રોકાણની માહિતીના મહાસાગરમાંથી ઉપયોગી માહિતી કઈ રીતે મેળવશો?

0
135
Photo Courtesy: nigerianstockstobuy.com

રોકાણ કરવા માટે તમે ઘણી જગ્યાએથી માહિતી લઇ શકો છો, પરંતુ એ માહિતી કેટલી ભરોસાપાત્ર છે એની તમને ખબર હોય છે ખરી? તો જાણીએ રોકાણનો ટ્રિપલ ફિલ્ટર ટેસ્ટ એટલે શું?

Photo Courtesy: nigerianstockstobuy.com

જો તમારે કોઈ નવા સ્ટોકમાં રોકાણ કરવું હોય તો સૌથી પહેલાં શું કરશો?

1) મિત્ર અથવા સગાંને પૂછશો

2) ઈન્ટરનેટ પર સહેલાઈથી મળતા રીસર્ચ રીપોર્ટ જોઈ જશો

3) મીડિયા ન્યુઝ ને અનુસરશો

4) નિષ્ઠાવાન સલાહકારને પૂછશો

એની મદદ લઇ કંપનીના ધંધા વિષે વિસ્તૃત જાણકારી મેળવી રોકાણ કરશો.

થોભો તમારા જવાબ અંગે ફરીથી વિચારો. જો તમારો જવાબ 1,2 અથવા 3 હોય તો આ તમારે ખાસ વાંચવું જોઈએ.

આજના ડીજીટલ યુગમાં માહિતીનો અભાવ એ સમસ્યા નથી, સમસ્યા છે માહિતીનું યોગ્ય વિશ્લેષણ અને ઉપયોગી કેટલી છે એ જાણવું.

માહિતી ઉપયોગી છે કે નહિ એ કઈ રીતે જાણવું?

આ માટે ગ્રીક ફિલોસોફર સોક્રેટીસનો દાખલો લઈએ. એક દિવસ સોક્રેટીસના એક ઓળખીતા એમને મળવા આવ્યા અને એમણે કહ્યું “હું અમુક વ્યક્તિ અંગે માહિતી આપવા માંગું છું જે તમને ઓળખે છે તો તમને ગમશે?”

સોક્રેટીસે કહ્યું, “તું એ માહિતી કહે એ પહેલા એને ટ્રિપલ ફિલ્ટર ટેસ્ટમાંથી પસાર કરવી પડશે.”

સૌ પ્રથમ તો માહિતીની સચ્ચાઈ અંગે શું એ માહિતી સાચી છે? એમાં કઈ ખોટું તો નથી ને?

આ સાંભળી મિત્રએ માથું ખંજવાળી કહ્યું  “ ના મેં તો માત્ર સાંભળ્યું જ છે અને ……”

સોક્રેટીસે એને વચ્ચેથી જ અટકાવી પૂછ્યું “તો તને સચ્ચાઈની જાણ નથી તો પછી કહે શું એ માહિતી સારી છે?કે ખરાબ છે?“

મિત્રએ માથું હલાવી જવાબ આપ્યો, “ના વાસ્તવમાં એથી ઊંધું છે એટલેકે માહિતી સારી નથી.”

સોક્રેટીસે હાથ ઉંચો કરી એને અટકાવી પૂછ્યું “ તો તને એની સચ્ચાઈ અંગે જાણ નથી અને એ માહિતી સારી પણ નથી તો હવે ત્રીજો પ્રશ્ન “શું એ માહિતી મારાં માટે ઉપયોગી અને જરૂરી છે ?”

મિત્ર વિલે મોઢે બોલ્યો, “ના એવું કઈ નથી.”

આ સાંભળી સોક્રેટીસે કહ્યું, “વેલ તું જે કહેવા માંગે છે એ સાચું નથી સારું પણ નથી અને મને ઉપયોગી કે જરૂરી પણ નથી તો મને કઈ કહેતો નહિ “ એમ કહી એણે ચાલવા માંડ્યું.

માહિતીના મહાસાગરમાં ટ્રિપલ ફિલ્ટર ટેસ્ટ

આજના ડીજીટલ યુગમાં જયારે માહિતી અસ્પષ્ટ હોય ત્યારે એની સચ્ચાઈ અને ઉપયોગીતા જાણવું જરૂરી બની જાય છે જે માહિતી આપણે બીજાને આપીએ છીએ. એની સચ્ચાઈ અને ઉપયોગીતા તારવીને આપીએ તો વિશ્વ જુદું જ હોત.

રોકાણની દુનિયામાં એ એક આશ્ચર્યજનક વાત છે કે જે વિપુલ માહિતી ઉપલભ્ધ હોય છે એ આવા ભાગ્યે જ આવા કોઈ સચ્ચાઈ કે ઉપયોગીતા ના ફિલ્ટર ટેસ્ટમાંથી પસાર થઇ હોય.

એક દાખલો લઈએ ઇન્ફીબીમ એવેન્યુ કંપનીનો ઇન્ફીબીમના શેરનો ભાવ એક જ દિવસમાં 28 સપ્ટેમ્બર 2018 ના દિવસે 71% પડ્યો. એનો ભાવ જે 197 રૂ હતો એ સીધો 50 રૂપિયા થઇ ગયો કારણકે ટ્રેડર ગ્રુપમાં એક વોટ્સ અપ મેસેજ ફરવા માંડ્યો જેમાં કંપનીની એકાઉન્ટીંગ પોલીસી વાંધાજનક છે એવી અફવા હતી.

મેનેજમેન્ટ પણ ખળભળી ઉઠ્યું ત્યારબાદ મેનેજીંગ ડાયરેક્ટર વિશાલ મહેતાએ રદિયો આપતા જણાવ્યું કે વોટ્સ અપ ગ્રુપમાં ફરી રહેલી માહિતી માત્ર અફવા જ છે અને ખોટી અને દ્વેષભાવ યુક્ત છે. આવા તો ઘણાં કિસ્સા છે.

રોકાણકારો આવી ખોટી માહિતીઓને આધારે ખોટા નિર્ણયો કરી બેસતા હોય છે અને નુકશાન કરતા હોય છે.

હવે જયારે તમને આવી કોઈ માહિતી મળે ત્યારે યાદ રાખો

શું એ માહિતી સાચી છે?

શું એ સારી અને યોગ્ય છે?

શું એ ઉપયોગી અને જરૂરી છે?

જો માહિતી આ ટ્રિપલ ફિલ્ટર ટેસ્ટમાંથી પસાર થઇ હોય તો જ એના પર એક્શન લેવા જોઈએ. આના બે રસ્તા છે એક તો તમે માહિતીની આ ટ્રિપલ ફિલ્ટર ટેસ્ટ કરવા માટે પુરતો સમય આપો જે તમારો ઘણો સમય લઇ લેશે અથવા તો નિષ્ણાત સલાહકારને પૂછો જે રાત દિવસ આ માહિતીઓનું વિશ્લેષણ તમારા માટે કરતા રહેતા હોય છે એથી તમારો સમય બચશે.

રિસર્ચ એન્ડ રેન્કિંગ:  અનુવાદ નરેશ વણજારા

આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રિસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.    

આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here