2020માં આવી રહી છે ગોવિંદાની એક સુપરહીટ ફિલ્મની રિમેક!

0
361
Photo Courtesy: asianetnews.com

નિર્દેશક ડેવિડ ધવન અને ગોવિંદાન જોડીએ 1990ના દાયકામાં આપેલી અસંખ્ય હીટ ફિલ્મોમાંથી એક હીટ ફિલ્મની રિમેક આવતા વર્ષે રિલીઝ થશે જેની જાહેરાત વરુણ ધવને Twitter પર કરી હતી.

Photo Courtesy: asianetnews.com

ગોવિંદા અને ડેવિડ ધવનની જોડીએ ભૂતકાળમાં અસંખ્ય હીટ ફિલ્મો આપી હતી. આ ફિલ્મોમાં રાજાબાબુ, હિરો નંબર 1, સાજન ચલે સસુરાલ મુખ્ય હતી. આ ઉપરાંત ફિલ્મ કુલી નંબર 1 નો પણ આ હીટ ફિલ્મોની યાદીમાં સમાવેશ કરી શકાય છે. હવે આ જ કુલી નંબર 1ની રિમેક જે ડેવિડ ધવન જ બનાવી રહ્યા છે તે આવી રહી છે આવતે વર્ષે એટલેકે 2020માં.

ડેવિડ ધવનના પુત્ર અને એક્ટર વરુણ ધવને આ અંગેની જાહેરાત Twitter પર કરી હતી. પોતાની Tweetમાં વરુણ ધવને લખ્યું હતું કે “આજ કા દિન, અગલે સાલ, આયેગા કુલી નંબર 1 – હોગા કમાલ!!” આ સાથે વરુણે “W. RLY. No 1 Licensed Porter” લખેલા એક બિલ્લાનો ફોટો પણ મૂક્યો હતો. આ રિમેકમાં વરુણ ધવન સાથે સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં હશે.

ન્યૂઝ એજન્સી PTIને આપેલી એક મુલાકાતમાં વરુણ ધવને જો કે સ્પષ્ટતા કરી હતી કે ઓરીજીનલ ફિલ્મમાંથી માત્ર આઈડિયા લેવામાં આવ્યો છે. ફિલ્મની કેટલીક બાબતો એકબીજા સાથે મળતી આવે છે તો કેટલીક બાબતો સાવ નવી જ હશે. આથી તેની ફિલ્મને રિમેક ન કહી શકાય.

કુલી નંબર 1 નું શુટિંગ આવનારા ઓગસ્ટ અથવાતો સપ્ટેમ્બર મહિનામાં શરુ થશે અને 1 મે 2020ના દિવસે તેને રિલીઝ કરવામાં આવશે તેમ વરુણ ધવને બાદમાં ઉમેર્યું હતું. જુડવાની રિમેક બાદ વરુણ ધવન સાથે તેના પિતા ડેવિડ ધવન આ બીજી રિમેક બનાવી રહ્યા છે. આ ફિલ્મના નિર્માતા વાશુ ભગનાની જ રહેશે જેમણે ઓરીજીનલ ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી હતી.

મૂળ કુલી નંબર 1 ફિલ્મ 1991માં રિલીઝ થઇ હતી જેમાં ગોવિંદા સાથે કરિશ્મા કપૂર, હરીશ, કંચન, સદાશિવ અમરાપુરકર, શક્તિ કપૂર અને કાદર ખાનની મુખ્ય ભૂમિકા હતી.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here