લાલુ પ્રસાદ યાદવ જણાવે છે કે આખરે તેમને જેલ કેમ જવું પડ્યું!

0
332
Photo Courtesy: scroll.in

બિહારના પૂર્વ મુખ્યમંત્રી, RJDના અધ્યક્ષ અને હાલમાં ચારા ગોટાળામાં જેલની હવા ખાઈ રહેલા લાલુ પ્રસાદ યાદવ આ (કાલ્પનિક) ઇન્ટરવ્યુમાં જણાવી રહ્યા છે કે તેમણે જેલ કેમ જવું પડ્યું!

Photo Courtesy: scroll.in

મિત્રો, fryday ફ્રાયમ્સના મંચ પર આપનું ફરી એકવાર સ્વાગત છે… લોકશાહીના પર્વ સમાન સામાન્ય ચૂંટણીના ત્રણ તબક્કા રંગે ચંગે સંપન્ન થઈ ગયા છે… અડધા કરતાં વધુ સીટોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ ચૂક્યું છે. દેશના ઘણા વિસ્તારોમાં દે ધના ધન પ્રચાર ચાલી રહ્યો છે તો જ્યાં મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યાં પરિણામોની કાગડોળે વાટ જોવાઈ રહી છે…. દુનિયાભરની નજર ભારત પર છે કેમ કે એ નિર્વિવાદ હકીકત છે કે ચૂંટણીનો આવો ગરમાગરમ માહોલ તમે દુનિયાનો ખૂણેખૂણો ફરી વળશો તો પણ નહીં જોવા મળે… ફાનસ લઈને શોધશો તો પણ….. ઓહ… ફાનસ પરથી યાદ આવ્યું….. ફાનસ એટલે કે લાલટેન જેનું ચુનાવ ચિન્હ છે એવા આરજેડી એટલે કે રાષ્ટ્રીય જનતા દળના પ્રણેતા લાલુ પ્રસાદ યાદવ આપણી વચ્ચે ઉપસ્થિત છે… શાનદાર સ્વાગત કરીએ…

પંકજ પંડ્યા : લાલુજી, fryday ફ્રાયમ્સમાં AAPનું સ્વાગત છે…

લાલુ પ્રસાદ યાદવ : આભાર… પણ હું AAP નહીં…. RJD માંથી છું..

પંકજ પંડ્યા : આવતાં વેંત સિક્સર… હજુ તો મેં પણ ચાલું નથી કર્યું ધોકાવવાનું…

લા. યા. : અમે પૂરી તૈયારી સાથે આવ્યા છીએ…

પંકજ પંડ્યા : લાયા…. લાયા બાકી….

લા. યા. : એટલે શું ?

પંકજ પંડ્યા : અમારા ત્યાં કોઈ જોરદાર જોક કહે અથવા કશુંક જબરદસ્ત કરે કે જે સામે વાળાએ વિચાર્યું પણ ના હોય… ત્યારે… “લાયા…. લાયા બાકી....” એવું બોલવાનો રિવાજ છે…

લા. યા. : ઓહ…

પંકજ પંડ્યા : તમારા કેસમાં તો તમારા નામમાં જ લાયા છે.. લાલુપ્રસાદ યાદવ….

લા. યા. : હાહાહાહા… હાહાહાહા… “લાયા…. લાયા બાકી....”

પંકજ પંડ્યા : તમારા પરિવાર વિશે થોડું જણાવશો ?

લા. યા. : અમારા પરિવારનો એક એક સદસ્ય તેજતર્રાર છે…

પંકજ પંડ્યા : જેમ કે તેજ પ્રતાપ અને તેજસ્વી… (માત્ર) નામથી જ તેજ છે…

લા. યા. : હાહાહાહા…. મારી પુત્રી મિસા…. એ જ્યારે માંદી…. એટલે કે ill હોય… ત્યારે પણ મિસાઇલ હોય છે…

પંકજ પંડ્યા : હાહાહાહા…..  “લાયા…. લાયા બાકી....” પહેલાં એવું કહેવાતું હતું કે…. જબ તક રહેગા સમોસેમે આલુ…… તબ તક રહેગા બિહારમેં લાલુ….  અને હવે શું થઈ ગયું ??

લા. યા. : રાહુલ ગાંધીના લીધે….

પંકજ પંડ્યા : એમણે શું કર્યુ ? એ તો તમારા સાથીદાર છે….

લા. યા. : પહેલાં એમણે આલુની ફેકટરીઓ ખોલવાની વાત કરી….. પછી આલુમાંથી સોનુ બનાવવાની વાત કરી…. હવે ના તો સમોસા બચ્યા છે કે ના તો આલુ… તો પછી…..

પંકજ પંડ્યા : તમે ના ચાલ્યા પણ નિતીશજી ચાલી ગયા…

લા.યા. : ચાલી ચાલીને મારા ઢીંચણ ઘસાઈ ગયાં.  નિતીશજી પાસે તો ત્રીસ ઢીંચણ છે એટલે એમને વાંધો ના આવે….

પંકજ પંડ્યા : ત્રીસ ઢીંચણ…???!!! શું વાત કરો છો ???

લા.યા. : હા… પૂરા ત્રીસ ઢીંચણ…. Knee-તીસ….

પંકજ પંડ્યા : રોફળે રોફળા… આપનું…. સોરી RJDનું ચુનાવ ચિહ્નન લાલટેન છે… જે ઘરઘરમાં રોશની ફેલાવે છે…. ખરેખર સરાહનીય….

લા. યા. : હા… અને અમારું ચુનાવ ચિહ્નન લોકોના માનસપટ પર અંકિત થાય એટલા માટે તો અમે ચોવીસ કલાક વીજળી આપવાવાળા વિકાસમાં વિશ્વાસ નથી ધરાવતા… લાલટેન મારા માટે ફેમિલી સિમ્બોલ પણ છે…

પંકજ પંડ્યા : ના હોય…. કઈ રીતે ?

લા. યા. : લાલ સ્ટેન્ડસ ફોર લાલુ.. અને ટે એટલે મારા સિવસિના મારા કુટુંબના દસ સભ્યો… રાબરી અને નવ સંતાનો….

પંકજ પંડ્યા : વાહ…. તમે ખરેખર એક સર્જનશીલ વ્યક્તિ છો… દૂધની એક બનાવટ રબડી છે… પણ તમે તો સીધો ચારો ખાઈને બિહારને રબડી આપી દીધી….

લા. યા. : ચારાની વાત હું પછી માંડું છું… પણ રબડીની વાત કરું તો…. પહેલી વાત તો એ કે મારી પત્નીનું નામ રબડી નહિ… પણ રાબડી છે….

પંકજ પંડ્યા : ઓહ…

લા. યા. :  એ નામ પણ મેં જ પાડ્યું છે .. એની પણ એક કહાની છે….

પંકજ પંડ્યા : તો સંભળાવો કહાની… એ માટે તો બેઠા છીએ….

લા. યા. : યુવાનીના દિવસોમાં રાબડીજીની આંખો એટલી નશીલી હતી કે એમને જોઈને જ મને નશો ચઢી જતો… એટલે હું એમને પ્રેમથી શરાબડી કહેતો….. જેમ ગમર્સ ગુજરાતમાં આશાને આશાડી કે માલાને માલાડી કહે છે એમ જ

પંકજ પંડ્યા : હાહાહાહા…. તો પછી રાબડી કેવી રીતે થયું ?

લા. યા. : હું એમને શરાબડી કહું એટલે એ નજાકતથી શરમાઈ જતાં. એમની એ શરમને રાબડીમાંથી સમર્પિત કરી દીધો… એટલે રાબડી થઈ ગયું….

પંકજ પંડ્યા : અદભૂત…. તમે કંઈક ચારાની વાત કરવાના હતા…

લા. યા. : અરે હા…. એ તો એમ જ… મારા વિરોધીઓમાં ચાર આની ઓછી છે એટલે આવો આરોપ મૂક્યો..

પંકજ પંડ્યા : એવું કેવી રીતે બને ?

લા. યા. : અરે  લોકસભામાં જ્યારે ચારા કાંડમાં મારું નામ સંડોવવામાં આવ્યું ત્યારે… વિરોધીઓને ચારો ખાને ચિત્ત કરવાનું કહેતો હતો ત્યારે એ લોકોએ અવળો અર્થ કાઢીને મને ફસાવી દીધો…

પંકજ પંડ્યા : પણ એ કેસમાં તમારે જેલ પણ ભોગવવી પડી રહી છે….

લા. યા. : એ બધું રાબડીજીની એક ભૂલના લીધે થઈ રહ્યું છે…

પંકજ પંડ્યા : એવી તે કઈ ભૂલ ?

લા. યા. : અમે બહુ સામાન્ય માણસો છીએ… ઘરનું કરિયાણું જાતે જ ખરીદીએ… એક દિવસે રાબડીજીએ મારા ઝભ્ભાના ખિસ્સામાં ટૂથપેસ્ટ લાવવા માટે ચિઠ્ઠી મૂકેલી… એમાં લખેલું… કોલગેટ જેલ…. હવે હું લોક સભામાં બેઠેલો હતો ત્યારે એ ચિઠ્ઠી મારા હાથમાં આવી…  હમને ઉ ચિઠ્ઠી ગલતી સે ટેબલ પર છોડ ડી… કિસી કોંગ્રેસી કે હાથમે આ ગઈ… વો સસૂરે coal-gate રખ લિયે… ઔર મેરે પાસ સિર્ફ જેલ બચી…

પંકજ પંડ્યા : ઓહ….  આ વખતની ચૂંટણીમાં તમારી પાર્ટીએ પણ ઘોષણપત્ર રજૂ કર્યું છે… શું તમને લાગે છે કે કેન્દ્રમાં તમારી સરકાર આવી શકે છે ?

લા. યા. : ઘોષણપત્ર તો કોંગ્રેસે પણ રજૂ કર્યું છે

પંકજ પંડ્યા : એ વાત ખરી….  NDA ના વિકાસના દાવા અંગે તમે શું કહેશો ?

લા. યા. :  કરવા દો… જે દાવા કરવા હોય એ કરવા દો…. અમે  વિકાસના એન્જીનમાં  એવી ગરબડ કરીશું કે જ્યારે લોકો ઘર ઘર મોદી બોલવા માંગતા હશે અને બોલી ઉઠશે... ઘરરરરરર…. ઘરરરરરર….

મોદી..

પંકજ પંડ્યા : તેજસ્વી અને તેજ પ્રતાપ વિશે કંઈક કહેશો ?

લા. યા. :   હર હર મોદી… ઘર ઘર મોદી….

હર હર મોદી… ઘર ઘર મોદી….

ઘરરરરરર…. ઘરરરરરર…. મોદી…

પંકજ પંડ્યા : અરે.. લાલુજી…

લા. યા. : હર હર મોદી… ઘર ઘર મોદી….

હર હર મોદી… ઘર ઘર મોદી….

ઘરરરરરર…. ઘરરરરરર…. મોદી…

પંકજ પંડ્યા : અરે… અરે…

લા. યા. : હર હર મોદી… ઘર ઘર મોદી….

હર હર મોદી… ઘર ઘર મોદી….

ઘરરરરરર…. ઘરરરરરર…. મોદી…

 

પંકજ પંડ્યા : અરે પણ…

લા. યા. : આવશે તો મોડી ….

પંકજ પંડ્યા : તમે પણ ?

લા. યા. : અરે મારે ટ્રેનમાં પરત જવાનું છે… હું રેલ મંત્રી રહી ચૂક્યો છું… મને ખબર છે કે ટ્રેન આવશે તો મોડી ...

પંકજ પંડ્યા : હાહાહાહા….. હાહાહાહા…. તમને શું લાગે છે ? 23મી મે એ કંઇક એવાં પરિણામો આવી શકે કે ભારતના આગલા પ્રધાન મંત્રી તરીકે તમારું નામ ઊભરી આવે ?

લા. યા. : હર હર મોદી… ઘર ઘર મોદી….

હર હર મોદી… ઘર ઘર મોદી….

ઘરરરરરર…. ઘરરરરરર…. મોદી…

પંકજ પંડ્યા : અરે…. અરે… અરે….

લા. યા. : મોદી… મોદી…. મોદી… મોદી….

પંકજ પંડ્યા :  અરે મારી વાત તો સાંભળો…

લા. યા. : ના… બહુ મોદુ… ઉફ્ફ.. મોડું થઈ ગયું છે.. હવે હું જાઉં…  નહિ તો ટ્રેન છૂટી જશે…

પંકજ પંડ્યા : ઓકે… બાય…. આભાર….

લા. યા. : હર હર મોદી… ઘર ઘર મોદી….

હર હર મોદી… ઘર ઘર મોદી….

ઘરરરરરર…. ઘરરરરરર…. મોદી…

મોદી… મોદી…. મોદી… મોદી….

(Disclaimer: The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: કેજરીવાલ કેમ ફરીથી આલાપી રહ્યા છે ‘કર્કશ રાગ’?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here