શેરમાં રોકાણ કરતા સમયે અવગણવા જેવી ત્રણ બાબતો

0
172
Photo Courtesy: bbva.com

શેરબજારમાં રોકાણ કરવું એ ભલે જુગાર જેવું હોય પરંતુ કેટલીક એવી બાબતો છે તેને અવગણવા કરવાથી તમે હાથે કરીને તમારા રોકાણનું નુકશાન નહીં વહોરી લ્યો.

Photo Courtesy: bbva.com

એક કડવું સત્ય છે કે તમે જો કોઈને એમ કહો કે આ નહીં કર તો એ સૌ પ્રથમ એમ જ કરશે. આ પાછળનું સાયકોલોજીકલ કારણ એ છે કે માણસનું મગજ હંમેશા “ હું મને જે ગમે તે કરવા સ્વતંત્ર છું “ એવું ધારીને ચાલે છે.

આજ વાત શેરબજારને પણ લાગુ પડે છે. શેરબજારમાં લેવેચ કરવી એ જુગાર રમવા બરોબર છે એની બધાને જાણ છે છતાં તાત્કાલિક પૈસા કમાવવા લેવેચ કરીને પોતાનું નુકશાન કરી બેસે છે. આપણે જાણીએ છીએ કે પેની સ્ટોક્સ જોખમી હોય છે, આપણે જાણીએ છીએ કે દરેક માહિતી જરૂરી નથી હોતી છતાં આની સામે એક્શન લઇ આપણા પોર્ટફોલિયોનું ધોવાણ કરતાં હોઈએ છીએ.

તો પછી કરવું શું ? આ ત્રણ ચીજને અવગણો

1) શેરની લેવેચ નહીં કરો જો તમે સ્કીલ્ડ ટ્રેડર ના હોવ તો શેર ટ્રેડીંગથી દુર રહો

એમ કહેવાય છે કે 90 ટકા નાના રોકાણકારો શેરબજારમાં પૈસા ગુમાવે છે આ નાના રોકાણકારો શેર ટ્રેડીંગ કરવાવાળા જ હોય છે એમને ખબર નથી હોતી કે શેરબજાર કઈ રીતે કામ કરે છે.

યાદ રાખો કે જયારે કોઈ નુકશાનીમાં વેચે છે ત્યારે કોઈક બીજું નફો કરે છે એથી જયારે 90% લોકો જયારે નુકશાન કરતાં હોય છે ત્યારે ૭ ટકાથી ૧૦ ટકા લોકો નફો રળતા હોય છે. ઇન્ટ્રાડે ટ્રેડર્સ નુકશાન કરે છે એ માટે ઘણાં કારણો છે જેવાકે તેઓ માર્કેટને અને બીઝનેસ સાયકલને સમજવામાં નિષ્ફળ ગયા હોય છે. સ્ટોપ લોસ વિના ટ્રેડીંગ કરવાથી અને ટીપને આધારે ટ્રેડીંગ કરવાથી પણ તેઓ નુકશાન કરે છે.

પરંતુ સૌથી મહત્વનું કારણ તો એ છે કે તેઓ એ નથી સમજતા કે ટુંકાગાળા માટે ઇક્વિટીમાં રોકાણ હંમેશા જોખમી હોય છે. ટુંકાગાળામાં શેરના ભાવ પર સેન્ટિમેન્ટની અસર થાય છે જેની આગાહી કરવી મુશ્કેલ છે એથી જ ફન્ડામેન્ટલસ જોઈ રીસર્ચ  દ્વારા જ લાંબાગાળાનું રોકાણ કરવું જોઈએ.

મોટું નામ એ મોટા વળતરની ગેરેંટી નથી એથી જ જેમણે રિલાયન્સ પાવરમાં આંધળું રોકાણ કર્યું હતું એમણે કંપનીના ફન્ડામેન્ટલસ જોયા વિના બીજાનું સાંભળીને રોકાણ કર્યું હતું રિલાયન્સ પાવર પાસે કોઈ જ એસેટ્સ નહોતા કે ના તો કેશફ્લો હતો માત્ર બ્રાંડ નેમ હતું.

એથી જ બીજાનું સાંભળીને ન દોરવાતા મફતિયા રીપોર્ટને આધારે રોકાણ ન કરતા પોતાનું રીસર્ચ કરી રોકાણ કરવું જોઈએ તમે શેમાં રોકાણ કર્યું છે અને શા માટે કર્યું છે એ જાણવું મહત્વનું છે જે ધંધાની તમને માહિતી હોય એમાં જ નિષ્ઠાથી રોકાણ કરવું જોઈએ.

લાગતું વળગતું: શેર બજારમાં જો અક્કલ વાપરીને લેવેચ કરો તો ભરપૂર કમાણી થઇ શકે!

2) લીવરેજ પોઝીશન ના લો લીવરેજથી દુર રહો

લીવરેજ પોઝીશન એટલે થોડી મૂડીમાં ઝાઝો વ્યાપાર જેમાં શેરદલાલ તમને તમારી મૂડી કરતાં ૧૦ ગણા વધુ શેર લેવાની સગવડ કરી આપે. આને દાખલાથી સમજીએ રવિ પાસે રૂ 50,000 ટ્રેડીંગ ખાતામાં પડ્યા છે આની સામે લીવરેજ પોઝીશન લઇ દસ ગણા શેર લેવાની સગવડ શેરદલાલ આપે છે. એથી એ 5000 શેર રૂ 100 ના ભાવે ખરીદે છે. હવે જો શેરના ભાવ રૂ 10 વધે તો એ રૂ 50,000 નો નફો કરશે (5000 શેર * 10 ) પરંતુ જો ભાવ રૂ ૧૦ ઘટે તો એ પોતાની સંપૂર્ણ મૂડી ગુમાવશે જે 50 હજાર રૂ છે (5000 * 10 ). ઓછી મૂડીમાં ઝાઝો વ્યાપાર એટલે નુકશાની પણ મોટી જ રહેવાની એથી જ લીવરેજ પોઝીશન થી દુર રહો .

3) સતત વહેતા સમાચારો પર ધ્યાન ના આપો

ઘણાં એવા હોય છે કે જે સતત ન્યુઝ રીપોર્ટ જોતાં રહે છે જેથી વહેલી માહિતીના આધારે વહેલા લેવેચ કરી વધુ નફો ગાંઠે બાંધવો એવી એમની ગણતરી હોય છે. સતત ન્યુઝના આધારે રોકાણ કરવું નુકશાનકારક થઇ શકે છે.

એથી જયારે લાંબાગાળાનું રોકાણ કરો ત્યારે રોજેરોજના સમાચારો ટાળો માત્ર જે કંપનીમાં રોકાણ કર્યું હોય એ અંગેના સમાચાર પ્રત્યે ધ્યાન દો અને નહિ કે સમગ્ર બજારને અસરકર્તા સમાચારોને. દાખલા તરીકે જેટ એરવેઝમાં નાણાકીય ખેચ ચાલી રહી છે એ સમાચારને લીધે એના ભાવમાં ૫૨ અઠવાડિયાનો સૌથી નીચો ભાવ આવ્યો. ત્યારબાદ સમાચાર આવ્યા કે ટાટા જેટ એરવેઝને ખરીદી લેશે આ સમાચાર સાંભળી જેટ એરવેઝનો ભાવ ૨૪.૫૨% વધ્યો.

અહી નવા રોકાણકારોએ ધસારો કર્યો પરંતુ ડીલ થઇ નહિ અને ભાવ પાછો પછડાયો એથી જેમણે આવા સમાચારોથી જેટ એરવેઝમાં નવું રોકાણ કર્યું એમને નુકશાન થયું. તો સારા રોકાણકાર થવા અને વધુ વળતર મેળવવા આ ત્રણ ચીજોથી દુર રહેવું જોઈએ.

રિસર્ચ એન્ડ રેન્કિંગ:  અનુવાદ નરેશ વણજારા

આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રિસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.    

આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: હવાઈ યાત્રા કરનારાઓને કેન્દ્ર સરકાર મોટી રાહત આપશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here