ગુજરાતીઓ કમોસમી વરસાદના બીજા રાઉન્ડ માટે તૈયાર થઇ જાવ

0
235
Photo Courtesy: newindianexpress.com

ગુજરાતના હવામાન ખાતાની તાજી આગાહી અનુસાર આવનારા બે થી ત્રણ દિવસમાં ગુજરાતના ચાર જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના ઝાપટાં પડવાની શક્યતાઓ છે.

Photo Courtesy: newindianexpress.com

આ અઠવાડિયાની શરૂઆતમાં અંબાજી અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા. મૌસમ વિભાગે ફરીથી આગાહી કરી છે કે ગુજરાતમાં ફરીથી  ચાર જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવતા બે દિવસમાં પધારી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાતમાં 10મી અને 11મી મે ના દિવસોએ બનાસકાંઠા, કચ્છ, રાજકોટ અને અમરેલી જીલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આવનારા બે થી ત્રણ દિવસોમાં મહત્તમ તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ફેરફાર થવાની સંભાવના છે, એટલેકે ગુજરાતમાં તાપમાન કમોસમી વરસાદને કારણે આવનારા કેટલાક દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી નીચે જશે.

હવામાન ખાતાની આગાહી છે કે 10 અને 11 મે ના દિવસોએ બનાસકાંઠા, કચ્છ, રાજકોટ અને અમરેલી જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ઝડપી પવન ફૂંકાશે અને કમોસમી વરસાદના ઝાપટાં પડશે.

અગાઉ પર આ અઠવાડિયે રાજસ્થાન ઉપર એક સિસ્ટમ ઉભી થતા ઉત્તર ગુજરાતના અંબાજી વગેરે વિસ્તારોમાં વરસાદ તેમજ કરા પડ્યા હતા. કમોસમી વરસાદને લીધે રાજ્યના અમુક વિસ્તારોના નાગરિકોને તીવ્ર ગરમીમાંથી તો રાહત મળશે પરંતુ આ વિસ્તારોના ખેડૂતો માટે જરૂર ચિંતાજનક સમાચાર કહી શકાય.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here