IPL 2019 | મેચ 38 | બેરસ્ટોએ વિદાય પહેલા ટીમને ઝડપી વિજય અપાવ્યો

0
330
Photo Courtesy: iplt20.com

ઈડન ગાર્ડન્સ પર છેલ્લી ઓવરમાં મેચ હારી જનાર હૈદરાબાદે પોતાના ઘરમાં કોલકાતા નાઈટ રાઈડર્સને એક અઘરી પીચ પર સાવ આસાનીથી હરાવી દીધા હતા થેન્ક્સ ટુ ઓપનીંગ બેટ્સમેન.

Photo Courtesy: iplt20.com

જેમ જેમ વર્લ્ડ કપ નજીક આવતો જાય છે તેમ તેમ ભારત સિવાયની અન્ય ટીમોના પ્રેક્ટીસ કેમ્પ શરુ થઇ રહ્યા છે. ઈંગ્લેન્ડમાં પણ આ પ્રકારનો કેમ્પ જલ્દીથી શરુ થઇ રહ્યો છે જેમાં ભાગ લેવા માટે સન રાઈઝર્સ હૈદરાબાદનો ધમાકેદાર ઓપનીંગ બેટ્સમેન જોન બેરસ્ટો પણ જઈ રહ્યો છે અને આથી આ મેચ તેની આ સિઝનની આખરી મેચ હતી.

કાયમની જેમ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કર્યો. કોલકાતા નાઈટ રાઈડર્સના ઇન ફોર્મ ઓપનીંગ બેટ્સમેન ક્રિસ લીને ફરી એકવાર ટીમને સારી શરૂઆત આપવાની કોશિશ કરી હતી, જો કે તેની સામે સતત વિકેટો પડતી રહી હતી. 42 રન પર પહેલી વિકેટ પડ્યા બાદ કોલકાતાની 4 વિકેટો ફક્ત 74 રનમાં જ પડી ગઈ હતી.

છેવટે લીનનો સાથ આપ્યો હતો આ સિઝનમાં પહેલીવાર રમી રહેલા રીંકુ સિંગે. રીંકુએ પણ કેટલાક આકર્ષક ફટકા માર્યા હતા અને છેવટે KKR આ પીચ પર ઓછામાં ઓછા જરૂરી એવા 159 રનના સ્કોર પર પહોંચી શક્યું હતું.

SRHના અત્યારસુધીના વિજયોમાં તેના બંને ઓપનીંગ બેટ્સમેનો ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટોની મહત્ત્વની ભૂમિકા રહી છે. આજે પણ એક સરળ દેખાતા સ્કોરનો પીછો કરતા આ બંનેએ પોતાના ચિતપરિચિત અંદાજમાં જ બેટિંગ કરી હતી અને કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર્સની સારીપેઠે ધોલાઈ કરી હતી. ડેવિડ વોર્નર તો આઉટ થઇ ગયો હતો પરંતુ બેરસ્ટોએ પોતાની આ સિઝનની છેલ્લી ઇનિંગમાં ટીમને જીતાડીને જ દમ લીધો હતો.

કોલકાતાના કેપ્ટનની કદાચ સહુથી  મોટી ભૂલ જો રહી હોય તો એ હતી કે તેણે આ મેચમાં આન્દ્રે રસલને છેક 7માં નંબરે મોકલ્યો હતો જ્યારે તેણે એટલીસ્ટ 5માં નંબરે આવવું જોઈતું હતું. જો રીંકુ સિંગ એ નંબરે આટલી સારી બેટિંગ કરી શકતો હોય તો આગલી મેચોમાં પોતાના પ્રદર્શનથી ધૂમ મચાવી ચૂકેલા રસલને આટલા નીચલા ક્રમે મોકલવા પાછળનો તર્ક સમજાય તેવો તો નથી જ.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 38 | સન રાઈઝર્સ હૈદરાબાદ વિ. કોલકાતા નાઈટ રાઈડર્સ

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલ (હૈદરાબાદ)

ટોસ: સન રાઈઝર્સ હૈદરાબાદ (બોલિંગ)

કોલકાતા નાઈટ રાઈડર્સ 159/8 (20 ) રન રેટ: 7.95

ક્રિસ લીન 51 (47)

રીંકુ સિંગ 30 (25)

ખલીલ એહમદ 3/33 (4)

ભુવનેશ્વર કુમાર 2/35 (4)

સન રાઈઝર્સ હૈદરાબાદ 161/1 (15.0) રન રેટ: 10.73

જોની બેરસ્ટો 80* (43)

ડેવિડ વોર્નર 67 (38)

યર્રા પૃથ્વીરાજ 1/29 (3.0)

પરિણામ: સન રાઈઝર્સ હૈદરાબાદ 9 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: જોની બેરસ્ટો (સન રાઈઝર્સ હૈદરાબાદ)

અમ્પાયરો: નિતીન મેનન અને નાઈજલ લોંગ | ઇયાન ગુલ્ડ (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here