IPL 2019 | મેચ 53 | દિલ્હી કેપિટલ્સે રોયલ્સને બહારનો રસ્તો દેખાડ્યો

0
197
Photo Courtesy: Twitter

દિલ્હી કેપિટલ્સ કરતા રાજસ્થાન રોયલ્સ માટે આ મેચમાં વિજય મેળવવો વધુ જરૂરી હતો પરંતુ એ વિજય મેળવવા માટેની તેમની તૈયારી ક્યાંક ને ક્યાંક ઓછી જણાઈ.

Photo Courtesy: Twitter

દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનની પીચે આજે પોતાનો મૂળ રંગ દેખાડ્યો હતો, એટલેકે આ પીચ અત્યંત ધીમી, નીચી રહેનારી અને ટર્ન લેનારી હતી. જો કે રાજસ્થાન રોયલ્સની બેટિંગ લાઈનઅપમાં સ્પિનરોને રમી શકે એવા બેટ્સમેનો હતા પણ ખરા. પરંતુ અમિત મિશ્રાએ ઘણા સમય બાદ પોતાનું ફોર્મ દેખાડતા RRના બેટ્સમેનોને ફક્ત  બાંધી જ નહોતા રાખ્યા પરંતુ તેમને પરેશાન કરીને તેમની વિકેટો પણ લીધી હતી.

રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનો ટર્ન લેતી વિકેટ પર એટલા બધા તો મજબૂર લાગી રહ્યા હતા કે એક સમયે તેઓ સ્કોર બોર્ડ પર 100 રન પણ ઉભા કરી શકશે કે કેમ એ સવાલ ઉભો થઇ ગયો હતો. છેવટે ટેલેન્ટેડ રિયાન પરાગે ધૈર્ય દાખવીને અડધી સદી કરી હતી જેણે RRને 115ના સ્કોર પર પહોંચાડ્યું હતું જે કોઇપણ સંજોગોમાં, એટલેકે આવી પીચ પર પણ સ્વીકાર્ય કહી શકાય તેવો સ્કોર ન હતો.

દિલ્હી કેપિટલ્સની ઇનિંગની ચોથી ઓવરમાં શિખર ધવન અને પૃથ્વી શૉ ને ઈશ સોઢીએ સતત બે બોલમાં આઉટ કર્યા ત્યારે માત્ર એક ઘડી પૂરતી આશા બંધાઈ હતી, કારણકે એ સમયે DCના માત્ર 28 રન હતા. પરંતુ છેલ્લી અમુક મેચોથી પોતાની જવાબદારી સમજીને બેટિંગ કરી રહેલા રિષભ પંતે આજે પણ પોતાની આગવી બેટિંગ તો દેખાડી જ હતી, પરંતુ બેજવાબદાર બેટિંગ ન કરતા દિલ્હી કેપિટલ્સ જ્યાં સુધી મેચ જીત્યા નહીં ત્યાં સુધી આઉટ થયો ન હતો.

હવે આવીએ, પોઈન્ટ્સ ટેબલની પરિસ્થિતિ અને પ્લેઓફ્સની શક્યતાઓના આપણા રોજીંદા મુદ્દાઓ પર. તો પોઈન્ટ્સ ટેબલ આજની આ મેચ પછી વધુ સ્પષ્ટ થયું છે. દિલ્હી કેપિટલ્સ બીજા નંબરે કાયમ છે પરંતુ આવતીકાલે જો મુંબઈ ઇન્ડિયન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારી જાય તો જ તેનું બીજું સ્થાન ટકી રહેશે. હા, MI KKR સામે બહુ મોટો વિજય ન મેળવે તો પણ DCનું બીજું સ્થાન પાક્કું રહેશે.

રાજસ્થાન રોયલ્સ આ હાર સાથે ટુર્નામેન્ટની બહાર થઇ ગયું છે. અત્યારે જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઘરમાં સન રાઈઝર્સ હૈદરાબાદ રમી રહ્યું છે. જો આ મેચ SRH જીતશે તો તેણે આવતીકાલની બંને મેચો પર નજર રાખવી પડશે. કિંગ્સ ઈલેવેન પંજાબ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મોટી જીત મેળવે તો અને KKR MI સામે પણ મોટો વિજય મેળવે તો પણ તેને પ્લેઓફ્સમાં એન્ટ્રી મેળવતા તકલીફ પડી શકે છે.

બાકી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે ગુમાવવા માટે કશું જ નથી પરંતુ તે સન રાઈઝર્સ હૈદરાબાદને હરાવીને તેને નુકશાન જરૂર પહોંચાડી શકે તેમ છે.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 53 | દિલ્હી કેપિટલ્સ વિ. રાજસ્થાન રોયલ્સ

ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ, દિલ્હી

ટોસ: રાજસ્થાન રોયલ્સ (બેટિંગ)

રાજસ્થાન રોયલ્સ 115/9 (20) રન રેટ: 5.75

રિયાન પરાગ 50 (49)

અમિત મિશ્રા 3/17 (4)

ઇશાંત શર્મા 3/38 (4)

ટ્રેન્ટ બુલ્ટ 2/27 (4)

દિલ્હી કેપિટલ્સ 121/5 (16.1) રન રેટ: 7.51

રિષભ પંત 53* (38)

ઈશ સોઢી 3/26 (3.1)

શ્રેયસ ગોપાલ 2/21 (4)

પરિણામ: દિલ્હી કેપિટલ્સ 5 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: અમિત મિશ્રા

અમ્પાયરો: ઇયાન ગુલ્ડ અને અનીલ દાંડેકર | નીતિન મેનન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: એન્ડી પાયક્રોફ્ટ

પોઈન્ટ્સ ટેબલ

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here