બીજી મુદત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પ્રાથમિકતાઓ ગણાવે છે

0
135
Photo Courtesy: moneycontrol.com

અભૂતપૂર્વ અને ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આ કાલ્પનિક મુલાકાતમાં ફરીથી ભારતના વડાપ્રધાન બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદી પોતાની હવેની મુદતની પ્રાથમિકતાઓ ગણાવી રહ્યા છે.

Photo Courtesy: moneycontrol.com

વેલકમ બેક અગેઇન ટુ યોર ફેવરિટ શો fryday ફ્રાયમ્સ !!!!!!  ભારતના લોકશાહીના પર્વ સમાન સામાન્ય ચૂંટણીના સાતેય ચરણ સંપન્ન થઈ ચૂક્યા છે…  આચાર સંહિતા સમાપ્ત થઈ ચૂકી છે…  બે મહિના વાગતાં રહેલાં પ્રચારનાં ઢોલ નગારાં ક્યાંક હવે જીતની ઊજવણીના ભાગરૂપે વધુ જોરશોરથી વાગી રહ્યાં છે તો બીજી તરફ પરાજીત ઉમેદવારોને ત્યાં ગમગીનીનો માહોલ છે… મિત્રો, વધુ સમય ન લેતાં તમને આજના આપણા fryday ફ્રાયમ્સના અત્યંત ખાસ મહેમાન વિશે જણાવી દઉં…..

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

વાહ… હું તમને બતાવું… એ પહેલાં જ તમે સમજી ગયા…. તમે બિલકુલ સાચા છો… તો આપણી વચ્ચે થોડી જ ક્ષણોમાં પધારી રહ્યા છે…  દેશની… લોકસભાની… 17મી સામાન્ય ચૂંટણીમાં તમામ પોલિટિકલ પંડિતોનાં અનુમાનોને રીતસર ધરાશાયી કરીને… આખા જગતને ચોંકાવી દેતાં પરિણામ મેળવી દિલ્હીની ગાદી પર વધુ એક વખત બિરાજમાન થવા જઈ રહેલા માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી…. જોરદાર તાળીઓથી વધાવી લો….

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા : મોદીજી,  fryday ફ્રાયમ્સમાં આપનું શાનદાર અને જાનદાર સ્વાગત છે… સૌપ્રથમ તો લોકસભાની ચૂંટણીમાં  બીજેપીને મળેલ અભૂતપૂર્વ વિજય માટે લાખ લાખ અભિનંદન….

નરેન્દ્ર મોદી : ખૂબ ખૂબ આભાર…. ભારત માતા કી જય…. ભારત માતા કી.. આ માત્ર મારી, ભાજપની કે એનડીએ ની જ નહીં.. પણ દેશની સવાસો કરોડ જનતાની જીત છે…

( જય…….મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા : આજ પહેલી વખત fryday ફ્રાયમ્સનું મંચ અદભૂત રીતે ગૂંજી ઊઠ્યું છે….

ન.મો. : આ ગૂંજી ઊઠે એને ગૂંજામાં ના ભરી રાખતા…

ગમતું મળે તો એને ગુંજે ના ભરીએ.. ગમતાંનો કરીએ ગુલાલ…

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા : ખરેખર.. જ્યાં જુઓ ત્યાં ગુલાલની છોળો ઊડી રહી છે… જબરજસ્ત જશ્નનો માહોલ છે…. તમને આવા જ પરિણામોની આશા હતી ? રાજકીય વિશ્લેષકોને તો ક્યાંય મોદી લહેર દેખાતી નહોતી…

ન.મો. :  લહેર તો નહોતી જ….

પંકજ પંડ્યા : તો શું હતું ?

ન.મો. : ત્સુનામી…..

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા : અને ત્સુનામી પણ કેવી અનામી ?!!! કોઈને ખબર પણ ના પડે કે કોની છે ? પેલું શું કહે છે પોલિટિકલ ભાષામાં…. હા અન્ડર કરંટ…..

ન.મો. : ચૂંટણી એક એવું રણ મેદાન છે કે જેમાં તમે ડર સાથે ઝંપલાવો તો પરિણામ કરંટ લાગે એવું આવે…. પણ જો તમે ડરને un-ડર કરી દો તો અંડર કરંટ નામક સુનામી પ્રાપ્ત કરવા સદભાગી બનો…

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા :  વાહ…. આ પરિણામોથી તમારા રાજકીય દુશ્મનોમાં શોકનો માહોલ વર્તાઈ રહ્યો છે….

ન.મો. : દુશ્મન જેવું કશું નથી… વિચારોની લડાઈ માત્ર છે…  તમે નહિ માનો… અમે બધા ભેગા મળીને ક્રિકેટ પણ રમેલા… અમારી ટીમનો હું કેપ્ટન હતો..

પંકજ પંડ્યા : તમારી જ ટીમ વિજેતા બની હશે…

ન.મો. : ના… અમારી ટીમ હારી ગયેલી… સામેની ટીમના કેપ્ટન દ્વારા જબરદસ્ત પરફોર્મન્સ થયેલું… અને એ મેન ઓફ ધ મેચ જાહેર થયેલા…

પંકજ પંડ્યા : કોણ… રાહુલ ગાંધી ?

ન.મો. : ના… અરવિંદ કેજરીવાલ…

પંકજ પંડ્યા : ઓહ… શું તેઓ એટલી સરસ બેટિંગ કરી જાણે છે ?

ન.મો. : ના… બેટિંગમાં તો એ શૂન્યમાં આઉટ થયેલા..

પંકજ પંડ્યા : તો.. બોલિંગ ?

ન.મો. : હા.. અને એ પણ કેવી ? તમને વિશ્વાસ નહિ થાય… એમણે બોલિંગ દરમ્યાન વિકેટકીપરને હટાવી દીધો… અને બધા બોલ સ્ટમ્પની પાછળ ફેંક્યા… દસ બોલમાં દસ વિકેટ લીધેલી….

પંકજ પંડ્યા : અસંભવ…. કેવી રીતે ?

ન.મો. : અમારા બધા જ ખેલાડીઓ બોલ્ડ થઈ ગયા…

પંકજ પંડ્યા : બટ હાઉ ?

ન.મો. :સિમ્પલ…. યુ ટર્ન… હાહાહાહા…

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા : ઓહ… માય.. ગોડ…  Are you keen for the development of the nation ?

ન.મો. :. Yes I am keen and trying hard to make it મુમkeen…. મોદી હૈ તો…

(મુમકીન હૈ……મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા : હાહાહાહા… જબ્બર…….  કેદારનાથ જવાનું કેમ સૂઝ્યું ?

ન.મો. : કેદારનાથનાં દર્શન માત્રથી મને શરીરમાં અલૌકિક ઊર્જાનો સંચાર થવાનો અહેસાસ થાય છે…. મને જ્યારે પણ અવસર મળે છે ત્યારે હું કેદારનાથના દર્શને પહોંચી જાઉં છું…

પંકજ પંડ્યા : અને આમેય તમે આપત્તિને અવસરમાં પરિવર્તિત કરવામાં માહેર છો… તો પછી અવસર મળે તો શું ન કરી શકો ??…

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

ન.મો. : હાહાહાહા…

પંકજ પંડ્યા :  મોદીજી, તમે તમારી જીતને સવા સો કરોડ જનતાની જીત તરીકે ઓળખાવો છો… જ્યારે વિપક્ષ આને EVM ની જીત કહે છે…

ન.મો. : તેઓ શત પ્રતિશત સાચા છે…

પંકજ પંડ્યા :  કંઈ પણ ?

ન.મો. : એમના માટે EVM નો અર્થ છે…. Electronic Voting Manipulation… જ્યારે અમારા માટે…. EVM એટલે Every Vote Matters… અમે એક એક મતનું મૂલ્ય સમજીએ છીએ…. માઇક્રો પ્લાનિંગ થકી કામ કરીએ છીએ… ત્યારે આવું પરિણામ મળે છે…

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

 

પંકજ પંડ્યા :  ચોકીદાર ચોર હૈ ના જવાબમાં તમે દેશભરમાં ચોકીદારોની જમાત ઊભી કરી દીધી….

ન.મો. : તમને આશ્ચર્ય થશે કે એક્ઝિટ પોલ અને પરિણામ વચ્ચેના દિવસોમાં ચોકીદાર ચોર હૈ કહેવા વાળા પણ હંગામી ધોરણે ચોકીદાર બની બેઠેલા….

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા :  હાહાહાહા…. અબ… કબ હોગા ન્યાય ????

ન.મો. : પહેલે પાંચ સાલ મેં હમને સબ કો ન્યાયાલય કે દરવાજે તક લા કે ખડા કર દિયા હૈ…. અબ ન્યાય હી ન્યાય હોગા…..

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા :  હાહાહાહા… હાહાહાહા.. તમે આ  વખતે ચંદા બાબુ અને ચંદ્રા બાબુ બંનેને નવરા કરી દીધા….

ન.મો. : હાહાહાહા…..  Many got pair of spectacles this time….

પંકજ પંડ્યા :  હવે તમારા પહેરાવેલાં ચશ્માં થી શું લાગે છે .. તેમને વિકાસ દેખાશે ??

ન.મો. : દેખાય તો સારું….

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા :  લોકો તમારા પર પથ્થર ફેંકે તો તમારા ગળામાં ફૂલોનો હાર બનીને અંગીકૃત થાય છે..

ન.મો. : લોકો આપણને એમની મતિ પ્રમાણે જે કંઇ પણ આપે… આપણે જરા પણ વિચલિત થયા સિવાય ધ્યેયને વળગી રહીએ તો ઇચ્છિત પરિણામ જરૂર મળી રહે…. મારે મરણ પર્યંત દેશની સેવા કરવી છે… પરમ કૃપાળુ પરમાત્માએ આ માટે મને પ્રધાન મંત્રી તરીકેનો કાર્યભાર સોંપ્યો છે… તો એ માટે થઈને લોકો જો મારા ઉપર ભલે ને કીચડ ઊછળતા હોય… મારે કીચડ સાફ કરવામાં સમયનો વ્યય ના કરવાનો હોય…. એ કીચડમાં શક્ય એટલા વધુ કમળ જ ઉગાડવાના હોય…

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા : ગુજરાત તમારું ગૃહ રાજ્ય છે… ગુજરાતે તમને છવ્વીસ કમળ ખીલવી આપ્યાં છે… તો શું ગુજરાત માટે કેન્દ્ર તરફથી કોઈ સ્પેશિયલ પેકેજ ની યોજના ખરી ?

ન.મો. : બિલકુલ નહીં…. આપણે પાંગળા નહીં… સ્વનિર્ભર બનવાનું છે… લોકો મહેનત કરશે.. મહેનતનો રોટલો ખાશે તો જ ખમતીધર બનશે…. મને મારી ગુજરાતની ખમીરવંતી પ્રજા પર પૂર્ણ ભરોસો છે… તે પથ્થરમાંથી પણ પાણી કાઢવા સક્ષમ છે…

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા : વાહ……. મોદીજી, ગઇકાલના પરિણામો બાદ તમે તમારા ટ્વીટર હેન્ડલ પરથી તમારા નામ આગળ લગાવેલ ચોકીદાર શબ્દ હટાવી દીધો છે… તો હવે આગળ શું ?

ન.મો. : મેં ટ્વીટર પર જણાવ્યું જ છે.. ચોકીદારી એક ભાવના છે… ચોકીદાર શબ્દ માત્ર મારા ટ્વીટર હેન્ડલ પરથી હટ્યો છે… ગઈકાલના પરિણામો બાદ એ મારા શરીરના કણ કણમાં પહેલાં કરતાં વધુ મજબૂતાઈથી સમાવિષ્ટ છે…

પંકજ પંડ્યા : સરસ.. તમારી ભાવનાઓની હું કદર કરું છું…  તમે fryday ફ્રાયમ્સના આ મહા એપિસોડ માટે અહીં પધાર્યા છો..  તો શું તમારાં પૂજ્ય માતાના આશીર્વાદ લેવા જશો ?

ન.મો. : અત્યારે તો હું માત્ર fryday ફ્રાયમ્સ માટે આવ્યો છું..  મા ના આશીર્વાદ માટે ફરીથી ચોક્કસ આવીશ…

પંકજ પંડ્યા : તમે આટલું બધું કામ કરો છો.. થકવી નાખતાં ચૂંટણી પ્રચારનાં પ્રવાસો પછી આરામ કરવાને બદલે તમે કેદારનાથ પહોંચી ગયા… થાક નથી લાગતો ?

ન.મો. : હું વારંવાર કહી ચૂક્યો છું કે થાક કામનો નથી હોતો… કામ ના કરવાનો હોય છે.. થાકને પ્રવેશવા માટે કોઈ બારી જ ન હોય તો એ આપણી બાજુ ફરકે જ નહીં…

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા : તમે કોંગ્રેસને પરિવારવાદી પાર્ટી કહો છો પણ હું આરોપ મૂકું છું કે સૌથી મોટા પરિવારવાદી તમે છો…

ન.મો. : તમારો આ આરોપ મને મંજૂર છે… મારો દેશ મારો પરિવાર છે… સાવ સો કરોડ લોકોથી મોટો પરિવાર બીજો કયો હોઈ શકે ?

(મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી… મોદી…)

પંકજ પંડ્યા :  હાહાહાહા… હું એ જ કહેવા માગતો હતો.. મોડીફિકેશન કરતાં મોદીફિકેશન વધુ અસરકારક થઈ રહ્યું છે..

ન.મો. : પ્રજાએ દેશ ને મોદીફાય કર્યો છે.. મોડીફાય કરવાની જવાબદારી મારી છે જે હું સહર્ષ સ્વીકારું છું…

પંકજ પંડ્યા : મમતા દીદીને તમે એમના જ બંગાળમાં કંગાળ કરી નાખ્યાં…

ન.મો. : હુઆ તો હુઆ…. એમણે આપેલી ગાળની રિટર્ન ગિફ્ટ છે…

પંકજ પંડ્યા : હાહાહાહા… હાહાકાર…. બુલેટ ટ્રેન કેટલે પહોંચી ?

ન.મો. : બધું હેમખેમ પાર પડે તો મારી ઈચ્છા છે કે મે 2024માં આપણે fryday ફ્રાયમ્સનો એપિસોડ ચાલતી બુલેટ ટ્રેનમાં આયોજિત કરીએ…

પંકજ પંડ્યા : વાઉ… કલ્પસર વિશે બે શબ્દો…

ન.મો. : થશે… બધું જ થશે…

પંકજ પંડ્યા : રામ મંદિર ?

ન.મો. : જય શ્રી રામ ……

(જય… શ્રી…  રામ…..)

પંકજ પંડ્યા : આયેગા તો મોદી હી થી આ ગયા તો મોદી હી… સુધીની સફર કેવી રહી ?

ન.મો. : શરૂઆત પણ જરાય મોડેસ્ટ નહોતી … શરૂથી અંત સુધી મોદેસ્ત રહી…

પંકજ પંડ્યા : તમારા કોઈ ફોઈબા છે જેનાથી વિપક્ષ પીડાય છે…

ન.મો. : મારા ફોઈબા કોઈને પીડિત ના કરે… ઓહ… એ ફોઈબા નહિ… ફોબિયા છે.. હાહાહાહા…

પંકજ પંડ્યા :  તમે અમારા આમંત્રણને માન આપી અહીં પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર.. આવનારા વર્ષો તમારી યશકલગીને વધુ સમૃદ્ધ બનાવે તેવી શુભેચ્છાઓ… આભાર…

ન.મો. : આભાર… ભારત માતા કી જય.. વંદે….. માતરમ….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here