રમઝાન માટે ખાસ વહેલું મતદાન કરાવવું શક્ય નથી: ચૂંટણી પંચ

0
122
Photo Courtesy: sentinelassam.com

ઉનાળાની અસહ્ય ગરમીમાં મુસ્લિમ મતદાતાઓ જેમણે પોતાના મતાધિકારનો પ્રયોગ કરવો છે તેમને પડનારી તકલીફને ધ્યાનમાં લઈને કરવામાં આવેલી એક અરજીના જવાબમાં ચૂંટણી પંચે મતદાનના કલાકો વધારવાથી ઇનકાર કરી દીધો છે.

Photo Courtesy: sentinelassam.com

ભારતના ચૂંટણી પંચે રમઝાન મહિનામાં સવારે 7 ને બદલે 4.30-5.00 વાગ્યે મતદાન શરુ કરાવવાની વિનંતીને નકારી દીધી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણી માટે બાકીના ત્રણ તબક્કા માટે  આ પ્રમાણે મતદાનના સમયમાં ખાસ બદલાવ કરવો તેના માટે શક્ય નથી.”

2જી મે એ સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું હતું કે જો તેનાથી શક્ય હોય તો રમઝાન મહિના માટે ખાસ ચૂંટણીના મતદાન માટેની શરૂઆત વહેલી કરાવે. સુપ્રિમ કોર્ટના આ નિર્દેશના જવાબમાં ચૂંટણી પંચે પોતાનો નિર્ણય જણાવ્યો હતો.

સુપ્રિમ કોર્ટમાં બે વકીલો મોહમ્મદ નિઝામુદ્દીન પાશા અને અસદ હયાતે એક અરજી કરી હતી જેમાં ચૂંટણી પંચને લોકસભાની હાલમાં ચાલી રહેલી ચૂંટણીઓમાં મતદાનનો સમય સવારે 7ને બદલે 4.30 અથવાતો 5 વાગ્યે કરવાનું કહ્યું હતું જેથી દરેકને મતદાન કરવાની સરખી તક મળે ખાસકરીને મુસ્લિમ સમાજને.

ઉપરોક્ત અરજીમાં જણાવ્યું હતું કે, “આટલી અસહ્ય ગરમીમાં મુસ્લિમ મતદારો માટે મતદાન મથકો પર લાઈનમાં ઉભું રહેવું અને પોતાના મતાધિકારનો પ્રયોગ કરવો મુશ્કેલીભર્યું રહેશે.” આ ઉપરાંત તેમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે સવારની ફજ્રની નમાઝ અદા કર્યાના તુરંત બાદ પણ તેમને મતદાન કરવું અઘરું રહેશે.

આ અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ અંગે તેમણે ચૂંટણી પંચને વિનંતી કરી હતી પરંતુ તેણે કોઈજ જવાબ આપ્યો ન હતો અને આથી તેમણે સુપ્રિમ કોર્ટમાં આ અંગે દાદ માંગી છે.

10 માર્ચે જ્યારે ચૂંટણી પંચે સમગ્ર ભારત માટે સાત તબક્કાની લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનરે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં મુખ્ય તહેવારો તેમજ શુક્રવારને ખાસ અવગણવામાં આવ્યા છે જેથી મતદાતાઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે.

રમઝાન મહિનો આવતીકાલથી શરુ થયો છે અને આજે સવારથી જ લોકસભાની ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન શરુ થયું છે અને હવે માત્ર બે જ તબક્કાનું મતદાન બાકી રહ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here