આજે ‘મોટાભાઈ’ જણાવશે કે ભાજપને કેટલી બેઠકો આવશે!

0
307
Photo Courtesy: news18.com

લોકસભાની ચૂંટણીઓના બે રાઉન્ડ પતી ગયા પછી પણ આપણને ખબર નથી કે મોટાભાઈ એટલેકે અમિત શાહ ખુદ ભાજપને કુલ કેટલી બેઠકો બેઠકો આપે છે? પરંતુ આજે તેઓ ખુદ આ કાલ્પનિક ઇન્ટરવ્યુમાં ખુલાસો કરી રહ્યા છે.

Photo Courtesy: news18.com

મિત્રો, જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ દેશ પર ચૂંટણી નો રંગ વધુ ને વધુ ઘેરુઓ સોરી… ઘેરો થતો જાય છે…  અત્યાર સુધીમાં  ચૂંટણીના બે તબક્કા સંપન્ન  થઈ ગયા છે. રાજકીય પક્ષો યેન કેન પ્રકારેણ પોતાની ઝોળીમાં વધુમાં વધુ સીટો આવે એની તજવીજમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા  છે… મતદારોની નાડ પારખીને જે શ્રેષ્ઠ વ્યૂહરચના ઘડી શકશે એ 23 મે ના રોજ સત્તારૂપી રાણી સાથે પાણિગ્રહણ કરવાનું સુખ પામશે…. દેશના શ્રેષ્ઠ રાજકીય વ્યૂહરચનાકારો પૈકીના એક અને આપણા ગુજરાતના જ વતની અને ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રી અમિતભાઇ શાહ આજના fryday ફ્રાયમ્સના એપિસોડમાં આપણી સાથે ઉપસ્થિત છે… જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ….

પંકજ પંડ્યા :  નમસ્કાર એન્ડ વેલકમ અમિતભાઇ….

અમિત શાહ : નમસ્કાર….. દેખીયે… હમારે ગુજરાત કી અસ્મિતા ઔર હમારી બોલી કી મીઠાશ કો દુનિયાભર મેં વખાણા જાતા હૈ….

પંકજ પંડ્યા : સોરી.. સર પણ આપણો આ પ્રોગ્રામ ગુજરાતીમાં છે… એટલે જરા ગુજરાતીમાં જ…

અ. શા. : ઓ. કે…

પંકજ પંડ્યા : સર… અત્યારે દેશભરમાં ચૂંટણીનો માહોલ ચરમ સીમાએ છે…. બધા જ પક્ષો એક બીજા ઉપર કાદવ ઉછાળી રહ્યા છે….

અ. શા. : એ કાદવ કમળને ખીલવા માટે જરૂરી છે…

પંકજ પંડ્યા : હા… તમારા પક્ષની વાત કરું તો રાફેલ કેસમાં ચોરે….

અ. શા. : ચોરે ? શું બોલી રહ્યા છો તમે ?

પંકજ પંડ્યા : ચોરે અને ચૌટે એક જ વાત ચાલી રહી છે કે આ આરોપમાં તથ્ય નથી…

અ. શા. :  વાહ……

પંકજ પંડ્યા : અત્યારે જે રાજકારણીઓ પર કેસ ચાલી રહ્યો છે એમને શું આ ભવમાં સજા મળશે ?

અ. શા. : અબ હોગા ન્યાય……

પંકજ પંડ્યા : સીધેસીધું ?

અ. શા. : અમારે સૂત્રો બનાવવામાં ઝાઝી મહેનત નથી કરવી પડતી…..

પંકજ પંડ્યા : હાહાહાહા….. તમને રાજનીતિના ચાણક્ય કહેવામાં આવે છે…. કેવું લાગી રહ્યું છે ?

અ. શા. :  એ બધું ધ્યાન રાખવાનું મારું કામ નથી… મને તો બસ જે જવાબદારી મળી છે એ સુપેરે નિભાવું એટલે બસ….

પંકજ પંડ્યા : ચુનાવના પરિણામો વિશે શું માનો છો ?

અ. શા. : 27મી મે એ કેસરી સંધ્યાએ ગુજરાતનો પનોતો પુત્ર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે એ નક્કી છે…

પંકજ પંડ્યા : ફિરોઝ ગાંધી પારસી હતા એ હિસાબે રાહુલ ગાંધી પણ ગુજરાતના પનોતી… સોરી… પનોતા પુત્ર કહેવાય… થોડાંક વર્ષો પહેલાં એક જાહેર સભામાં સોનિયાજીએ પણ કહેલું કે.. “ મૈ ગુજરાત કી બહૂ હૂં..”

અ. શા. :  હું હમણાં બોલ્યો એમાં ગર્ભિત રીતે કેસરી પણ બોલેલો… એ તમને ના સંભળાયું ?

પંકજ પંડ્યા : ઓહ.. એટલે ભાજપ જ જીતશે… એ વાત પર તમે આશ્વસ્થ છો…

અ. શા. : જી… બિલકુલ…

પંકજ પંડ્યા :  એમ તો તમે પણ ગુજરાતના પનોતા પુત્ર છો…..

અ. શા. : હું એ દિશામાં બિલકુલ નથી વિચારી રહ્યો…. મને જે જવાબદારી મળી છે એ માટે હું નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યો છું…

પંકજ પંડ્યા : બજાતે રહો…..   પક્ષ પ્રમુખ તરીકે પક્ષની હાર જીતની અંતિમ જવાબદારી તમારી બનતી હોય છે… હારના સંજોગોમાંતમે ક્યારેય હતાશ થાઓ ખરા ?

અ. શા. :  તમને લાગે છે કે હું હતાશ થાઉં ક્યારેય ?

પંકજ પંડ્યા : લાગતું તો નથી પણ તમારું નામ તો એવું જ કહે છે….

અ. શા. : શું કહે છે મારું નામ ?

પંકજ પંડ્યા : Amit Shah નામના અક્ષરોની ફેર ગોઠવણી કરીએ તો I’m hatash બને છે…

અ. શા. : હહાહાહાહા… જબરું…. પણ વાસ્તવમાં એવું નથી હોતું…

પંકજ પંડ્યા : એવું તમે કેવી રીતે કહી શકો ?

અ. શા. : Dhinga Luhar નામ હોય … પણ ન તો dhinga મસ્તી કરે કે ન તો લુહારી કામ આવડે….

પંકજ પંડ્યા : dhinga luhar ? એ વળી કોણ ?

અ. શા. : amit shah નું I’m hatash….. કર્યું તો dhinga luhar તમે જાતે જ શોધી કાઢો……

પંકજ પંડ્યા : હાહાહાહા…… હાહાહાહા…..હાહાહાહા…….. હાહાહાહા……

અ. શા. :  તમે અહીં બેઠા બેઠા pun બનાવો છો… પણ અમે punજાબ  થી માંડીને punવેલ… બધી જગ્યાનું પાણી પીધું છે.

પંકજ પંડ્યા : માન ગયે ઉસ્તાદ….

અ. શા. : આભાર…..

પંકજ પંડ્યા : તમને બગાસાં આવવા લાગ્યાં… ઊંઘ આવતી લાગે છે..

અ. શા. : ઊંઘ બૂંઘ ના આવે….

પંકજ પંડ્યા : તો શું આવે ?

અ. શા. : આવશે તો મોદી જ…..

પંકજ પંડ્યા :  હાહાહાહા…  આ વખતનો પ્રચારનો અનુભવ કેવો રહ્યો ?

અ. શા. : મૈ લગભગ લગભગ સભી રાજ્યો મેં પ્રચાર કે લિએ ઘૂમા હૂં… 2014 સે ભી જબરદસ્ત લહર હૈ..

પંકજ પંડ્યા : જેની લહેર ચાલતી હોય એને તો સ્વાભાવિક રીતે લ્હેર હોય.. પણ વિરોધ પક્ષો ધ્રુવી બહેનને કરણભાઈ જોડે પરણાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એ સંજોગોમાં તમે શું કરવા માગશો ?

અ. શા. : એટલે ?

પંકજ પંડ્યા :  મતોનું ધ્રુવી-કરણ

અ. શા. : દરેક પક્ષ જીતવા માટે જ તો ચૂંટણી લડતો હોય છે…  આચારસંહિતના દાયરામાં રહીને જે કંઇ પણ કરે એમાં કશું ખોટું નથી… રાજકારણીઓ કોઈ બીજા ગ્રહ પરથી તો નથી આવ્યા…  પ્રજાનું માનસ બદલાશે તેમ તેમ રાજકારણ પણ બદલાશે…

પંકજ પંડ્યા : સરસ…  મોજુદા સ્થિતિમાં તમે ભાજપને… બૃહદાર્થમાં.. એનડીએને બીજા કરતાં કઈ રીતે જુદા માનો છો ?

અ. શા. : મોજુદા સ્થિતિમાં એમ કહેવું યોગ્ય ગણાશે કે અમારા મ્હોં જુદા છે અને મોહ પણ જુદા છે…. આ રાષ્ટ્રમોહ અને સત્તામોહ વચ્ચેની લડાઈ છે….

પંકજ પંડ્યા : અને પ્રજાનો મિમોહ હશે ત્યાં સુધી બધું સમુંસૂતરું નહીં થાય …

અ. શા. : મિમોહ ? એ તો મિથુન ચક્રવર્તીનો પુત્ર છે ને ?

પંકજ પંડ્યા : હું એ મિમોહની વાત નથી કરતો… me-મોહ ..એટલે કે સ્વાર્થ…. નર્યો સ્વાર્થ….

અ. શા. : હાહાહાહા…. પરફેક્ટ….

પંકજ પંડ્યા : માની લો કે રાહુલ ગાંધી વડા પ્રધાન બની ગયા… તો ?

અ. શા. : તો હું આખો સોનાનો બની જઈશ… હાહાહાહા… હાહાહાહા..

પંકજ પંડ્યા : હાહાહાહા…. સુપર સે ઉપર….  તમે લોકસભામાં કેટલી સીટો જીતવાની સ્થિતિમાં છો ?

અ. શા. : 2014 કરતાં ઘણી વધુ…..

પંકજ પંડ્યા : ચોક્કસ આંકડો નહીં આપો ? કે પછી ગુજરાતની ચૂંટણીઓમાં 150+ મેળવી ના શકાઈ એટલે…..

અ. શા. : ગુજરાતમાં અમે 150 તરફ ગતિ કરી જ રહ્યા છીએ….

પંકજ પંડ્યા : ઓહ….  તાજા સમાચાર મુજબ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને તમે ભોપાલથી પ્રત્યાશી બનાવી રહ્યા છો…..

અ. શા. : ભોપાલમાં દિગ્વિજય સામેનો વિજય અમને દિગ્વિજયી બનાવવાની પ્રોસેસમાં ઉદ્દીપકની ગરજ સારશે….

પંકજ પંડ્યા :   કોંગ્રેસ કહે છે… અબ હોગા ન્યાય… આ વિશે તમારું શું કહેવું છે ?

અ. શા. : ખરેખર તો એ સંદેશ નથી પણ તેમને વર્ષો સુધી અન્યાય કર્યો છે એ વાતની સ્વીકૃતિ છે… અને મને ખબર છે એમને આ સ્લોગન કેવી રીતે સૂઝ્યું છે…

પંકજ પંડ્યા :કેવી રીતે ?

અ. શા. : વર્ષો સુધી દેશને લૂંટયા પછી.. છેલ્લાં પાંચ વર્ષથી કેન્દ્રમાં બેઠેલી અમારી ભાજપ ની… એનડીએની… મોદી સરકારે જે રીતે કામ કર્યું છે… એ જોતાં કોંગ્રેસીઓ સમજી ગયા છે કે… અબ તક જો કિયા… અબ હોગા નાંય… અને એના પરથી એમને આ સૂત્ર સૂઝ્યું…

પંકજ પંડ્યા : વાહ.. અંતે તમે પ્રથમ વખત લોકસભાની ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છો તો આપના વિજય માટે અને સમગ્ર ભારતમાં બીજેપી અને એનડીએના વિજય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..

અ. શા. : ખૂબ ખૂબ આભાર….. જય ભારત…. જય હિન્દ….

પંકજ પંડ્યા : જય હિન્દ…..

(Disclaimer: The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: ભક્ત અંધ જ હોય પણ દ્વેષીને ચાર આંખો છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here