ગુજરાતને ગૌરવ આપવામાં આ અજાણ્યા ગુજરાતીઓનો પણ ફાળો છે!

1
382
Photo Courtesy: india.com

ગુજરાતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવનારા જાણીતા ગુજરાતીઓ સાથે કેટલાક અજાણ્યા ગુજરાતીઓ પણ છે. ચાલો જાણીએ વિવિધ ક્ષેત્રોના અજાણ્યા ગુજરાતીઓને.

Photo Courtesy: india.com

1લી મે ગુજરાત દિવસ, અલગ રાજ્ય તરીકે આપણું ગુજરાત આજે 59 વર્ષનું થયું। આજના દિવસે ગુજરાતના ગુણગાન અચૂક ગાવા જોઈએ! આપણે ક્યાંથી સફર શરુ કરી અને અત્યારે ક્યાં છીએ એનું વિશ્લેષણ કરવું જ જોઈ એન્ડ ભવિષ્યમાં શું કરી શકીયે છીએ એ પણ વિચારવું જોઈએ. આપણી સફર ક્યાંથી શરુ થઇ અને આ સફરને અહીં સુધી પહોંચાડવામાં કોનો કોનો ફાળો છે તેમાં અને એ દરેક વિષે માહિતી મેળવવી જોઈએ કારણ કે એમના અથાગ પરિશ્રમને કારણે જ આપણી આગવી ઓળખ બની છે.

આજે મારે કોઈ પ્રખ્યાત ગુજરાતીઓ જેમ કે ગાંધીજી, સરદાર પટેલ, ધીરુભાઈ અંબાણી, જમશેદજી ટાટા, નરસિંહ મેહતા,વિક્રમ સારાભાઈ વિગેરે વિશે વાત નથી કરવી કેમ કે એના વિશે તો આપણે સૌ કોઈ જાણીયે જ છીએ. પરંતુ આજે મારે એવા ગુજરાતીઓની વાત કરવી છે જેનો ફાળો તો અમૂલ્ય હતો પણ કદાચ બહુ ઓછા લોકો એના વિશે જાણતા હશે અથવા કોઈને કદાચ ખબર પણ નહીં હોઈ.

સૌપ્રથમ વાત કરીએ જેના લીધે આપણી આગવી ઓળખ ઉભી થઇ છે – ધંધો બધા ધીરુભાઈ અંબાણી, જમશેદજી ટાટા, અઝીમ પ્રેમજી, ઉદય કોટક, દિલીપ સંઘવી વિશે જાણતા જ હશેપણ કોઇએ દીનશો પેતિત વિષે સાંભળ્યું છે? ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ શરુ કરનાર  અને અમેની બીજી ઓળખ એવી હોઈ તો મોહમ્મદ અલી ઝિન્નાના પત્ની રતનબાઈ પેટિટના  દાદા.

આ યાદીમાં બીજું નામ છે નાનજી કાલીદાસ  મેહતા, આ નામ કદાચ  કોઈએ સાંભળ્યું હશે. તેમનો જન્મ પોરબંદરમાં થયો પણ વ્યવસાય અર્થે તેઓ ઈસ્ટ આફ્રિકા, યુગાન્ડા  ગયા. ત્યાં એક નાના વેપારી તરીકે કામ ચાલુ કરી ધીમે ધીમે ખાંડ ફેક્ટરી અને ચા ના બગીચા બનાવ્યા અને અહીં ભારતમાં સિમેન્ટ અને કાપડના ધંધામાં બહુ મોટું નામ હતું.

આજની પેઢીને એમની ઓળખ એવી હોય તો જય મેહતાના  (IPL KKR teamના સહ-માલિક અને જુહી ચાવલાના પતિ) દાદા એટલે નાનજી કાલિદાસ મેહતા યુગાન્ડામાં કરેલ કાર્યો માટે બ્રિટિશ એમ્પાયરે તેમને MBE ની પદવી આપેલી. આફ્રિકા જઈ ગુજરાતીઓનું નામ એન્ડ પ્રતિષ્ટા ઊંચી લઇ જવામાં મેઘજી પેથરાજ શાહ અને મુળજીભાઈ માધવાણીનો પણ સિંહ ફાળો હતો. આ સિવાય અર્દેશીર શ્રોફ – Bank of Indiaના પ્રથમ ભારતીય chairman ગુજરાતી હતા અને કોવાસજી શવકશા દીનશો (એડનવાલા) જેમને એડનને આધુનિક portના સ્થાપક તરીકે ઓળખાય છે એ પણ ગુજરાતી હતા.

હવે વાત કરીયે જેમાં અત્યારે આપણે બધાને સૌથી વધુ રસ છે – રાજકારણ અને સાથે સાથે વાત કરીશુ આઝાદીની લડતમાં ગુજરાતીઓની રાજકારણમાં ગાંધીજી, સરદાર પટેલ સાહેબ, મોહમ્મદ અલી ઝિન્ના (ભલે પાકિસ્તાનના હોય પણ છે તો ગુજરાતી જ), ઇન્દુલાલ યાજ્ઞિક, મોરારજી દેસાઈ કે આજ ના નરેન્દ્રભાઈ મોદી વિશે તો સૌ કોઈને ખબર જ હશે પણ તમે બળવંતરાય મેહતાને ઓળખો છો? આઝાદીની લડતમાં ગાંધીજીની સાથે હતા અને “પંચાયયત રાજ” ના શિલ્પી તરીકે એમને ઓળખવામાં આવે છે. ઇન્દુમતી ચમનલાલ પણ આઝાદીની લડતમાં ભાગ લેનાર અને ભારતમાં સૌપ્રથમ ખાદી સ્ટોર ચાલુ કરનાર। વિનોદ કિનારીવાલાને સૌ કોઈ “quit India” movementના પ્રથમ વિધાર્થી શાહિદ તરીકે ઓળખે છે એ પણ ગુજરાતી હતા. ગોપાલદાસ અંબાઇદાસ દેસાઈ  ઢસાના “prince” હતા અને ભારતના વિલીનીકરણમાં સૌપ્રથમ પોતાનું રાજય વિલીન કરવાવાળા!

ગુજરાતીઓના બ્રિટિશ રોયલ family connection વિશે એક રસપ્રદ વાત 2013માં બહાર આવી. અને એ છે Prince Dianaના DNA ગુજરાતી છે. 1788માં ભારત આવેલ Prince Williamsના પૂર્વજ Theodore  Forbes ઘરની દેખ-રેખ રાખનાર હતા – એલિઝા કેવાર્ક અને તે Princess Dianaના 8મી પેઢી થાય. તેના DNA  ગુજરાતી હતા અને એ Princeess Dianaમાં આવેલ અને Prince  Williams અને Prince Harryને વારસાઈમાં મળેલ છે.

ગુજરાતીઓનો ફાળો સામાજિક વ્યવસ્થમાં પણ એટલો જ છે. NID વિષે હર કોઈ જાણતું હશે પણ તેમની સ્થાપના કરવા વાળા દશરથભાઈ પટેલ વિશે બહુ ઓછા લોકો ને ખબર હશે. એવી જરીતે Amul અને સહકારી મંડળીઓ વિશે દરેકને ખબર હશે પરંતુ સ્થાપક એન્ડ white  revolution તરીકે ઓળખાતા ત્રિભવનદાસ કીશીભાઈ પટેલ વિશે બહુ ઓછા લોકોને ખબર હશે. હીરુભાઈ મુળજીભાઈ પટેલ – વલ્લભ વિદ્યાપીઠ, આજની સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના સ્થાપક અને સરદાર પટેલના નજીકના સહાયક રહેલા. એમને ભાગલા વખતની સાંપ્રદાયિક હિંસા, કાશ્મીરનું પ્રથમ યુદ્ધ અને 500થી વધુ રજવાડાના વિલીનીકરણમાં અમૂલ્ય ફાળો હતો.

રામતજગતમાં આજની પેઢી રવિન્દ્ર જાડેજા, પંડયાબંધુ અને પઠાણબંધુ વિશે જાણતા જ હશે પણ નરી કોન્ટ્રાક્ટર, કરશન ઘાવરી અને જેમના નામ પરથી રણજીતસિંહ (જામ રણજીતસિંહ) અને દુલીપ (જામ દુલિપસિંહ) પણ ગુજરાતી જ હતા. આ સિવાય ફિલ્મ જગતમાં પણ ગુજરાતીઓનું યોગદાન ઘણું છે, એ પછી મનમોહન દેસાઈ હોઈ કે સંજીવ કુમાર હોઈ કે પછી Hollywoodમાં Ben Kingsley અથવા કાલ્પેન મોદી  હોઈ.

ગુજરાતીનો હંમેશાથી સાહસિક અને ઘર છોડી બારની દુનિયા explore કરવા વાળી રહી છે અને એટલે જ કદાચ આજે આપાણી એક વિશેષ ઓળખ છે. એ પછી ન્યૂ જર્સી માં શેરી ગરબા રમવાની હોઈ કે પછી UKમાં ગુજરાતી signboard લાગવાની હોઈ.આપણે આગવી ઓળખ તો બનાવી દીધીઓળખ તો બનાવી દીધી પણ સાથે સાથે આ આગવી ઓળખને ટકાવી રાખવાની જવાબદારી આપણા પાર જ છે.  આજે ગુજરાત દિવસ નિમિતે સૌ કોઈ એક પ્રાણ લઇ કે આવનારી પેઢીને ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનું યોગ્ય જાણકારી આપતા રહેશું

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here