આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ દવારા ભવિષ્ય જાણી શકાશે?

2
352

2011-12 મા એકલા હાથે પાકિસ્તાન દ્વારા ભારત દેશ પર થઇ રહેલ સાઇબર હુમલો રોકનાર અને પાડોશી દેશ ને એની જ ભાષા માં જવાબ દેનાર જૂનાગઢ ના યુવક ભૂષણ છાંયા કે જે કોમ્પ્યુટર ડેટા વૈજ્ઞાનીક હોવા છતાં એક ગઢ ગિરનારી પણ છે તેઓ એ આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ વિષે આગાહી આપી છે કે ભવિષ્ય ના સમય માં એ.આઈ (આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ) ઘણી બધી જટીલ સમસ્યાઓં નો ઉકેલ લાવી શકે છે.

સાડા સાત અબજ ની માનવ સંખ્યા માં આંગળી ના વેઢે ગણી શકાય એવા લીનક્સ કર્નેલ ના જાણકાર ભૂષણ છાંયા ઈન્ટરનેટ તથા સાયબર સુરક્ષા ની દુનીયા નું અતી મહત્વ નું નામ છે. તેમણે પોતાની શોધખોળ અને તારણો થી એવું જણાવ્યું છે કે એ.આઈ આવનારા વર્ષો માં મનુષ્ય ની તંદુરસ્તી, આવનાર બીમારી, તણાવ, તણાવ થી થતો હિંસક વ્યવહારો જેવા કે ચોરી, હત્યા, લૂંટફાટ, બળાત્કાર નો ચોક્કસ ડાયાગ્રામ, ડેટા અને માહિતી આપી શકે છે.

આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ આવનારા 100 વર્ષ માં પૃથ્વી પર વિજ્ઞાન નો ચહેરો બદલી શકે તેમ છે. હાલમાં જ એ.આઈ એ ઘણા ક્ષેત્રે અત્યંત ગહેરી અને રહ્શ્યમય સફળતા મેળવેલ હોવાના દાખલા પણ દુનિયા ની સામે આવી ચુક્યા છે.

Image may contain: 1 person, standing, ocean, sky, outdoor and water

2015 બાદ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ એક અલગ રસ્તે જ દોડી રહ્યું છે જેમાં એ.આઈ અને મશીન લર્નિંગ એટલે કે (એમ.એલ) નો ફાળો બહુ જ મોટો છે. ડેવેલોપર્સ, વિજ્ઞાન ની મદદ થી અને મનો વિજ્ઞાન ના નિયમો થી આજે એવા પ્રોગ્રામ્સ અને અલ્ગોરિધમ્સ બનાવામાં સફળ થયા છે જેના દ્વારા આજે મોટી મોટી કંપનીઓ ફક્ત રોબોટ દ્વારા શ્રેષ્ટમ કર્મચારીઓ ની ભરતી કરી શકે છે અને તેના આંકડા જાણી ને તમને નવાઈ લાગશે કે રોબોટ દ્વારા નિમણુંક થયેલ કર્મચારીઓ ની કામગીરી, વફાદારી અને ઉત્સુકતા માણસો દ્વારા પસંદ કરવામાં આવેલ કર્મચારીઓ થી ક્યાંય સારી છે.

ગુગલે મેડિકલ ક્ષેત્રે દર્દી ના મૃત્યું અથવા તો કેટલું જીવશે તેની માહિતી જણાવતો એ.આઈ તૈયાર કર્યો હતો અને તેની સચોટતા 91% હતી એટલે કે પ્રોગ્રામ દર્દી ના મૃત્યુ અથવા જીવન સમય ની આગાહી કરવા માં 91% સાચું હતું. જોકે આ એ.આઈ પ્રાથમિક ધોરણે જ ચલાવવા માં આવ્યો હતો છતાંય આવડી મોટી સિદ્ધિ મેળવવા માં ગુગલ સફળ રહ્યું હતું.

હાલ માં ગૂગલે જોહન બેચ ના સંગીત ની પેટ્રન પરથી એ.આઈ બનાવ્યું હતું જે વિશ્વ ના શ્રેષ્ટ કમ્પોઝર માના એક જોહન જેવું જ બન્યું હતું.

જોકે ટેક્નોલોજી નો ઉપીયોગ સારા જ કામ માં થઇ શકે એવું જરૂરી નથી ઘણી વખત ટેક્નોલોજી નો ઉપીયોગ ગેરમાર્ગીય પણ હોઈ શકે છે અને તેના દાખલા આપણી સામે જ છે. વ્હોટ્સએપ નું અસ્તિત્વ એસ.એમ.એસ ની આંટીઘૂંટી અને ઉપલબ્ધી ને સરળ બનાવવા થયું હતું જયારે આજે વ્હોટ્સએપ કેટલીય અફવાઓ નું ઘર બની ગયું છે. ફેસબુકે તાત્કાલીક મિટિંગ બોલાવી અને પોતાનો એક એ.આઈ બંધ કરવો પડ્યો હતો કારણ કે એનો એ.આઈ જ નવી ભાષા ની શોધ કરી બીજા નાના નાના એ.આઈ બનાવવા લાગ્યો હતો

ભૂષણ ભાઈ કહે છે કે એ.આઈ ભવિષ્ય છે અને ભવિષ્ય આગળ લઇ જાય છે હવે આગળ શું છે તે જાણવા માટે મુસાફરી તો કરવાની જ રહી ને!

વિશેષ માહિતી: આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ

 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here