ભૂમધ્ય દેશ સ્પેન અને તેના ખાનપાન અને તેની બે ખાસ રેસિપીઝ!

0
421
Photo Courtesy: tienda.com

યુરોપમાં આવેલા દેશોની રીતભાત, સંસ્કૃતિ અને ખાનપાન એકબીજાથી અલગ છે, તેમ છતાં સ્પેન એક એવો દેશ છે જેનું ખાનપાન યુરોપના અન્ય દેશોને પણ જોડે છે. ચાલો જાણીએ આવા જ રંગીલા સ્પેનની બે સ્વાદ જમાવતી રેસિપીઝ!

કોઈપણ વ્યક્તિ એ બાબત ના નકારી શકે કે કોઈપણ દેશનું રાષ્ટ્રીય ક્વીઝીન એ હમેશા જે તે દેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે, સ્પેન પણ આ બાબતમાં કોઈ નથી. એક ભૂમધ્ય દેશ તરીકે તે તેના પડોશીઓ સાથે અનેક લક્ષણોમાં સમાનતા ધરાવે છે;ખાસ કરીને તે ગુણવત્તા અને ઉત્પાદનોની વિવિધતા માટે વિશ્વમાં શ્રેષ્ઠ પૈકીનું એક હોવાથી, ફ્રાન્સ અને ઇટાલી સાથે સંબંધિત છે.

સામાન્ય રીતે, સ્પેનિશ રાંધણકળા વિવિધ તકનીક જેમકે ફેટા ચીઝનો ઉપયોગ કરીને બેકિંગ અને ગ્રીલ પર રોસ્ટીંગનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. બધી જ  પ્રાદેશિક વાનગીઓમાં અખરોટના ભૂકાનો વ્યાપક ઉપયોગ થાય છે.

સ્પેનની રાંધણકળાની અમુક વિશિષ્ટતા આ પ્રમાણેની છે:

  1. પાએલા કે જે તેના આધુનિક સ્વરૂપમાં મધ્ય 19મી સદીમાં ઉભરી, તે એક વેલેન્સિયાની ચોખામાંથી બનતી વાનગી છે. નોન-સ્પેનિયાર્ડો પાએલાને સ્પેનની રાષ્ટ્રીય વાનગી તરીકે છે જયારે મોટા ભાગના સ્પેનિયાર્ડો માટે તે ફક્ત વેલેન્સિયા પ્રદેશની વાનગી છે.
  2. Jamon (હામોન) એ હેમનું સ્પેનિશ નામ હોય તેવું લાગે છે.
  3. Tapas (તાપસ) એ સ્પેનિશ રાંધણકળામાં એપેટાઈઝર અથવા નાસ્તાની  વિશાળ વિવિધતાને કહેવામાં આવે છે. તેઓ ઠંડા (જેમકે મિશ્ર ઓલિવ અને ચીઝ તરીકે) અથવા ગરમ (જેમકે ચોપીતોસ કે જેને છુન્દેલા હોય) હોઈ શકે છે.
  4. સ્પેન એ ચીઝનો દેશ છે જ્યાં વિતરણ કંપની દ્વારા વિવધ ચીઝના વિતરણનું વિશાળ માર્કેટ છે, જેમાં વિવિધ જાતના ફર્મ  ચીઝ, ફ્રેશ ચીઝ, બ્લુ ચીઝ અને ક્રીમ ચીઝનું વિતરણ કરવામાં આવે છે.
  5. સ્પેનના દરેક પ્રાદેશિક ક્વીઝીનમાં વાઈન એક મહત્વનું એલિમેન્ટ છે. ફ્રાંસ અને ઇટાલીની સાથે સ્પેન વિશ્વનું ત્રીજું લાર્જેસ્ટ વાઈન પ્રોડ્યુસર છે.

પટાટા બ્રાવાસ

Photo Courtesy: tienda.com

સામગ્રી:

1 કિગ્રા બટાકા, 1-ઇંચ-જાડા વેજીસમાં કાપેલા

3 TBS. ઓલિવ તેલ

3 tsp. છુન્દેલું લસણ,

1 tsp. પૅપ્રિકા, અથવા સ્વાદમુજબ વધુ

¾ કપ છુન્દેલા ટામેટાં

રીત:

  1. 425° ફે (200 સે.) પર ઓવેનને Preheat કરવું. 2 TBS તેલને બટાકામાં બરાબર ભેળવો. મોટી બેકિંગ શીટ પર ફેલાવો. તેમાં મીઠું અને મરી ભેળવો અને લગભગ 20 મિનીટ સુધી શેકો, અથવા બટાટા તળિયે સોનેરી થાય ત્યાં સુધી શેકો. કાળજીપૂર્વક બટાકાને પલટો અને બીજી બાજુ લગભગ 8 મિનીટ સુધી અથવા સોનેરી થાય ત્યાં સુધી શેકો. 1 tsp લસણ ભભરાવો. બટાકાને સર્વિંગ ડીશમાં મૂકો.
  2. દરમિયાન બીજી બાજુ 1 TBS તેલને એક નાની તપેલીમાં ગરમ કરો, તેમાં બાકી રહેલું  2 tsp લસણ ઉમેરો અને 30 સેકન્ડ માટે સાંતળો
  3. પૅપ્રિકા ઉમેરવા, 10 સેકન્ડ માટે સાંતળો,તેમાં ટામેટાં ઉમેરી હલાવો. જરૂર મુજબ મીઠું અને મરી ઉમેરો અને 10 મિનીટ સુધી ઉકાળવા દો
  4. આ સોસ સાથે બટાકા સર્વ કરવા

ગાઝપાચો

Photo Courtesy: epicurious.com

સામગ્રી:

3/4 કપ ટામેટા રસ

1/4 ડુંગળી, ઝીણી  સમારેલી

1/4 લીલા કેપ્સીકમ, ઝીણી સમારેલી

1/4 કાકડી ઝીણી સમારેલી

1/3 કપ સમારેલા ટમેટાં

3/8 લીલી ડુંગળી ઝીણી સમારેલી

1/4 કળી લસણ છુન્દેલું

1-3 / 4 નાની ચમચી તાજી લીંબુનો રસ

1-1 / 4 નાની ચમચી સરકો

1/4 ચમચી સૂકવેલી બેઝીલ/તુલસી

2-1 / 2 નાની ચમચી સમારેલી કોથમીર

1/4 ચમચી સફેદ ખાંડ

મીઠું અને મરી સ્વાદ મુજબ

રીત:

  1. એક બ્લેન્ડર અથવા ફૂડ પ્રોસેસરમાં બધી જ સામગ્રી ભેગી કરો.
  2. મિશ્રણ બરાબર મિક્સ થઇ જાય  પરંતુ સહેજ ચંકી રહે ત્યાં સુધી મિક્સ કરો .
  3. પીરસતાં પહેલાં ઓછામાં ઓછા 2 કલાક ચિલ કરો અને ઠંડો સર્વ કરો.

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here