અર્નબ ગોસ્વામી હવે Republic TV ના સર્વેસર્વા બનવા જઈ રહ્યા છે

0
321
Photo Courtesy: Scroll.in

માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળામાં Republic TV એ નંબર 1 ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ બનવાનો વિક્રમ સ્થાપવાની સાથે સાથે એક અન્ય વિક્રમ પણ સ્થાપવાની તૈયારી કરી લીધી છે જેમાં તેના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી પણ મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.

Photo Courtesy: Scroll.in

ભારતીય મેઈન સ્ટ્રીમ મિડિયામાં એક અનોખી ઘટના ઘટવા જઈ રહી છે. Republic TV ના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ ચેનલની પેરન્ટ કંપની Asianet પાસે રહેલા Republic TV ના શેર્સ repurchased કરી લીધા છે. આમ કરવાથી બહુ જલ્દીથી આ ચેનલ તેના પોતાના જ એડિટર દ્વારા ચાલતી ચેનલ બની જશે, જે ભારતીય મિડીયામાં બહુ ઓછી બનતી ઘટનાઓમાંથી એક બની રહેશે. આટલું જ નહીં મે 2017 એટલેકે ફક્ત બે વર્ષ પહેલા જ લોન્ચ કરવામાં આવેલી આ ચેનલની માર્કેટ વેલ્યુ અત્યારે રૂ. 1,200 કરોડ જેટલી થવા જાય છે!!

Republic TV છેલ્લા 100 અઠવાડિયાથી ભારતમાં અંગ્રેજી ચેનલોમાં સતત પહેલા નંબરનું સ્થાન પણ ધરાવી રહી હોવાનું એક પ્રેસ નિવેદનમાં જ્યુપિટર કેપિટલ પ્રાઈવેટ લિમિટેડે જણાવ્યું હતું.

જ્યુપિટર કેપિટલ એક ફાઈનાન્શિયલ સર્વિસ અને ઇન્વેસ્ટમેન્ટ કંપની છે જેના Asianet એક ક્લાયન્ટ છે. Republic TV એ આ પ્રસંગે જાહેર કરેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “Repubic TV અને રિપબ્લિક મિડિયા નેટવર્કે આજે ભારતમાં બ્રોડકાસ્ટિંગના બે વર્ષ પૂર્ણ કર્યા છે. વિવિધ ડિજીટલ પ્લેટફોર્મ્સ અને ભારતમાં આગળ વધવાના ઈરાદા સાથે અમે કહી શકીએ છીએ કે હજી તો આ શરુઆત માત્ર છે. અમે આ બે વર્ષ દરમ્યાન અમારા દર્શકોના તેમના સતત સમર્થન માટે આભારી છીએ.”

જ્યુપિટર કેપિટલના સ્થાપક અને ચેરમેન જેઓ Asianetના પણ સર્વેસર્વા છે તેવા રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે તેઓ Republic TV અને અર્નબ ગોસ્વામીને મળેલી સફળતાથી ખૂબ ખૂશ છે. જ્યુપિટર કેપિટલે ખુદ આં ચેનલમાં રૂ. 30 કરોડનું રોકાણ કર્યું છે. રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે Asianet Republic TVને સતત સપોર્ટ કરતું રહેશે.

જ્યારે ચેનલના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જે રીતે Reblic TV એ હિન્દીમાં Republic ભારત ચેનલ શરુ કરી છે તેમ આગળ પણ તે અન્ય પ્લેફોર્મ પર વિકસતી રહેશે. જો કે તેમણે કંપની પોતાનો IPO ક્યારે લાવશે તેની જાણકારી આપી ન હતી.

અહીં એક હકીકત ખાસ નોંધવા જેવી છે કે છેલ્લા લગભગ પાંચ વર્ષમાં દેશના લોકોને દેશની વાત કરતી ચેનલો પ્રત્યે એક ખાસ લાગણી ઉભી થઇ છે. Republic TV સાથે Times Now, India TV અને Zee News ની સતત વધતી જતી લોકપ્રિયતા ઉપરોક્ત વિશ્લેષણના પૂરાવા છે જેના પરથી અન્ય કહેવાતી ‘તટસ્થ ચેનલોએ’ ધડો લેવાની પણ જરૂર છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here