ચેતવણી: અરુણ જેટલીની તબિયત અંગેની અફવાઓ માત્ર અફવાઓ જ છે

0
235
Photo Courtesy: livemint.com

છેલ્લા કેટલાક દિવસોથી નાણામંત્રી અરુણ જેટલીની તબિયત વિષે ફેલાવવામાં આવેલી અફવાઓને ખુદ સરકારે તેમજ અરુણ જેટલીના મિત્રોએ તેમને રૂબરૂ મળીને રદિયો આપ્યો છે.

Photo Courtesy: livemint.com

નવી દિલ્હી: છેલ્લા અમુક દિવસોથી નાણામંત્રી અરુણ જેટલીની તબિયત અંગે કેટલીક પાયાવિહોણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. પરંતુ ગઈકાલે સરકારે જ આ અફવાઓને રદિયો આપ્યો છે તેમજ હાલના દિવસોમાં જેટલીને મળનારા તેમના તમામ મિત્રોએ તેમને તંદુરસ્ત જણાવ્યા છે.

અરુણ જેટલીએ ગત સરકારની છેલ્લી કેબિનેટ બેઠકમાં પણ હિસ્સો લીધો હતો પરંતુ ત્યારબાદ તેઓ જાહેરમાં આવ્યા નથી. અરુણ જેટલી કેન્સરની બીમારીથી ગ્રસિત છે અને તેઓ પોતાની સારવાર કરાવીને ભારત પરત આવી ગયા છે ત્યારથી જ આ અફવાઓ સોશિયલ મિડિયામાં ફેલાવવામાં આવી રહી હતી.

આશ્ચર્યની વાત તો એ છે કે આ પ્રકારની અફવાઓને જાણીતી ન્યૂઝ સંસ્થાઓએ પણ સમર્થન આપતા હોય એ રીતે તેને આગળ ફેલાવી હતી. સોશિયલ મિડિયામાં ફેલાવવામાં આવેલી અફવા અનુસાર જેટલીની તબિયત એટલી તો નાદુરસ્ત છે કે તેમણે પોતાના પુત્રના લગ્ન જલ્દી લેવાનો નિર્ણય કર્યો છે અને આ લગ્ન પત્યા બાદ તેઓ લંડન સારવાર માટે ઉપડી જવાના છે.

હાલમાં જ સરકારે ખુદે આ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવાનું કહ્યું છે. આ ઉપરાંત છેલ્લા થોડા દિવસોમાં અરુણ જેટલીને વ્યક્તિગત રીતે મળનાર તેમના મિત્રો જેમકે ઇન્ડિયા ટીવીના રજત શર્મા અને પત્રકાર સ્વપ્ન દાસગુપ્તાએ પણ Tweet કરીને અરુણ જેટલીની તંદુરસ્તી અંગે માહિતી આપી છે.

હા એ બાબતમાં સત્ય છે કે અરુણ જેટલી આજકાલ જાહેરમાં દેખાઈ નથી રહ્યા કારણકે તેમના પરિવારે જ તેમને આ પ્રમાણે કરવાની સલાહ આપી છે. પરંતુ તેને લીધે કેટલાક મિડિયા હાઉસે તો એવી અફવા સુદ્ધાં ફેલાવી દીધી હતી કે આવનારા પ્રધાનમંડળમાં અરુણ જેટલીનું સ્થાન નહીં હોય કારણકે તેમણે સ્વેચ્છાએ આમ કરવાનું કહ્યું છે.

તો બીજી તરફ અરુણ જેટલીએ આવનારા સામાન્ય બજેટની તૈયારી રૂપે નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકો પણ શરુ કરી દીધી છે. યાદ હોય તો અટલ બિહારી વાજપેયી તેમજ મનોહર પાર્રીકર વિષે પણ આ પ્રકારે અફવાઓ ફેલાવાવામાં આવી ચૂકી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here