સ્પષ્ટતા: લાખો મત ગુમ થયાની ફરિયાદ ચૂંટણી પંચે ફગાવી દીધી

0
272
Photo Courtesy: sentinelassam.com

હાલમાં સંપૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીની મતગણતરી પર સવાલ ઉઠાવીને કેટલાક દેશવિરોધી મિડિયા હાઉસ તેમજ પત્રકારોની ઈચ્છા પર ચૂંટણી પંચના વિસ્તૃત સ્પષ્ટીકરણ બાદ પાણી ફરી વળ્યું છે.

Photo Courtesy: sentinelassam.com

નવી દિલ્હી: 2019ની લોકસભાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થવાના થોડા દિવસો બાદ જ દેશભરના મિડીયામાં એક વ્યવસ્થિત યોજના અનુસાર એક અફવા ફેલાવવામાં આવી હતી કે દેશમાં અમુક બેઠકો પર થયેલા મતદાન કરતા ગણતરી કરવામાં આવેલા મતોની સંખ્યામાં મોટો ફરક છે અને લાખો મતો ક્યાંક ગૂમ થઇ ગયા છે!

ગુજરાતના એક પ્રતિષ્ઠિત અખબારે પણ આ બેન્ડ વેગનમાં જોડાઈ જઈને આ પ્રકારે એક તરફી આરોપ ચૂંટણી પંચ પર મુક્યો હતો. એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ જે મોદી સરકાર વિરુદ્ધ છેલ્લા ઘણા વર્ષોથી ફેક ન્યૂઝ ફેલાવવા માટે જાણીતી છે તેણે આ અફવા ધરાવતો આર્ટિકલ સહુથી પહેલીવાર પબ્લીશ કર્યો હતો અને તેનો આધાર લઈને દેશભરના વિવિધ અખબારોએ આ પ્રકારનો દુષ્પ્રચાર શરુ કરી દીધો હતો.

પરંતુ અત્યારસુધીમાં એક પણ વ્યક્તિ કે સંસ્થાએ આ અંગે સુપ્રિમ કોર્ટમાં PIL કરવાની હિંમત નહોતી દર્શાવી એ પણ નોંધનીય છે. હવે ચૂંટણી પંચ ખુદ મેદાનમાં આવ્યું છે અને ગઈકાલે તેણે એક જાહેર સ્પષ્ટતામાં ઉપરોક્ત દાવા/અફવાઓને મુદ્દાસર અને તર્કબદ્ધ રીતે ફગાવી દીધા છે. (ચૂંટણી પંચનું સંપૂર્ણ નિવેદન વાંચવા માટે અહીં ક્લિક કરો)

ચૂંટણી પંચે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેની વેબસાઈટ પર જે કોઈ પણ આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે તે અસ્થાયી અને કામચલાઉ છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જે કોઇપણ મોટો ફરક મતદાનની સંખ્યા અને ગણતરીના મતોમાં દેખાય છે તે મોટેભાગે પોસ્ટલ મતને લીધે છે.

પંચનું કહેવું છે કે પોસ્ટલ મત મતગણતરીના દિવસે સવારે 8 વાગ્યા સુધી જે-તે કાઉન્ટીંગ સેન્ટરને મળ્યા હોય છે તેની જ ગણતરી થતી હોય છે. મતગણતરી પૂર્ણ થયા પછી પણ પંચ પાસે પોસ્ટલ મતો આવતા રહેતા હોય છે અને તેની ચકાસણી દિવસો સુધી થતી રહેતી હોય છે.

આ ઉપરાંત કેટલીક ટેક્નીકલ બાબતોની પણ તપાસ થતી હોય છે અને પૂર્ણપણે ભરોસાપાત્ર આંકડાઓ આવી ગયા બાદ જ પંચ અંતિમ આંકડાઓ પ્રસિદ્ધ કરતું હોય છે.

પંચની આ સ્પષ્ટતા બાદ એ વેબસાઈટ્સ અને અખબારોમાં જરા પણ શરમ બાકી હોય તો તેમણે ચૂંટણી પંચ અને ભારતની જનતાની જાહેર માફી માંગવી જોઈએ. આ ઘટના આવી અફવાઓ પર બિલકુલ ધ્યાન ન આપવાને લીધે ભારતની જનતાની પરિપક્વતા એ વેબસાઈટ્સ, અખબારો અને આ બંનેના ખભે બંદુક મૂકીને સોશિયલ મિડીયામાં પોતાનો સરકાર તરફી દ્વેષ રોકડો કરતા પત્રકારો કરતા હજારગણી વધુ છે એ પણ સાબિત કરે છે.

છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારે ફેક ન્યૂઝ દ્વારા પોતાનો એજન્ડા ફેલાવીને આ પત્રકારો દેશમાં અંધાધૂંધી ફેલાવીને મોદી સરકાર વિરુદ્ધ લોકોને ભડકાવવા માંગતા હોય છે, પરંતુ આ વખતની જેમ કાયમ તેમની આ યોજના નિષ્ફળ જાય છે તે ભારતના ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here