિકાને હિઝબુલ મુજાહીદ્દીનને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાની કેમ જરૂર પડી? આ રહ્યા કારણો

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here