IPL 2019 | મેચ 48 | સન રાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફ્સની નજીક પહોંચ્યા

0
298
Photo Courtesy: rediff.com

રાઉન્ડ મેચોનું છેલ્લું અઠવાડિયું રસપ્રદ રહેવાનું છે અને આ મેચનો વિજેતા પ્લેઓફ્સની વધુ નજીક પહોંચવાનો હતો એ જોતા આ મેચ જીતવા માટે SRHની ઈચ્છા વધુ પ્રબળ હોય એવું લાગ્યું!

Photo Courtesy: rediff.com

IPL 2019ના છેલ્લા વિશ્લેષણમાં આપણે ચર્ચા કરી હતી કે આ અઠવાડિયાની મેચો અત્યંત રસપ્રદ રહેવાની છે કારણકે લગભગ 7 ટીમોને પ્લેઓફ્સમાં પહોંચવાની આશા છે. આ મેચમાં પોતાના હોમ ગ્રાઉન્ડ હૈદરાબાદમાં જે રીતે સન રાઈઝર્સ હૈદરાબાદે બેટિંગ કરી એના પરથી એવું લાગતું હતું કે તેમણે ઘરમાં રમાનારી આ છેલ્લી મેચમાં મોટી જીત મેળવીને પોતાની પ્લેઓફ્સમાંની શક્યતાઓ મજબૂત બનાવવી.

આજે ડેવિડ વોર્નરની સાથે વૃદ્ધિમાન સાહા ઓપનીંગ બેટ્સમેન હતો અને તેણે આજે જે રીતે બેટિંગ કરી તેના પરથી એ લોકોના મોઢાં જરૂર બંધ થઇ ગયા હશે જેમને જોની બેરસ્ટોના ઇંગ્લેન્ડ પરત થયા બાદ SRHનો ટોપ ઓર્ડર નબળો પડી જવાની શંકા હતી. સન રાઈઝર્સ હૈદરાબાદે જો કે આજે પરિસ્થિતિ અનુસાર પોતાના બેટિંગ ઓર્ડરમાં મોટા ફેરફાર પણ કર્યા હતા.

મનીષ પાંડે બાદ મોહમ્મદ નબીને મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ કેન વિલ્યમ્સન અને રશીદ ખાનને જે રેગ્યુલર બેટ્સમેન વિજય શંકર કરતા આગળ બેટિંગ કરવા આવ્યા હતા. સાહા, વોર્નર અને પાંડેની બેટિંગ જોતા એક સમયે SRHનો સ્કોર 220+ થવાની શક્યતા હતી તે તેમના બેટ્સમેનોની વિકેટો પડી જતા અને કિંગ્સ ઈલેવન પંજાબના બોલર્સની છેલ્લી ઓવરમાં સુધરેલી બોલિંગને કારણે 212 પર અટકી ગયો હતો.

તેમ છતાં KXIPનો બેટિંગ ઓર્ડર જોતા તેમને આ ટાર્ગેટ એચીવ કરતા પણ તકલીફ પડશે તેવું લાગી રહ્યું હતું. આ પાછળનું એક કારણ હતું કે ક્રિસ ગેલ સહિતના તેના બેટ્સમેનોની અત્યારસુધીની બિનસાતત્યપૂર્ણ બેટિંગ અને જે બેટિંગ ઓર્ડરમાં રવિચંદ્રન અશ્વિન છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવે તે ટીમ ક્યારેય આટલા મોટા સ્કોરના પડકારને ઝીલી ન શકે એ હકીકત છે.

અને બન્યું પણ એવું જ. ક્રિસ ગેલે વહેલી વિદાય લીધી અને મયંક અગરવાલ અને નિકોલસ પૂરને થોડીઘણી કોશિશ કરી અને ડેવિડ મિલર વહેલો આઉટ થઇ ગયો. ફક્ત લોકેશ રાહુલે પોતાનાથી બનતા બધા પ્રયાસો કર્યા પરંતુ તેને સામે છેડે ટેકો ન મળતાં કિંગ્સ ઈલેવન પંજાબ સતત જરૂરી રન રેટ કરતા પાછળ ને પાછળ જ રહ્યું. જો કે રાહુલની બેટિંગ માણવા લાયક હતી પરંતુ તે હારેલું યુદ્ધ લડી રહ્યો છે એવું તેને જોતાં સતત લાગી રહ્યું હતું.

સન રાઈઝર્સ હૈદરાબાદને મળેલા આ મોટા વિજયને લીધે અત્યારે તેની નેટ રન રેટ બાકીની તમામ ટીમો કરતા શ્રેષ્ઠ છે. હવે તેણે પોતાની બાકી રહેલી બંને મેચોમાં વિજય મેળવીને પોતાનું સ્થાન પ્લેઓફ્સમાં પાક્કું કરી લેવાનું છે. પોઈન્ટ્સ ટેબલમાં આ એક મેચે જ ઘણી શક્યતાઓ ઓછી કરી દીધી છે. જેમકે રાજસ્થાન રોયલ્સ જો આજની તેમની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ હારશે તો તેમની વિદાય પણ નક્કી છે.

કિંગ્સ ઈલેવન પંજાબ જો આ મેચ જીતી ગયું હોત તો તેની અને રાજસ્થાન રોયલ્સની પ્લેઓફ્સમાં પહોંચવાની શક્યતાઓ મજબૂત બની હોત. જો કે આ બંનેએ કોલકાતા નાઈટ રાઈડર્સની મેચો પર પણ ધ્યાન આપવાનું છે, કારણકે સળંગ છ મેચો હાર્યા બાદ તેમણે પણ જોરદાર કમબેક કર્યો છે. ટૂંકમાં કહીએ તો અત્યારે તો MI અને SRHના ત્રીજી અને ચોથી ટીમ તરીકે ક્વોલીફાય થવાના ચાન્સીઝ વધુ છે. પરંતુ તેમાં પણ એક ટ્વિસ્ટ છે, અને એ એમ છે કે બુધવારે આ બંને ટીમો એકબીજા સામે ટકરાવાની છે જેમાંથી એકનો જ વિજય શક્ય છે!

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 48 | સન રાઈઝર્સ હૈદરાબાદ વિ. કિંગ્સ ઈલેવન પંજાબ

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, ઉપ્પલ, હૈદરાબાદ

ટોસ: કિંગ્સ ઈલેવન પંજાબ (બોલિંગ)

સન રાઈઝર્સ હૈદરાબાદ 212/6 (20) રન રેટ: 10.6

ડેવિડ વોર્નર 81 (56)

મનીષ પાંડે 36 (25)

રવિચંદ્રન અશ્વિન 2/30 (4)

મોહમ્મદ શમી 2/36 (4)

કિંગ્સ ઈલેવન પંજાબ 167/8 (20) રન રેટ: 8.35

લોકેશ રાહુલ 79 (56)

મયંક અગરવાલ 27 (18)

રશીદ ખાન 3/21 (4)

ખલીલ અહમદ 3/40 (4)

પરિણામ: સન રાઈઝર્સ હૈદરાબાદ 45 રને જીત્યા

મેન ઓફ ધ મેચ: ડેવિડ વોર્નર (સન રાઈઝર્સ હૈદરાબાદ)

અમ્પાયરો: એસ રવિ અને નંદન | નંદકિશોર (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મનુ નૈયર

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here