એક્ઝીટ પોલની અસર રૂપે ગઈકાલે સેન્સેક્સ એક જ દિવસમાં 1400 પોઈન્ટ થી વધુ વધ્યો, તો આવા સંજોગોમાં રોકાણકારોએ શું કરવું જોઈએ? ચાલો જાણીએ!

સૌ પહેલા તો FOMO FMOફેક્ટરથી બચવું જોઈએ. FOMO એટલે ફીયર ઓફ મિસીન્ગ આઉટ એટલેકે તમે લઇ ગયા અને અમે રહી ગયા એવી માનસિકતાથી દુર, પર રહેવું જોઈએ અને ઉતાવળે રોકાણ કરવું ના જોઈએ શાંતિ રાખવી મન શાંત રાખવું. બજારમાં તેજી મંદી તો આવતી જ રહેતી હોય છે આજે સેન્સેક્સનો PE રેશિયો 28 થી વધુ થયો છે એ ઉચો ગણાય માટે રીએક્શન ગમેત્યારે આવી શકે છે.
ચુંટણીના વાસ્તવિક રીઝલ્ટ ન આવે ત્યાં સુધી સાવચેત રહેવું. હાલ સ્મોલ કેપ અને મીડ કેપમાં રોકાણ કરવા ટાળવું. રીઝલ્ટ આવ્યા બાદ રોકાણ કરી શકાય કારણકે બંને ઇન્ડેક્સ એના ૫૨ અઠવાડિયાના સૌથી ઉચા કરતા 15% થી 20% નીચે છે અને આમાં જે માર્કેટ લીડર હોય એમાં જ રોકાણ કરવાની ધીમે ધીમે શરૂઆત કરવી જોઈએ.
ઇકોનોમીની વાત કરીએ તો ગ્રાહકની માંગ ઘટી રહી છે એથી કોઈપણ સરકાર આવે આ મુદ્દાને એણે સૌથી પહેલા ધ્યાનમાં લેવો પડશે અને સામે ચોમાસું છે એ કેવું જશે એના પર પણ આધાર રહેશે એથી લાંબાગાળાના રોકાણકારે ડર્યા વિના તેજીની મઝા માણવી પણ રોકાણ તો ધીમે ધીમે જ કરવું
અહીં આપવામાં આવેલી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.
eછાપું