મણિશંકર ઐયર કહે છે કે તેમની નીચ કમેન્ટનો જુદો અર્થ નીકળવામાં આવ્યો

0
335
Photo Courtesy: financialexpress.com

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયર આ કાલ્પનિક ઇન્ટરવ્યુમાં એવો ખુલાસો કહે છે કે તેમના નીચ કહેવા પાછળનો મલતબ અલગ હતો એ નહીં જેને લોકો તે સમયે સમજ્યા હતા!

Photo Courtesy: financialexpress.com

વેલકમ બેક અગેઇન ટુ યોર ફેવરિટ શો… fryday ફ્રાયમ્સ… મિત્રો, એન્કરનું કાર્ય છે …. એક દિવસીય ક્રિકેટ જ્યારે શરૂઆતના તબક્કામાં હતું ત્યારે એક તરફ મર્યાદિત ઓવરોમાં મહત્તમ રન બનાવવાની જવાબદારી અને બીજી તરફ પચાસ ઓવર સુધી ટકવાની આવશ્યકતા…. આ બંને વચ્ચેનું અનુસંધાન સાધવા ટીમના સૌથી ભરોસાપાત્ર ખેલાડીને એન્કરનો રોલ ભજવવો પડે … જ્યારે વિકેટ પર ટકવું મુશ્કેલ હોય તો એવી સ્થિતિમાં આવા ખેલાડીએ જાણી જોઈને ધીમું રમવું પડે કે જેથી તેની વિકેટ ગુમાવવાનો વારો ના આવે…

વિરોધી ટીમના ખેલાડીઓ અને પ્રશંસકો પણ આવો ખેલાડી આઉટ ના થાય એ માટે પ્રાર્થના કરે… ઘણી વખત એન્કરે ભરાવેલો અંકોડો એની ટિમ માટે ગળાનો ફાંસો બનીને રહે… આજ કાલ રાજકારણમાં પણ આવું જ કંઈક બની રહ્યું છે… કેટલાક નેતાઓના મુખમાંથી સરતા શબ્દો એમના પોતાના પક્ષ કરતાં વિરોધી પક્ષને વધુ ફાયદો કરાવે….  અને એ બાબત માટે સૌથી વિખ્યાત અને થોડા સમયથી ગુમનામ થયેલ કોંગ્રેસી નેતા શ્રી મણિ શંકર ઐયર આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે…. Give him a big round of applause….

પંકજ પંડ્યા : વેલકમ સર…

મણિશંકર ઐયર : આભાર…

પંકજ પંડ્યા : બહુ વાર લગાડી તમે…

મણિશંકર ઐયર : તમારા કરતાં હું પહેલાં આવી ગયેલો પણ તમે નહોતા પધાર્યા એટલે બહાર કીટલી પર ચા પીવા ઊભો રહી ગયેલો….

પંકજ પંડ્યા : તમારે રાહ જોવી પડી એ બદલ સોરી… પણ હું ચૂંટણી ટાણે માર્કેટમાં અવવામાં તમે વાર લગાડી એ અંગે કહેતો હતો…

મણિશંકર ઐયર : એ માટે તમારે રાહ જોવી પડી એ બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું…

પંકજ પંડ્યા :  તમારા માટે આજ કાલ ગીત ગવાય છે… દેર લગા દી.. આને મેં.. શુકર હૈ ફિર ભીઆયે તો

મણિશંકર ઐયર : હાહાહાહા…  પણ એ લોકો એવું નથી કહેતા કે… આઈએ.. કોંગ્રેસ કા.. ઇન્તજાર થા….

પંકજ પંડ્યા : ઐસે તો વો લોગો કો AAP કા ભી ઇન્તજાર નહિ હૈ….

મણિશંકર ઐયર : હાહાહાહા…

પંકજ પંડ્યા : btw તમે આટલો સમય ખેંચી કાઢ્યો.. તો હવે માત્ર એક અઠવાડિયું જ બાકી હતું ને કેમ પ્રગટ થવું પડ્યું ?

મણિશંકર ઐયર : એક માણસ કેટલું કંટ્રોલ કરે ?

પંકજ પંડ્યા : એ સાચું…

મણિશંકર ઐયર : અને હવે મોટા ભાગનું ઇલેક્શન પતી ગયું છે એટલે બહુ ડેમેજ કંટ્રોલ પણ ના કરવાનું રહે…

પંકજ પંડ્યા : એ પણ સાચું..

મણિશંકર ઐયર : મને એ વાતનો સંતોષ છે કે મારી ખોટ કોઈએ પૂરી કરી દીધી…

પંકજ પંડ્યા : કોણે ?

મણિશંકર ઐયર : સામ પિત્રોડાએ…

પંકજ પંડ્યા : પણ એમાં એ મજા નહોતી….

મણિશંકર ઐયર : આભાર મારા પરના એ વિશ્વાસ માટે…

પંકજ પંડ્યા : શ્રદ્ધા છે લોકોને તમારા પર…

મણિશંકર ઐયર : અને તોય એ જ લોકોએ બાલાકોટમાં મારુ શ્રાદ્ધ કરી નાખ્યું…

પંકજ પંડ્યા : મોદી વિશે શું માનો છો ?

મણિશંકર ઐયર : વિરોધી પક્ષના નેતા છે એટલે એમના વખાણ તો ના કરી શકું… But he has created a niche for him self….

પંકજ પંડ્યા : ઓહ… તમે વખાણ કરવા માટે થઈને niche શબ્દ વાપર્યો… અને લોકો નીચ સમજી બેઠા…

મણિશંકર ઐયર : હવે શું થઈ શકે ?… હુઆ.. તો હુઆ

પંકજ પંડ્યા : કહીં આપ…. વો હી તો નહીં ?

મણિશંકર ઐયર : હમ સબ એક હૈ…

પંકજ પંડ્યા : હાહાહાહા…

મણિશંકર ઐયર : અને આમેય મને કોઈ સિરિયસલી નથી લેતું… હું કોઈને nich કહું તો એને inch જેટલો પણ ફરક નથી પડતો…

પંકજ પંડ્યા : એવું ના કહો… તમને તો બહુ સિરિયસલી લેવાય છે…  ભાજપનું 2014નું કેમ્પઈન ચાય પે ચર્ચાતમારી જ દેણ હતી… આ વખતે પણ એ લોકોએ તમારી બહુ રાહ જોઈ… છેવટે ખુદ રાહુલ ગાંધીએ તમારો કાર્યભાર સંભાળ્યો…

મણિશંકર ઐયર : so niche… Sorry.. nice of him… Love you Rahulji…

પંકજ પંડ્યા : તમે મહિનાઓ સુધી દુનિયાથી અલિપ્ત રહ્યા…. એ પણ એવા સમયે કે જ્યારે ભારતમાં ચૂંટણીનું વાતાવરણ ચરમ સીમાએ હતું… અકળામણ નહોતી થતી ?

મણિશંકર ઐયર : પ્રેશર સહન ના થયું એટલે તો છેલ્લી ઘડીએ પણ દોડી આવ્યો… હવે પાંચ વર્ષનો સ્ટોક લઈને આવ્યો છું…

પંકજ પંડ્યા : તમારી અંગત મહત્વકાંક્ષાઓ ખરી ?

મણિશંકર ઐયર : કહેના કયા ચાહતે હો ?

પંકજ પંડ્યા : તમને ક્યારેય એવું મન થાય ખરું કે તક મળે તો વડા પ્રધાનની ખુરશી શોભાયમાન કરું…

મણિશંકર ઐયર : હું કોંગ્રેસ પક્ષને શિસ્તથી વરેલો કાર્યકર છું.. મને જે પણ જવાબદારી મળે એ સુપેરે નિભાવવાની કોશિશ કરું છું… મારા કોઈ અંગત ઇરાદાઓ નથી… હું ક્યારેય અંગત સ્વાર્થ માટે કોઈ પણ પ્રકારનું પગલું ના ભરી શકું… ઐયર છું.. ઐયાર નહિ…

પંકજ પંડ્યા : વાહ..  માન ગયે… તમને ક્યારેય EC એટલે કે ઇલેક્શન કમિશનનો ડર લાગ્યો છે ?

મણિશંકર ઐયર : હું એવા નિવેદનો કરું જ નહીં કે EC એ કોઈ પગલાં ભરવા પડે અને એ જોખમ લેવું મારા માટે ઘાતક નીવડે… EC કે risk મેં ખુદ કો મિટા દુંઊંઊંઊંઊંઊંઊં.. ઊંહો નહિ સકતાહો નહિ સકતા

પંકજ પંડ્યા : વાહ… તમારી જોડે વાતો કરવાની ખૂબ મજા આવી… આવતા સપ્તાહે રજૂ થનાર પરિણામો માટે શુભેચ્છાઓ… આભાર…

મણિશંકર ઐયર : આભાર….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here