બ્રિટનની પ્રખ્યાત રિટેઈલ બ્રાંડ હેમ્લીઝને મુકેશ અંબાણીની રિલાયન્સે ખરીદી લીધી

0
129
Photo Courtesy: itv.com

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગઈકાલે થયેલી જાહેરાત અનુસાર તેણે બ્રિટનની રમકડા વેંચતી પ્રખ્યાત બ્રાન્ડ હેમ્લીઝને ખરીદી લીધી છે. આમ હવે રિલાયન્સ વૈશ્વિક સ્તરે રિટેઈલ બિઝનેસમાં આગળ વધશે.

Photo Courtesy: itv.com

મુંબઈ: મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બ્રિટીશ ટોય (રમકડાં) રિટેઈલર હેમ્લીઝને ખરીદી લીધી છે. આ અંગેની જાહેરાત ગઈકાલે મુંબઈમાં કરવામાં આવી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે હાલમાં ઓઈલ રિફાઈનરીથી માંડીને ટેલિકોમ સુધીના તમામ બિઝનેસ કરે છે તે હવે ધીમેધીમે ગ્રાહકલક્ષી રિટેઈલીંગમાં પણ પોતાનું સ્થાન જમાવી રહી છે અને હવે તે તેને વિશ્વસ્તરે ફેલાવવા માંગે છે.

પોતાની રિલાયન્સ બ્રાન્ડ્સ સબસીડરી દ્વારા તેણે હોંગકોંગ સ્થિત C બેનર ઇન્ટરનેશનલ હોલ્ડીન્ગ્સ પાસેથી હેમ્લીઝને ખરીદી લીધી છે. આ ખરીદી બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ઓવરસીઝ રિટેઈલ બ્રાન્ડ બનવા તરફ આગળ વધી રહી છે.

રિલાયન્સ બ્રાન્ડ્ઝના ચીફ એક્ઝીક્યુટીવ દર્શન મહેતાએ આ પ્રસંગે કહ્યું હતું કે, “અતિપ્રતિષ્ઠિત હેમ્લીઝ બ્રાંડના વિશ્વસ્તરે પ્રાપ્તિથી રિલાયન્સ હવે વૈશ્વિક રિટેઈલ બજારમાં આગળ પડતો ભાગ ભજવવા માટે તૈયાર છે.”

રિલાયન્સ જો કે હાલમાં પણ ભારતમાં હેમ્લીઝના ઉત્પાદનો વેંચવાનું લાઈસન્સ ધરાવે છે.

હેમ્લીઝના ઈતિહાસ પર નજર કરતા ખ્યાલ આવે છે કે 1760માં તેની સ્થાપના થઇ હતી અને તે બાળકો અને મોટાઓ દરેકના મનોરંજન માટેના રમકડાં બનાવે છે અને તેનો મુખ્ય સ્ટોર સેન્ટ્રલ લંડનની રીજન્ટ સ્ટ્રીટ પર આવેલો છે જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.

હેમ્લીઝે તેના ઇતિહાસમાં તમામ મંદી તેમજ વિશ્વયુદ્ધના બોમ્બ પણ સહન કર્યા હતા અને તેના માલિકો અસંખ્ય વખત બદલાયા છે. છેલ્લે 2015માં તેને ફ્રાન્સની ગ્રુપ લુદેન્દો દ્વારા ખરીદવામાં આવી હતી.

કુલ 18 દેશોમાં 167 સ્ટોર ચલાવતી હેમ્લીઝના સહુથી વધુ સ્ટોર્સ ભારતમાં છે! રિલાયન્સ પાસે જ તેની માસ્ટર ફ્રેન્ચાઇઝી છે અને તે 29 ભારતીય શહેરોમાં 88 હેમ્લીઝ સ્ટોર્સ ચલાવે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here