CWC 19 | M 2 | વેસ્ટ ઈન્ડિઝે 30-40 વર્ષ જૂનો ઈતિહાસ દેખાડ્યો

1
152
Photo Courtesy: twitter.com/cricketworldcup

વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર્સની બોલિંગ જોઇને અને તેની સામે પાકિસ્તાની બેટ્સમેનોની સ્પષ્ટ શરણાગતિને જોઇને વેસ્ટ ઇન્ડિઝના સુવર્ણકાળની યાદ કોને નહીં આવી હોય? તેમ છતાં હજી આ તો શરૂઆત છે!

Photo Courtesy: twitter.com/cricketworldcup

ટ્રેન્ટબ્રિજની પીચને છેલ્લા અમુક મહિનાઓથી 400+ વાળી પીચ કહેવામાં આવે છે. આનું કારણ એ છે કે અહીં ડોમેસ્ટિક વનડે ગેમ્સ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં પણ 400 ઉપરના સ્કોર વારંવાર થયા છે. વળી પાકિસ્તાને પણ ઇંગ્લેન્ડ સામે તેણે હાલમાં જ રમેલી વનડે સિરીઝમાં મોટા મોટા સ્કોરને ચેઝ કર્યો હોવાથી પાકિસ્તાન તરફથી આ મેચમાં બેટિંગ ધમાકાની આશા હતી.

તો સામે છેડે વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ક્રિસ ગેલ જેવા અપવાદ બાદ કરતા લગભગ યુવાનોની ભીડ છે  અને આ તમામ યુવા ખેલાડીઓ ઉત્સાહથી ભરપૂર છે. ઘણીવાર થોડા ઘણા અનુભવ સાથે ભરપૂર ઉત્સાહ ભેગો થાય તો સામેની ધુરંધર ટીમને પણ આંખે અંધારા આવી જતા હોય છે અને પાકિસ્તાન સાથે ગઈકાલે આમ જ થયું હતું. અહીં આપણે બધાએ એ પણ યાદ રાખવાની જરૂર છે કે વેસ્ટ ઇન્ડિઝ આ વર્લ્ડ કપમાં આપોઆપ નથી આવ્યું તેણે નાના દેશો સામે ICCની ક્વોલીફાયિંગ ટુર્નામેન્ટ રમવી પડી હતી અને પછી તે અહીં પહોંચી શક્યું છે. બે વખતની ચેમ્પિયન ટીમ માટે વર્લ્ડ કપની શરૂઆતમાં આ અપમાનજનક પરિસ્થિતિમાંથી બહાર આવવું એ મોટો પડકાર હતો.

વેસ્ટ ઇન્ડિઝની આ યુવા ઉર્જા ધરાવતી ટીમના બોલર્સે એક તરફ તેની 70-80ના દાયકાની જડબાતોડ ફાસ્ટ બોલિંગની ઝલક દેખાડી તો બીજી તરફ પાકિસ્તાને તેની પેઢીઓ જૂની સાતત્યવિહીન બેટિંગ દેખાડી. પાકિસ્તાનની ટીમ કાયમ unpredictable ગણાય છે, કારણકે તે અચાનક જ ખરાબ ફોર્મમાંથી સારું ફોર્મ દેખાડે છે અથવાતો અચાનક જ અત્યંત સારા ફોર્મ બાદ ખરાબ ફોર્મ દેખાડે છે.

પરંતુ, ગઈકાલનું પાકિસ્તાનનું પર્ફોર્મન્સ ટીમ માટે એલાર્મ કરતા પણ વધુ ઝંઝોળી નાખે તેવું હતું. વેસ્ટ ઈન્ડિઝે એક નિયત પ્લાન અનુસાર જ એક પછી એક શોર્ટ પીચ બોલ નાખીને પાકિસ્તાની બેટ્સમેનોને ફક્ત પરેશાન જ નહોતા કર્યા પરંતુ તેમની નબળાઈ અન્ય ટીમો સામે ખુલ્લી પાડી દીધી હતી. નોટીંગહામની આ પીચ 400+ તો ન જ હતી એ તેના બાઉન્સ અને સ્પિડ પરથી સાબિત થઇ ગયું હતું.

કદાચ વેસ્ટ ઈન્ડિઝે બહુ બાઉન્સર્સ ન નાખ્યા હોત તો પણ પીચની ગતિ પાકિસ્તાનને આવી જ રીતે પરેશાન કરત. પાકિસ્તાનના બેટ્સમેનોને વેસ્ટ ઇન્ડિઝના બાઉન્સર્સ સામે કેમ રમવું તેની જાણેકે ખબર જ ન હતી. કદાચ દરેક બાઉન્સર્સને રમવા કરતા તેને અવોઇડ કરવામાં આવ્યા હોય તો કદાચ વિકેટો ન મળતા થાકી હારીને વેસ્ટ ઇન્ડિઝના બોલર્સે નોર્મલ બોલિંગ કરવાનું શરુ કર્યું હોત, પરંતુ પાકિસ્તાને રીતસર હારાકીરી કરી અને પરિણામે માત્ર 105નો ટોટલ જ કરી શકી.

જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે ભલે ત્રણ વિકેટ ગુમાવી પરંતુ ટાર્ગેટને 14 ઓવર્સની અંદર અંદર જ મેળવીને મેચ પર પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ સાબિત કરી બતાવ્યું હતું. આ મેચની બે અસરો થશે. એક તો બાકીની દરેક ટીમો પાકિસ્તાન સામે શોર્ટ પીચ બોલિંગનો ઉપયોગ કરશે જ, અને આ જ ટીમો હવે વેસ્ટ ઇન્ડિઝના બોલર્સ તેમની સામે પણ શોર્ટ પીચ બોલિંગ કરવાના છે એવું અગાઉથી વિચારીને તેમની સામે સાવધાનીથી બેટિંગ કરશે.

એવું નથી કે પાકિસ્તાન માટે વર્લ્ડ કપ પહેલી મેચ બાદ જ પૂર્ણ થઇ ગયો છે, પરંતુ જેમ ગઈકાલે આપણે ચર્ચા કરી તેમ સાઉથ આફ્રિકાની જેમ જ તેણે પણ આ આઘાતમાંથી બહાર આવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. જે લોકો 1992ની પાકિસ્તાનની વર્લ્ડ કપ જીત સાથે આ વર્લ્ડ કપને સરખાવે છે તેઓ એ ભૂલી  જાય છે કે એ ટીમમાં વસીમ અક્રમ, આકિબ જાવેદ, ઈન્ઝમામ ઉલ હક અને જાવેદ મિયાંદાદ જેવા ક્લાસ પ્લેયર્સ હતા અને ઇમરાન ખાન જેવો અઘરો આગેવાન  હતો, જ્યારે આ ટીમમાં આ બધાના 10% જેટલા પણ ટેલેન્ટેડ ખેલાડીઓ નથી.

તો વેસ્ટ ઇન્ડિઝ માટે પહેલી જ મેચનો વિજય તેના ઉત્સાહમાં વધારો કરશે જ અને આવનારી મેચોમાં માત્ર શોર્ટ પીચ બોલિંગ નાખીને ટીમોને ધરાશાયી કરવાના પ્લાનને બદલે પીચના સ્વભાવ અનુસાર અલગ અલગ પ્લાન્સ બનાવવા પડશે.

આજની મેચો: ન્યુઝીલેન્ડ વિ. શ્રીલંકા, કાર્ડિફ અને ઓસ્ટ્રેલિયા વિ. અફઘાનિસ્તાન, બ્રિસ્ટલ

બંને મેચોના પરિણામો લગભગ અત્યારથી જ નક્કી કરી શકાય છે. શ્રીલંકાની ટીમ હજી પણ રાખમાંથી બેઠી થઇ રહી છે અને ન્યુઝીલેન્ડની ટીમ હવે પહેલા જેવી નથી રહી એટલે ન્યુઝીલેન્ડનું પલ્લું ભારે છે. ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાન વામણું દેખાય છે પરંતુ તેનો વેસ્ટ ઇન્ડિઝની ટીમ જેવો જ ઉત્સાહ તેના દિવસે કોઇપણ પરિણામ લાવી શકે છે. તેમ છતાં ઓસ્ટ્રેલિયાની જીત વધુ નિશ્ચિત લાગે છે.

eછાપું

 

1 COMMENT

  1. The answer about the bouncers was nicely given in a news debate by a senior cricket expert of Pakistan. He said, “When you are not confident and scared, you can not leave the ball, You will touch the ball by mistake always and the bat will automatically come in line.”
    Also, Shoaib Akhtar said about leaving the ball from the great Ricky Ponting. All the batsmen used to duck very early and go away from Shoaib, but Ricky never did it. He was always looking at the ball without getting cared and was coming in line. When Shoaib asked Ricky “Aren’t you scared of my bouncers and not going away?” Ricky’s answer was, “Of course I am scared whenever you are taking the runup and coming to bowl the short pitch, but if I go away from the line, I might get hurt on the neck, shoulder or somewhere. That’s why I make sure to come in the line of the ball so I can properly leave it.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here