IPL 2019 | મેચ 40 | અંતે ઋષભ પંતે મહેણું ભાંગ્યું ખરું!

0
243
Photo Courtesy: iplt20.com

રિષભ પંતની બેજવાબદાર અને ઉતાવળી બેટિંગની આ લેખકે સમગ્ર સિઝનમાં ટીકા કરી છે, પરંતુ આ મેચમાં તેણે એવી બેટિંગ કરી કે જેનાથી આ લેખક સહીત તેના તમામ ટીકાકારોની બોલતી બંધ થઇ ગઈ છે.

Photo Courtesy: iplt20.com

ક્રિકેટનો એક સીધોસાદો નિયમ છે કે જ્યાં સુધી તમે જીતતા નથી ત્યાં સુધી તમે જીતતા નથી. અત્યારસુધી આ IPLમાં એવું વારંવાર જોવા મળ્યું છે કે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા વિકેટકીપર ઋષભ પંત ટીમને જીત લગી નથી પહોંચાડતો અને બેજવાબદાર શોટ્સ રમીને આઉટ થઇ જાય છે.

રાજસ્થાન રોયલ્સને આજે પહેલી બેટિંગ મળી હતી જેનો તેણે ઉત્તમ ફાયદો ઉઠાવ્યો હતો. સંજુ સેમસનને અજીન્ક્ય રહાણેની સાથે ઓપનીંગમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ આ દાવ નિષ્ફળ ગયો હતો કારણકે સંજુ સેમસન બીજી જ ઓવરમાં રન આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ ભૂતપૂર્વ કેપ્ટન રહાણે અને વર્તમાન કેપ્ટન સ્ટિવન સ્મિથની જોડીએ રંગ રાખ્યો હતો. આ બંનેએ આક્રમક બેટિંગ તો કરી જ હતી પરંતુ તેમાંય રહાણે આજે જાણેકે કશું નક્કી કરીને આવ્યો હોય એવા આકર્ષક શોટ્સ રમી રહ્યો હતો.

આ બંનેની જોડીએ 66 બોલમાં 130 રન બનાવ્યા હતા જેણે રાજસ્થાન માટે 200+ના સ્કોરનો પાયો નાખ્યો હતો. તેમ છતાં RR 200 રનથી પણ 9 રન દૂર રહી ગયું હતું તેની પાછળ કારણ હતું સતત વિકેટો પડવી અને ભૂલ ભરેલો બેટિંગ ઓર્ડર. છેલ્લી બે મેચમાં રાજસ્થાન રોયલ્સ માટે અંતિમ ઓવરોમાં ફાસ્ટ બેટિંગ કરનાર સ્ટુઅર્ટ બિન્ની અને છેલ્લી મેચમાં ખુબ સુંદર ફોર્મ દેખાડનાર રિયાન પરાગને બેટિંગમાં મોડા મોકલવા. આ ઉપરાંત ભલે ખૂબ જ સારી સેન્ચુરી કરી હોવા છતાં ગરમીને લીધે છેલ્લે ધીમા પડી ગયેલા અજીન્ક્ય રહાણેની બેટિંગ પણ મહદઅંશે ધાર્યા કરતા ઓછા સ્કોર માટે જવાબદાર હતી.

દિલ્હીએ છેલ્લી ચાર મેચથી ઘણું સારું ફોર્મ દેખાડ્યું છે અને આજે એક સારી બેટિંગ પીચ પર તેના માટે જીતનો મોકો હતો. વળી તેમના બોલરોએ પણ રાજસ્થાનને જરૂરી એવા 200+ના સ્કોરથી ઘણું નીચે રાખી દીધું હતું એ પોઝિટીવ પણ તેમની સાથે જ હતો. શિખર ધવન અને પૃથ્વી શૉ ની આક્રમક બેટિંગે DCને જબરદસ્ત શરૂઆત આપી. ત્યારબાદ ધવન અને ઇન ફોર્મ કેપ્ટન શ્રેયસ ઐયર તરત તરત આઉટ થઇ ગયા.

અહીં જ એન્ટ્રી પડી ઋષભ પંતની. આજે પંત પાસે મોકો હતો કે તે એકલેહાથે ટીમને જીતી બતાવે અને છેક છેલ્લે સુધી બેટિંગ કરે. આજે પંતે પોતાના ટીકાકારોને જેમાં આ લખનાર પણ સામેલ છે તેને પોતાની આક્રમક પરંતુ સંપૂર્ણ જવાબદારી સાથેની બેટિંગ દ્વારા ચૂપ કરવી દે તેવી ઇનિંગ રમી હતી. આ એવી ઇનિંગ હતી જેની રાહ ખુદ ઋષભ પંતના ટીકાકારો પણ રાહ જોઈ રહ્યા હતા. પંતે  માત્ર 36 બોલમાં 78 રન જ ન કર્યા પરંતુ જ્યાં સુધી દિલ્હી કેપિટલ્સ જીતી ન ગયા ત્યાં સુધી તે ક્રીઝ પર ઉભો હતો.

દિલ્હી કેપિટલ્સના સુધરેલા દેખાવે તેમના પ્લે ઓફ્સના ચાન્સીઝ ઉજળા કરી દીધા છે કારણકે હવે તે ચેન્નાઈ સુપર કિંગ્સને પોઈન્ટ્સ ટેબલના પહેલે સ્થાનેથી હટાવીને ખુદ બેસી ગયા છે. હવે તેણે એ ધ્યાન રાખવાનું છે કે તે એ ભૂલ ન કરે જે ગયા વર્ષે અને આ વર્ષે કિંગ્સ ઈલેવન પંજાબ કરી ચૂક્યું છે અને એ છે વધુ પડતા આત્મવિશ્વાસમાં રમવું અને એક પછી એક મેચ હારી જવી.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 40 | રાજસ્થાન રોયલ્સ વિ. દિલ્હી કેપિટલ્સ

સવાઈ માનસિંગ સ્ટેડિયમ, જયપુર

ટોસ: દિલ્હી કેપિટલ્સ (બોલિંગ)

રાજસ્થાન રોયલ્સ 191/6 (20) રન રેટ: 9.55

અજીન્ક્ય રહાણે 105* (63)

સ્ટિવન સ્મિથ 50 (32)

કાગીસો રબાડા 2/37 (4)

ઇશાંત શર્મા 1/29 (4)

દિલ્હી કેપિટલ્સ 193/4 (19.2) રન રેટ: 10.05

ઋષભ પંત 78* (36)

શિખર ધવન 54 (27)

શ્રેયસ ગોપાલ 2/47 (4)

રિયાન પરાગ 1/25 (3.0)

પરિણામ: દિલ્હી કેપિટલ્સ 6 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: રિષભ પંત

અમ્પાયરો: નંદકિશોર અને એસ રવિ | યશવંત બારડે (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મનુ નૈયર

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here