ખુશખબર: JIO દ્વારા હાલના ગ્રાહકોને આપી એક અનોખી ભેટ!

0
123
Photo Courtesy: smartprix.com

ભારતના મોબાઈલ ડેટા બજારમાં ક્રાંતિ લાવનાર Reliance Jio એક નવી ઓફર લઈને આવ્યું છે. આ ઓફર રિલાયન્સ જીયોના હાલના ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે, પરંતુ નવા ગ્રાહકોએ પણ નિરાશ થવાની જરૂર નથી.

Photo Courtesy: smartprix.com

શું તમે પણ રિલાયન્સ જીઓના ગ્રાહક છો? તો તમારા માટે JIO દ્વારા એક ખાસ ખુશખબર છે. રિલાયન્સ જીઓ પોતાના હાલના ગ્રાહકો માટે પ્રાઈમ મેમ્બરશીપ ઓટો રિન્યુ કરી રહ્યું છે. હવે JIOના હાલના ગ્રાહકો વધુ એક વર્ષ માટે તેની વિવિધ સેવાઓ નિશુલ્ક માણી શકશે.

એક વેબસાઈટમાં આવેલા રિપોર્ટ અનુસાર ગ્રાહકોએ પોતાની જીઓ પ્રાઈમની મેમ્બરશીપ રિન્યુ કરવા માટે જાતે કશું જ કરવાનું નથી. કંપની ખુદ ઓટોમેટિકલી આ ઓફર રિન્યુ કરી આપશે. જે લોકોને આ પ્રાઈમ મેમ્બરશીપ પોતાને મળી છે કે કેમ તેનું જ્ઞાન ન હોય તેમણે My Jo App ડાઉનલોડ કરવાની રહેશે.

જો તમે ઓલરેડી આ એપ ડાઉનલોડ કરી લીધી હોય તો તમારે આ એપ ઓપન કરીને તેની ડાબી તરફ મેન્યુ પર ટેપ કરવાનું રહેશે. અહીં My Plan સેક્શન પર ટેપ કરવાથી પ્રાઈમ મેમ્બરશિપનો વિકલ્પ જોવા મળશે. અહીં તમે જોઈ શકશો કે JIO એ તમારી મેમ્બરશીપ ઓટોમેટિકલી રિન્યુ કરી છે કે નહીં.

જીઓ પ્રાઈમ મેમ્બરશીપ ધરાવનાર ગ્રાહકો જીઓ સિનેમા, જીઓ ટીવી, જીઓ મ્યુઝિક જેવી એપનો નિશુલ્ક ઉપયોગ ચાલુ રાખી શકશે. આ ઉપરાંત પ્રાઈમ મેમ્બરશીપ ધરાવનાર ગ્રાહકો વધારાનો ડેટા અને ઓફરો તદ્દન વ્યાજબી ભાવે મેળવવાનું પણ ચાલુ રાખી શકશે જે સામાન્ય JIO ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી હોતી.

હાલમાં જીઓની પ્રાઈમ મેમ્બરશીપ પ્રતિવર્ષ 99 રૂપિયા છે અને આ નવી ઓફર અત્યારે જેમની પાસે પ્રાઈમ મેમ્બરશિપ છે તેમના માટે જ છે. જો તમે Reliance Jio ના નવા ગ્રાહક છો તો તમારે આ પ્રાઈમ મેમ્બરશીપ મેળવવા માટે 99 રૂપિયા આપવા પડશે!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here