હવે ગુજરાતમાં ડ્રાઈવિંગ લાઈસન્સની કામગીરી ઝડપી બનશે!

0
204
Photo Courtesy: iamgujarat.com

રાજ્યની વિવિધ RTO ઓફિસોમાંથી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે જનતાને પડતી તકલીફો ઓછી કરવા માટે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે કેટલાક નિર્દેશો જાહેર કર્યા છે જેના પર તત્કાલ અમલ શરુ થઇ જશે.

Photo Courtesy: iamgujarat.com

સામાન્ય જનતાને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવામાં પડી રહેલી તકલીફ અને લાઈસન્સની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા માટે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ અનુસાર હવે રાજ્યની તમામ મુખ્ય RTO ઓફિસો હવે ટ્રેક ટેસ્ટ લેવા માટે શનિવારે પણ ચાલુ રહેશે. આ ઉપરાંત લાઈસન્સની કાર્યવાહીનો સમય હવે સવારે 9 થી સાંજે 6 નો કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતની કોઇપણ RTO ઓફિસમાં કાયમ સવારથી સાંજ સુધી લાઈસન્સ કે પછી અન્ય કામો માટે સતત કામનું ભારણ દેખાતું હોય છે. આ ઉપરાંત એજન્ટ્સની તકલીફ પણ હોય છે જ. એક લાઈસન્સ મેળવવા માટે કે RTOને લગતું કોઈ કામ પૂરું કરવા સામાન્ય લોકોને આખો દિવસ RTO કચેરીમાં જ વ્યતીત કરવો પડતો હોય છે.

આમ છતાં મોટાભાગના કાર્યો બીજા દિવસ ઉપર કે અન્ય દિવસ પર પેન્ડીંગ રહી જતા હોય છે. આને કારણે સમગ્ર RTOની કાર્યવાહી ધીમી થઇ જાય છે અને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગે મહત્ત્વના નિર્ણયો લીધા છે.

આ નિર્ણયો અનુસાર હવે ટેસ્ટ ટ્રેક સરકારી અધિકારીઓ જ લઇ શકશે. રાજ્યના ચાર મહાનગરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની RTO ઓફિસો હવેથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ટ્રેક ટેસ્ટ લઇ શકશે. લાઈસન્સ પછી તે કાચા હોય કે પાકા કાર સહીત મોટા વાહનો માટે હવેથી દરરોજ 200 સ્લોટ રાખવા ફરજીયાત રહેશે જ્યારે ટુ વ્હિલર્સ માટે આ સંખ્યા દરરોજની 300 રાખવામાં આવી છે.

જ્યારે વાહન ચાલકનો ટ્રેક ટેસ્ટ ચાલી રહ્યો હશે ત્યારે સિક્યોરીટી ગાર્ડ ટ્રેકની જગ્યામાં પ્રવેશ કરી શકશે નહીં. આમ થવાથી એજન્ટોની સમસ્યા પર પણ લગામ લાગી શકશે તેવું લાગી રહ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here