News RoundUp: ગુગલ પર થેનોસનું કૌતુક અને મોદીની ઉમેદવારી

0
278

26 એપ્રિલ 2019, શુક્રવારના મુખ્ય સમાચારોની ઝલક, સાંજે 18.55 કલાક સુધી.

વિશ્વ

અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હવે રાષ્ટ્રપતિપદની દોડમાં

Photo Courtesy: baynews9.com

અમેરિકાના પૂર્વઉપરાષ્ટ્રપતિ જો બિડેને 2020ની અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી જાહેર કરી છે. લગભગ સાડાત્રણ મિનીટના એક વિડીયોમાં જો બિડેને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા માટે ખતરો જાહેર કર્યા છે. જો બિડેન હાલમાં 76 વર્ષના છે અને તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા. (વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો)

ભારત

વારાણસીથી ઉમેદવારી પત્ર ભરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Photo Courtesy: ANI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આજે સવારે પહેલા કાશીમાં આવેલા કાલ ભૈરવના મંદિરે દર્શન કર્યા બાદ વડાપ્રધાને તેમનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે NDAના દિગ્ગજ નેતાઓ તેમજ કેન્દ્રીય પ્રધાન મંડળના મહત્ત્વના મંત્રીઓ સહીત વારાણસીના કેટલાક ગણમાન્ય વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા.

(વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો)

ગુજરાત

અલ્પેશ ઠાકોરનો કોંગ્રેસને સીધો પડકાર

Photo Courtesy: indianexpress.com

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનના થોડા જ દિવસો અગાઉ કોંગ્રેસ છોડી દેનારા ઠાકોર આગેવાન અલ્પેશ ઠાકોરે વિધાનસભાની બેઠક પરથી રાજીનામું આપ્યું ન હતું. આ મામલે કોંગ્રેસે ગઈકાલે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ અલ્પેશ ઠાકોરનું વિધાનસભાનું સભ્યપદ રદ્દ કરવાની અપીલ કરી છે. આ અંગે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને આજે સીધો પડકાર ફેંક્યો હતો કે કોંગ્રેસને જે કરવું હોય તે કરી શકે છે.

(વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો)

મનોરંજન

ગુગલ સર્ચ પર થેનોસે રચ્યું કૌતુક

Photo Courtesy: sideshowtoy.com

છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવી માર્વેલ સ્ટુડિયોઝની ફિલ્મ એવેન્જર્સ: એન્ડગેમ ભારતભરમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મની ભારતમાં થયેલી રિલીઝની ગુગલે અનોખી રીતે ઉજવણી કરી હતી. ગુગલ સર્ચ બારમાં ‘Thenos’ ટાઈપ કર્યા બાદ આવતા સર્ચ રિઝલ્ટ્સમાં જે જગ્યાએ થેનોસનું મોજું દેખાય છે તેના પર ટેપ અથવાતો ક્લિક કરવાથી એક અજીબ કૌતુક રચાય છે. જો તમારે પણ આ કૌતુક જોવું હોય તો અહીં ક્લિક કરો અને ઉપર આપેલી સૂચના પર અમલ કરો.

PM નરેન્દ્ર મોદીની રિલીઝ પર પંચની રોક હટાવવા સુપ્રિમ કોર્ટનો ઇનકાર

Photo Courtesy: Scroll.in

સુપ્રિમ કોર્ટે આજે PM નરેન્દ્ર મોદી ફિલ્મની રિલીઝ પર ચૂંટણી પંચે લગાવેલી રોક વિરુદ્ધ ફિલ્મના પ્રોડ્યુસર્સ દ્વારા કરવામાં આવેલી અરજી સાંભળવાથી ઇનકાર કરી દીધો છે. ચિફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે ચૂંટણી પંચે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે અને અમે તેમાં દખલ કરવા માંગતા નથી. ચૂંટણી પંચે આ ફિલ્મને લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કા એટલેકે 19 મે સુધી રિલીઝ ન કરવાનો આદેશ આપ્યો હતો.

(વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો)

વ્યાપાર અને વાણિજ્ય

આજનું શેરબજાર: BSE Sensex આજે 336.47 પોઈન્ટ્સ ઉપર 39,067.33 પર બંધ રહ્યો હતો જ્યારે Nifty 112.85 પોઈન્ટ્સ ઉપર 11,754.65 પર બંધ રહ્યો હતો.

ડિઝલ અને પેટ્રોલના ભાવ હવે નહીં વધે 

Photo Courtesy: khabarindiatv.com

ઓઈલ ઉત્પાદક દેશોના સમૂહ ઓપેક જે તેલના ભાવો પર નજર રાખે છે અને ઉત્પાદન પર નિયંત્રણ રાખે છે તે ખનીજ તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લેશે તેવી શક્યતાઓ વધતા ક્રૂડ ઓઈલનો ભાવ ઘટવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમ ભારતમાં થોડા દિવસો અગાઉ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધવાની શક્યતાઓ હતી તેના પર પણ હવે બ્રેક લાગશે.

(વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો)

નિરવ મોદીને જમીન આપવાનો બ્રિટનની કોર્ટનો ઇનકાર

Photo Courtesy: btvi.in

પંજાબ નેશનલ બેન્કને કરોડોનો ચૂનો લગાવીને લંડન ભાગી જનાર ઝવેરી નિરવ મોદીને આજે એક મોટો ઝટકો લાગ્યો છે. લંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટે તેને જામીન આપવાની ના પાડી છે. કોર્ટે કહ્યું છે કે નિરવ મોદી જામીન મળ્યા બાદ જરૂર પડે સરેન્ડર નહીં કરે. આ મામલે હવે આગલી સુનાવણી 24 મે ના રોજ થશે.

(વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો)

સ્પોર્ટ્સ

અમ્પાયર ઇયાન ગુલ્ડ વર્લ્ડ કપ પછી નિવૃત્ત થશે

Photo Courtesy: jerseypeeps.com

ઇંગ્લેન્ડના અમ્પાયર ઇયાન ગુલ્ડ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા ICC ક્રિકેટ વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ લેશે. ઇયાન ગુલ્ડ ICCની એલિટ અમ્પાયરોની 16 સભ્યોની પેનલમાં સભ્ય છે અને તેમણે અત્યારસુધીમાં કુલ 250 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. ઇયાન ગુલ્ડ હાલમાં ભારતમાં રમાઈ રહેલી IPLમાં પણ અમ્પાયરિંગ કરી રહ્યા છે.

(વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here