RISAT-2B: આતંકવાદીઓની હિલચાલ પર અવકાશમાં ભારતની આંખ

0
291
Photo Courtesy: twitter.com/isro

કૃષિ, જંગલો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ જાસૂસી જેવી મહત્ત્વની કામગીરીમાં મદદરૂપ થાય તેવા RISAT-2B સેટેલાઈટનું આજે વહેલી સવારે ISRO દ્વારા સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.

Photo Courtesy: twitter.com/isro

ભારતની જાસૂસી ક્ષમતા તેમજ રેડાર ઈમેજીનીંગ ક્ષમતામાં વધારો કરવા માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે સવારે લગભગ સાડા પાંચ વાગ્યે શ્રીહરિકોટાથી RISAT-2B સેટેલાઈટને તેના પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ PSLV-C46 દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વેબસાઈટ પર પ્રકાશિત એક અહેવાલ અનુસાર આ લોન્ચ અત્યંત નોંધપાત્ર છે કારણકે ભારતનો છેલ્લો રેડાર ઈમેજીનીંગ સેટેલાઈટ જે RISAT સિરીઝનો હિસ્સો હતો તેને આઠ વર્ષ આગાઉ 26 એપ્રિલ 2012 ના દિવસે લોન્ચ કરવામાં આવ્યો હતો જેનું નામ RISAT-1 હતું. આ મિશનનો સમય પાંચ વર્ષનો હતો.

RISAT-2Bનો સમયગાળો પણ પાંચ વર્ષનો છે. આ સેટેલાઈટના X-band રેડાર કૃષિ, જંગલ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાયરૂપ બનશે. આ ઉપરાંત આ રેડાર વાદળોની જાડી સપાટી માંથી પણ જોઈ શકતું હોવાથી તે મેદાનમાં હાજર છુપાવવામાં આવેલી વસ્તુઓ પણ આસાનીથી ઓળખી શકશે. આમ સરહદપારની આતંકવાદી વિધિઓ પર પણ આ સેટેલાઈટ દ્વારા નજર રાખી શકાશે.

PSLV-C46ને RISAT-2Bને 500 કિમી દૂર આવેલી તેની નિશ્ચિત કરવામાં આવેલી ભ્રમણકક્ષામાં મુકતા માત્ર 15 મિનીટ લાગી હતી. આ મિશન તેની સાથે ભારતમાં જ બનાવવામાં આવેલું વિક્રમ પ્રોસેસર લઇ ગયું છે જેને સેમી કંડકટર લેબોરેટરી દ્વારા બનાવવામાં આવ્યું છે અને તે એક ઓછું મૂલ્ય ધરાવતી મદદરૂપ નેવિગેશન સિસ્ટમ છે.

વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર એસ સોમનાથના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં ISROના તમામ મિશનોમાં વિક્રમ પ્રોસેસર મુખ્ય પ્રોસેસર તરીકે કાર્યરત થઇ જશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here