મોટાભાગે શેરબજારમાં નિષ્ફળ જવાનું કારણ એ નથી હોતું કે રોકાણકારોને ટેકનીકલ જ્ઞાન નથી હોતું પરંતુ એ હોય છે કે એમના વિચારોને લીધે પડેલી તેમની કેટલીક ખોટી આદતો.

અમે અહી આ ચાર વાક્યોનું વિશ્લેષણ કરીએ છીએ કે જે બોલવામાં અને એ દ્વારા વર્તન કરવામાં સહેલા છે પરંતુ શેરબજારમાં રોકાણ માટે ગુનાહિત છે, અને હા, આ વાક્યો તમારાં વેલ્થ ક્રિએશન માટે બાધારૂપ પણ છે.
તો જોઈએ આ ચાર વાક્યો કયા કયા છે!
1) ઇસ બાર ટાઈમ અલગ હૈ!
શેરબજારનું વિહંગાવલોકન કરતાં ખ્યાલ આવે છે કે એ હંમેશા વોલાટાઈલ રહ્યું છે અને રહેશે. અહી બુલ્સ એન્ડ બીયર્સની ખેચાખેચી સતત થતી રહેતી હોય છે અને એથી તેજી મંદી અને ચઢઉતર રહેતી હોય છે અને આ તો હંમેશા રહેવાનું જ. કટોકટીઓ જેવી કે હર્ષદ મહેતા સ્કેમ, લેહમેન બ્રધર્સની પડતી, ડીમોનેટાઈઝેશન, ક્રુડ તેલના વધતા ભાવ, ટ્રેડવોર જેવી ગભરાહટ આવતી રહેતી હોય છે જે બજારને પાડે છે અને એની અસર અમુક સમય સુધી રહે છે.
મુદ્દો એ છે કે આ પ્રકારની સ્થિતિઓની આગાહીઓ કોઈ કરી શકતું નથી, જ્યોતિષો પણ નહિ એથી બજારને નસીબ પર છોડી દેવાને બદલે સાચા સ્ટોક પર ફોકસ કરો, જરૂર પડ્યે નિષ્ણાત સલાહકારની મદદ લો. બજાર તમારી આશા અને લાગણી મુજબ ચાલતું નથી બજાર એને જ સફળ બનાવે છે જે યોગ્ય રીસર્ચ કરે છે અને એ મુજબ સાચા શેરમાં લાંબાગાળાનું રોકાણ કરે છે.
2) કલ ઇન્વેસ્ટ કર લેંગે જલ્દી ક્યા હૈ?
30 વર્ષની ઉમરે દર મહીને રૂ 10,000 નું રોકાણ 10% ત્રિમાસિક ચક્રવૃદ્ધિ પ્રમાણે 20 વર્ષમાં 75,75,332નું ભંડોળ કરશે પરંતુ આજ રોકાણ જો 10 વર્ષ કરવામાં આવે તો થશે રૂ.20,55,684.
આકંડાઓ ખોટા નથી હોતા જેટલા વહેલા તમે બચતનું રોકાણ કરો એટલું ફળ મીઠું મળે છે વળતર આકર્ષક હોય ત્યારે કોઈપણ સમય રોકાણ માટે ઉત્તમ જ હોય છે.
3) કિતના રીટર્ન મિલેંગા એક સાલમે?
વાર્ષિક વળતર કોઈપણ રોકાણકાર માટે જરૂરી છે જ પરંતુ જયારે તમે શેરમાં રોકાણ કરો છો ત્યારે તમે એ ધંધામાં રોકાણ કરો છો અને ધંધાને સફળ થતાં સમય લાગે છે. આવું વળતર જોતાં તમારા સલાહકારને એ પ્રશ્ન પૂછો કે એ કંપનીના ફંડામેન્ટલસ કેટલા મજબુત છે કે જેથી એ લાંબાગાળે આકર્ષક વળતર આપી શકે.
4) છેલ્લે, યે શેર ખરીદ લેતે હૈ કીસીને બોલા તો અચ્છા હી હોગા!
રોકાણ માટેના ત્રણ નિયમો જ મહત્વના છે અને છે 1) રીસર્ચ 2) રીસર્ચ 3) રીસર્ચ જો કોઈ તમારો મિત્ર કે સગાં કે દલાલ તમને કોઈ શેર ખરીદવાનું કહે તો એમાં તમારી મહેનતના પૈસાનું રોકાણ કરતાં પહેલાં એ પાછળનું મહત્વનું કારણ જાણો, એ કંપનીને ઓળખો, એના ફંડામેન્ટલસ સમજો અને ભાવી કેવું છે એ જુઓ પછી પોતાનું થોડું રીસર્ચ કરો અને સમજી વિચારીને રોકાણ કરો.
આમ આ ચાર વાક્યો શેરબજારમાં રોકાણ કરવા તેમજ વેલ્થ ક્રિએશન કરવા માટે જોખમરૂપ છે.
રિસર્ચ એન્ડ રેન્કિંગ: અનુવાદ નરેશ વણજારા
આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રિસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.
આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો
આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.
eછાપું