અનોખું: AMC આયોજીત કરી રહ્યું છે અનોખી ‘કચરો ઉપાડો મેરેથોન!’

0
282
Photo Courtesy: amazonaws.com

આવનારી 26 તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક અનોખી કચરો ઉપાડો દોડનું આયોજન કર્યું છે જેનો મૂળ હેતુ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

Photo Courtesy: amazonaws.com

અમદાવાદ: મેરેથોન દોડ તો આપણે બધાએ જોઈ છે, પરંતુ આવનારી 26 તારીખે અમદાવાદમાં એક અનોખી મેરેથોન દોડ યોજાઈ રહી છે. આ મેરેથોનને ‘Plogging Run’ કહેવામાં આવે છે જે વિદેશોમાં ખાસકરીને યુરોપના દેશોમાં ઘણી લોકપ્રિય છે. અંગ્રેજી શબ્દ Ploggingનો સીધો અર્થ ઉપાડવું થાય છે. પરંતુ આ દોડમાં કચરો ઉપાડવાની વાત છે.

આ એક એવી અનોખી દોડ છે જેમાં દોડનારા વ્યક્તિઓ દોડતી વખતે રસ્તામાં પડેલો કચરો ઉપાડે છે અને પોતાની પાસે રહેલી થેલીમાં ભરે છે. આ માટે તેણે દોડવાની સાથે રોકાઈને ઝૂકીને કચરો ઉપાડવાની વધારાની કસરત કરવી પડે છે. આવનારી 26 મે ના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક ખાનગી કંપની સાથે જોડાઈને આ પ્રકારે Plogging Runનું આયોજન કરી રહી છે.

AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દોડ 5 કિલોમીટરની રહેશે અને SG હાઈવે પર આવેલા વેસ્ટ ગેટથી શરુ થશે અને પૂર્ણ પણ થશે. આ દોડમાં દોડવીરો પ્રહલાદ નગર ચાર રસ્તાથી આનંદ નગર જશે અને એ જ રસ્તે પરત થશે. આ રસ્તે દોડતી વખતે દોડવીરો તેમને રસ્તામાં દેખાય તે તમામ કચરો ઉપાડીને રસ્તાની બાજુમાં જગ્યા જગ્યાએ મુકેલી કચરા પેટીઓમાં નાખવાનો રહેશે.

અમદાવાદ અગાઉ ભારતમાં આ પ્રકારની Plogging Run બેંગલુરુ, મુંબઈ અને હૈદરાબાદમાં પણ આયોજીત થઇ ચૂકી છે. AMC દ્વારા આ પ્રકારે દોડનું આયોજન કરવાનો હેતુ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું છે. અમદાવાદને ગત સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના ટોચના સ્વચ્છ શહેરોમાં પસંદ કરવામાં આવ્યું હતું.  AMCનો દાવો છે કે મોટી સંખ્યામાં જોગર્સ આ દોડમાં હિસ્સો લેશે અને એક નવા પ્રકારની દોડનો આનંદ પણ ઉઠાવશે અને અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવામાં પોતાનું નાનું પ્રદાન પણ આપશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here