ઈજીપ્તથી આવી ગઈ છે તેની કેટલીક રસઝરતી સ્વાદિષ્ટ વાનગીઓ

0
221
Photo Courtesy: lurpak.com

ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિ જેટલી જ જૂની છે ઈજીપ્તની સંસ્કૃતિ અને અહીંની ખાનપાનની રીત પણ એટલીજ જૂની છે. આજે માણીએ ઈજીપ્તથી આવેલી કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓની રેસિપીઝ

આજથી ૩-૪ હજાર વર્ષ પહેલા ભારતીય સંસ્કૃતિને સમાંતર દુનિયામાં અન્ય સંસ્કૃતિ પણ આકાર લઇ રહી હતી. આવી જ એક અનન્ય સંસ્કૃતિ વિષુવવૃતને પેલેપાર વિકસી રહી હતી. આ એક એવી સંસ્કૃતિ હતી જેના પર ભારતીય સંસ્કૃતિની અસર અને જેની અસર ભારતીય સંસ્કૃતિ પર બહુ સારી રીતે જોવા મળે છે. આ સંસ્કૃતિ એટલે મિસ્ર અથવા ઈજીપ્તની સંસ્કૃતિ.

આ દેશ જેટલો જૂનો છે, એટલી જ જૂની એની ખાન-પાનની આદતો છે. જૂના ખોદકામને તપાસતા આર્કીઓલોજીસ્ટને જાણવા મળ્યું છે કે જ્યરે ગીઝાનો પીરામીડ બનતો હતો, ત્યારે ત્યાના મજૂરને વેતન રૂપે એમેર પ્રકારના ઘઉંમાંથી બનતો બ્રેડ અને ડુંગળી આપવામાં આવતા, જે ત્યાના મજૂર વર્ગનો પારંપરીક ખોરાક છે, બિલકુલ આપણા રોટલા અને ડુંગળીની જેમ જ!

ઈજીપ્શીયન ક્વીઝીન દરેક પ્રકારની શૈલી ધરાવતા લોકો માટે કઈ ને કઈ ધરાવે છે, પછી તે વિગન પદ્ધતિ હોય, વેજીટેરિયન હોય કે પછી સંપૂર્ણપણે માંસાહારી. હા, અહી મિડલ-ઇસ્ટર્ન જેટલી વિવિધતા નહિ જોવા મળે પણ આ એક ખૂબ જ સરળ છતાં પણ સ્વાદિષ્ટ ક્વીઝીન છે.

બ્રેડ એ ઈજિપ્શિયન ક્વીઝીનની કરોડરજ્જુ છે. ઈજિપ્શિયન બ્રેડ એક સામાન્ય રેસેપી છે, તે આમ તો પીતા બ્રેડનું જ એક વર્ઝન છે જેને અઈશ મસરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બ્રેડ અને બીન્સ એ અહીના વર્કિંગ ક્લાસ અને મજૂર વર્ગનો સામાન્ય ખોરાક છે. પરંતુ આ ક્વીઝીન ફક્ત ત્યાંસુધી જ માર્યાદિત ના રહેતા અનેક વાનગીઓમાં ફેલાયેલું છે, જેમકે બાબા ઘનુષ, જે રીંગણમાંથી બનાવવામાં આવતી ડીપ પ્રકારની વાનગી છે (રીંગણનાં ભરતા જેવી), ફુલ મેડામેસ જે પાપડીના દાણામાંથી બનાવવામાં આવે છે, ઉપરાંત વિવિધ કઠોળ, ચોખા અને પાસ્તામાથી બનતી કોશારી કે પછી હમણા હમણાથી ભારતમાં ખૂબ જ વખણાયેલી એવી વાનગી ફલાફલ પણ એટલી જ ખવાતી વાનગીઓ છે.

મહેમાનગતિની વાત કરીએ તો, એ બાબતે મીસ્રવાસીઓ ખૂબ દિલદાર છે, તમે તેમના ઘરે કોઈપણ વસ્તુ ઓછા પ્રમાણમાં નહિ જુઓ. સામાન્ય રીતે પણ ખૂબ બધી વાનગીઓના વિકલ્પ અહી મોજૂદ હોય છે, તેમ છતાં પણ જો ક્યારેક કોઈ વાનગી ખૂટી પડે તો ઘરે જ તાજી બનાવેલી બ્રેડ અને વિવિધ જાતના ડીપ હમેશા અવેલેબલ જ હોય!!

તો આજે આપણે માણીશું આ અદ્ભુત ક્વીઝીનની કોશારી વાનગી અને સાથે બાબા ઘનુષ .

કોશારી

Photo Courtesy: teafortammi.com

સામગ્રી:

 • 1 કપ મસૂર
 • 1 કપ બાસમતી ચોખા
 • 1 કપ પાસ્તા (મેક્રોની અથવા કોઈ પણ નાના પાસ્તા)
 • 2 મોટી ડુંગળી, સમારેલી
 • 4 કળી લસણ
 • 2 ટેબલસ્પૂન તેલ
 • 1 કપ ટામેટા, સમારેલા
 • 14 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
 • મીઠું અને મારી, સ્વાદ મુજબ

રીત:

 1. મસૂરને લગભગ ૧ લીટર પાણીમાં મીઠું નાખીને પકાવી લો. જયારે મસૂર ચડવા આવે ત્યારે તેમાં ચોખા ઉમેરી બંને ને ચોખા તૈયાર થાય ત્યાંસુધી પકવો.
 2. અન્ય એક પોટમાં પાસ્તાને પકવી લો.
 3. હવે એક પેનમાં તેલ લઇ તેમાં લસણ અને ડુંગળી સાંતળો, ડુંગળી હલક સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
 4. હવે તેમાં ટામેટા, ચીલી ફ્લેક્સ, મીઠું અને મરી ઉમેરી 10 થી 20 મિનીટ સુધી ખદખદવા દો.
 5. મસૂર અને ચોખાના મિશ્રણમાં પાસ્તા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
 6. આ મિશ્રણને પ્લેટમાં લઇ, ઉપરથી ટોમેટો સોસ ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

બાબા ઘાનુષ

Photo Courtesy: yellow-net.com

સામગ્રી:

2 મધ્યમ કદના રીંગણ

2 -3 લસણની કળી

13 કપ તલની પેસ્ટ

2 ટેબલસ્પૂન લેમન જ્યુસ

34 ટીસ્પૂન મીઠું

સમારેલી કોથમીર અને ઓલીવ ઓઈલ, સજાવટ માટે

રીત:

 1. રીંગણને ધોઈ, તેની છાલમાં કાંટા વડે કાણા પાડી, તેની છાલ સંકોચાઈ જાય ત્યાંસુધી તેને શેકો.
 2. ત્યારબાદ રીંગણ ઠંડુ પડે એટલે તેની છાલમાંથી રીંગણનો માવો કાઢી મોટા ટુકડાને બરાબર મેશ કરી લો.
 3. એક પેનમાં થોડું તેલ લઇ તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરી તે હલકા સોનેરી રંગનું થાય ત્યાં સુધી સાંતળો.
 4. તેને રીંગણના માવામાં સાંતળેલું લસણ, લીંબુનો રસ, મીઠું અને તલની પેસ્ટ ઉમેરો.
 5. ફ્રીજમાં ઠંડુ કરી, સમારેલી કોથમીર અને ઓલીવ ઓઈલ રેડી પીતા બ્રેડ કે ચિપ્સ સાથે સર્વ કરો.

બાસ્બુસા

Photo Courtesy: lurpak.com

સામગ્રી:

2 કપ સોજી

1 કપ ખમણેલું નારિયેળ

1/2 કપ ઓગાળેલું માખણ ઓગળે

1/3 કપ ખાંડ

1 ટીસ્પૂન બેકિંગ સોડા

1 કપ દહીં

1/3 કપ શેકેલા બદામ અથવા પિસ્તા અથવા કાજુ સુશોભન માટે

સીરપ માટે

2 કપ ખાંડ

1 1/2 કપ પાણી

1 ચમચી રોઝવૉટર

1 ટીસ્પૂન લીંબુનો રસ

 

રીત:

 1. સૌથી પહેલા ઓવનને 180 ડીગ્રી સેન્ટીગ્રેડ પર પ્રીહિટ કરો. તથા એક 9 x9 માપનો ચોરસ પેન ગ્રીઝ કરો અને તેને બાજુમાં રાખો.
 2. સોજી, નારિયેળ, ખાંડ, બેકિંગ સોડા અને માખણને મોટા બાઉલમાં લઇ તેને હાથથી સારી રીતે મિક્સ કરો. હવે તેમાં દહીં ઉમેરી હાથથી મિક્સ કરવાનું ચાલુ રાખો. મિશ્રણને સરળતાથી હાથથી દબાવી શકાય એવું અને કેકના બેટર કરતા જાડું હોય એવું તૈયાર કરો.
 3. આ મિશ્રણને સ્ક્વેર બેકિંગ ડીશ પર દબાવો. લગભગ 1 ઇંચ જાડું થર હોવું જોઈએ. માખણ વાળી છરીની મદદથી તેના પર ચોરસ ડિઝાઇન કરો. દરેક પ્રી-કટ સ્ક્વેર પર બદામ અથવા અન્ય કોઈપણ મેવો મૂકો.
 4. હવે તેને 30 મિનિટથી 40 મિનિટ સુધી 180 ડિગ્રી પર બેક કરો. ઉપરનું પડ ગોલ્ડન બ્રાઉન રંગનું થઇ જવું જોઈએ.
 5. SYRUP માટે:
  1. કેક તૈયાર થાય ત્યાંસુધીમાં એક પેનમાં સીરપ માટેની સામગ્રી લઇ તેને ઉકાળો.
  2. સીરપ ચમચીના પાછળના ભાગે થર તૈયાર કરે ત્યાંસુધી ઉકાળો.
  3. સીરપ તૈયાર થઇ જાય એટલે એને ઠારી દો.
 6. કેક તૈયાર થઇ જાય એટલે પહેલેથી તૈયાર ચોરસ પર છરી વડે ફરી કાપા મૂકો.
 7. કેક જ્યારે ગરમ હોય ત્યારે જ તેના પર ઠંડુ સીરપ રેડી લો જેથી સીરપ કેકમાં શોષાઈ જાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here