સ્મૃતિ ઈરાની વિરુદ્ધના ફેક ન્યૂઝ ફેલાવતી Tweet કોંગ્રેસે ડિલીટ કરવી પડી

0
323
Photo Courtesy: deccanchronicle.com

ભાજપના આગેવાનોને ખાસ લક્ષ્ય  બનાવીને ફેક ન્યૂઝ ફેલાવવા એ કોંગ્રેસની આદત બની ગઈ છે. જ્યારે તેમના પ્રમુખ ખુદ રફેલ મામલે ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા હોય ત્યારે તેમના વિવિધ પ્રદેશના એકમો તો એમ કરે જ!

Photo Courtesy: deccanchronicle.com

દરેક ઘટના, વસ્તુ અથવાતો ટેક્નોલોજીનો સારો અથવા તો ખરાબ ઉપયોગ હોય જ છે અને તે તેના ઉપયોગકર્તા પર નિર્ભર કરતું હોય છે. સોશિયલ મિડિયા પણ ટેક્નોલોજીના એવા આશિર્વાદરૂપે આપણી સામે આવ્યું છે કે તેનો સદુપયોગ કરવાથી લોકોના જીવ બચ્યા હોવાના દાખલા પણ બન્યા છે અને તેના દુરુપયોગથી લોકોની જિંદગી બરબાદ થઇ ગઈ હોવાના પણ દાખલા બન્યા છે.

ભારતમાં સોશિયલ મિડિયાનો દુરુપયોગ મોટેપાયે જોવા મળ્યો છે જેનો સહુથી મોટો હિસ્સો લોકોના અંગત જીવનની મશ્કરી કરવાની કે પછી લોકોની ઈમેજ બગાડવા પાછળ ખર્ચ થતો હોય છે. ભારતની ચૂંટણી પ્રક્રિયામાં 2014ની લોકસભા ચૂંટણી દરમ્યાન અને બાદ સોશિયલ મિડિયા અતિશય મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે, પરંતુ બદનસીબે તેનો દુરુપયોગ વધુ થઇ રહ્યો છે નહીં કે સદુપયોગ.

અત્યારે પણ ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમ છે, ગરમીને લીધે નહીં પરંતુ ચૂંટણીના સાતમાંથી ત્રણ તબક્કા પતી ગયા છે અને આથી હવે બાકીના ચાર તબક્કામાં બને તેટલું જોર અજમાવીને મતદારોને આકર્ષિત કરવાનું કામ ચાલી રહ્યું છે. આવામાં કોંગ્રેસ પક્ષને માટે ચૂંટણી જીતવી ખરેખર અઘરી બની રહી હોવાથી તે નકારાત્મક રાજકારણ રમવા પર ઉતરી આવી છે. કોંગ્રેસી આગેવાનો સહીત સોશિયલ મિડિયા પર કોંગ્રેસના સમર્થકો ભાજપના નેતાઓ વિષે ખરાબમાં ખરાબ ભાષાપ્રયોગ અથવાતો ફેક ન્યૂઝ ફેલાવવામાં અગ્રેસર છે. જો કે અહીં બંને પક્ષે આ પ્રકારનો મલીન પ્રચાર ચાલે છે તેનો સ્વિકાર કરવો રહ્યો પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ઉત્સાહ આ પ્રવૃત્તિઓમાં જરા વધારે પડતો છે.

લાગતું વળગતું: સ્મૃતિ ઈરાની ના સેનેટરી પેડ્સ અંગેના નિવેદનને ટ્વિસ્ટ કરવાનો નિષ્ફળ પ્રયાસ

ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસના આધિકારિક Twitter handle પર એક સ્ક્રિનશોટ મુકવામાં આવ્યો. આ સ્ક્રિનશોટ એક સમાચાર અંગે હતો જેમાં એમ લખ્યું હતું કે, “જો વડાપ્રધાન મોદી હારી જશે તો હું આત્મહત્યા કરી દઈશ” – સ્મૃતિ ઈરાની. આ સ્ક્રિનશોટ કોઈ જાણીતી ન્યૂઝ ચેનલનો હોય એવું તેના ફોન્ટ્સ અને બેકગ્રાઉન્ડ પરથી લાગી રહ્યું હતું.

હવે આ હતા તો ફેક ન્યૂઝ જ પણ જે રીતે તેને પીરસવામાં આવ્યા હતા તેના પરથી તે સાચા હોય તેવું લાગી રહ્યું હતું. કોંગ્રેસ, વામપંથી વિચારધારાવાળા પત્રકારો અને આમ આદમી પાર્ટી સમર્થકોને એમ જ લાગે છે કે આપણે જે કશું પણ કહીશું એટલે ભારતની ભોળી અને અબુધ પ્રજા તેને માની લેશે. આ લોકો હજી પણ ભારત ઇન્દિરા ગાંધીના સમયમાં જીવી રહ્યું હોવાનું માનીને ચાલી રહ્યા છે. કોંગ્રેસના રાજીવ ગાંધી દેશમાં કોમ્પ્યુટર લાવ્યા ખરા પરંતુ તેના પછી ભારતીયોએ એમની જાતે તેની ટેક્નોલોજી આગળ વધારી દીધી છે એનું એમને ભાન નથી અથવાતો ભાન પાડવા નથી માંગતા.

સ્મૃતિ ઈરાનીને ફોલો કરનારા પણ ઘણા છે અને આથી જ તેમને આ Tweet જોઇને ખ્યાલ આવી ગયો કે આ સમાચારમાં કઈક ગડબડ છે. આથી દરેકની જેમ તેમણે પણ ગુગલ મહારાજની મદદ લીધી અને ખરા ન્યૂઝ શોધી કાઢ્યા. સ્મૃતિ ઈરાનીનું મૂળ નિવેદન એવું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી રાજકારણ છોડી દેશે ત્યારે તેઓ પણ રાજકારણમાંથી સન્યાસ લઇ લેશે. આ  નિવેદન તેમણે ત્યારે આપ્યું હતું જ્યારે તેમને કોઈએ એવો સવાલ કર્યો હતો કે શું તેઓ પણ પ્રધાન સેવક  બનવાની રેસમાં છે?

આમ ફરી એકવાર પ્રજાને ગેરમાર્ગે દોરીને, અફવા ફેલાવીને ભાજપના નેતાઓની મશ્કરી કરવાનો કોંગ્રેસનો પ્લાન નિષ્ફળ ગયો હતો. આ એક જ સમાચારમાં સોશિયલ મિડીયાના સારા અને ખરાબ એમ બે રૂપ સામે આવી જાય છે જેની નોંધ તમે લીધી જ હશે.

eછાપું

તમને ગમશે: બે વર્ષમાં વીજળી બીલના અધધધ રૂ. 5,000 કરોડ બચાવતી રેલ્વે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here