VIDEO: મુંબાદેવીના દર્શને આવેલા વાડ્રાને ‘મોદી મોદી’ સૂત્રોનો સામનો કરવો પડ્યો

0
93
Photo Courtesy: sandesh.com

રોબર્ટ વાડ્રા ગઈકાલે જ્યારે મુંબઈની દેવી મુંબાદેવીના દર્શને આવ્યા હતા ત્યારે તેમને સ્થાનિકો તરફથી ‘મોદી મોદી’ ના સુત્રોચ્ચારોનો સામનો કરવો પડ્યો હતો!

Photo Courtesy: sandesh.com

મુંબઈ: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રાના પતિ અને આજકાલ અનેક મામલાઓમાં ED ઓફિસના ચક્કર કાપી રહેલા રોબર્ટ વાડ્રાને મુંબઈના મુંબાદેવી મંદિર પાસે ‘મોદી મોદી’ ના સુત્રોનો સામનો કરવો પડ્યો છે. રોબર્ટ વાડ્રા ગઈકાલે અહીં મુંબાદેવીના દર્શને આવ્યા હતા.

મુંબાદેવીને મુંબઈની દેવી માનવા આવે છે અને તે દક્ષિણ મુંબઈના કોલાબામાં આવેલા ઝવેરી બજાર વિસ્તારમાં સ્થિત છે. અહીં રોબર્ટ વાડ્રા ગઈકાલે લગભગ બપોરે બાર વાગ્યે પહોંચ્યા હતા. અહીં આવીને તેમણે મુંબાદેવીના દર્શન તો કર્યા હતા પરંતુ તેની સાથે સાથે અનુષ્ઠાન પણ કર્યું હતું.

જ્યારે વાડ્રા મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ટીવી ચેનલના પત્રકારો તેમને ઘેરી વળ્યા હતા અને તેમને ચૂંટણી વિષે સવાલો પૂછવા લાગ્યા હતા. આ પત્રકારોને રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે તેઓ એક ધાર્મિક કાર્ય માટે અહીં આવ્યા છે આથી અત્યારે રાજકીય ચર્ચા કરવી તેમના માટે શક્ય નથી.

આ જ સમયે આસપાસ ભેગી થયેલી ભીડે અચાનક જ ‘મોદી મોદી’ ના સુત્રો શરુ કરી દીધા હતા. જ્યારે રોબર્ટ વાડ્રા ત્યાંથી નીકળી ગયા ત્યારે પત્રકારોએ આ લોકોને પૂછ્યું હતું કે શું તેઓ ભાજપના કાર્યકર્તાઓ છે? ત્યારે તેમણે કહ્યું કે તેઓ ભાજપના કાર્યકર્તાઓ નથી પરંતુ સ્થાનિકો છે અને મોદી સમર્થકો છે અને આથી જ તેઓ રોબર્ટ વાડ્રા સમક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં સૂત્રો પોકારીને તેમને એક સંદેશ આપવા માંગતા હતા.

આ દરમ્યાન એવી માહિતી પણ મળી છે કે જ્યાં સુધી રોબર્ટ વાડ્રા મુંબાદેવી મંદિર પરિસરમાં રહ્યા હતા ત્યાં સુધી VIP દર્શન થઇ રહ્યા હોવાને કારણે સામાન્ય લોકોને દર્શન કરવા દેવામાં આવ્યા ન હતા અને તેમને મુંબાદેવીના દર્શન કરવા ઘણો લાંબો સમય રાહ જોવી પડી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here