શેરબજારમાં રોકાણ કરવાથી ફાયદો તો જરૂરથી થતો હોય છે, પરંતુ તેની ચાલ જાણવી એટલી જ જરૂરી છે. ઘણીવાર નાના રોકાણકારો અહીં જ થાપ ખાઈ જાય છે. એવી જ એક ચાલ છે રીટેઈલ ઇન્વેસ્ટરની!

રીટેલ ઇન્વેસ્ટર એટલે નાના નાના શેરહોલ્ડરો જેમના શેરની કિંમત રૂ. બે લાખથી ઓછી હોય. કંપનીમાં શેરહોલ્ડિંગ પેટર્ન કંપનીએ દર ત્રણ મહીને SEBIને અને સ્ટોક એક્સચેન્જ ને જણાવવું પડે છે કે આમાં પ્રમોટરનું હોલ્ડીંગ કેટલું, ફોરેન ઇન્સ્ટીટયુટશન ઇન્વેસ્ટર જેને FIIs કહે છે એનું હોલ્ડીંગ કેટલું અને મ્યુચ્યુઅલફંડનું કેટલું? આમ દરેક પ્રકારના શેરહોલ્ડરના શેરહોલ્ડિંગ કંપનીએ જણાવવાના હોય છે.
આ શેરહોલ્ડિંગનું પ્રમાણ કંપનીની ક્વોલીટી અંગે પ્રકાશ પાડે છે. દાખલા તરીકે જો કંપનીમાં પ્રમોટરનું પ્રમાણ 74% ટકા હોય તો એ પ્રમોટર કંપની પર સમ્પૂર્ણ વર્ચસ્વ ધરાવે છે એમ કહી શકાય. વાસ્તવમાંતો આમ કહેવા 75% થી વધુ હોલ્ડીંગ પ્રમોટરનું હોવું જોઈએ, પરંતુ જો એ પ્રમોટર કોઈ મિત્ર કે બીજી કંપની કે મળતિયા દ્વારા આ 1% હોલ્ડીંગ ધરાવે તો એ વન મેન શો કંપની થઇ જવાની શક્યતા વધી જાય છે. અને જો FII ડોમેસ્ટિક ઇન્સ્ટીટયુશન ઇન્વેસ્ટર, જેને DII કહે છે એમનું શેરહોલ્ડિંગ વધુ હોય તો એનો અર્થ મોટા મોટા રોકાણકારોએ એ કંપનીમાં પોતાનું રોકાણ કર્યું છે. તો એથી નાના રોકાણકારો માટે પણ આ સલામતી સૂચવે છે જ્યાં સુધી એમનું રોકાણ હોય ત્યાં સુધી કારણકે તેઓ કંપની પર સતત વોચ રાખતા હશે પોતાના આ મોટા નાણાની સલામતી માટે.
હવે જો આ ઇન્સ્ટીટયુટસ એમના શેર વેચવા માંડે એનો અર્થ આ કંપનીમાં હવે કઈ દમ રહ્યો નથી એ ધાર્યા પ્રમાણેનું વળતર નહિ આપી શકે અને અથવા કંપની ફડચામાં જવાની શક્યતા પણ ઉભી થઇ હોઈ શકે એવા તારણો નીકળી શકે.
હવે આપણે જોઈએ હાલમાં કઈ કઈ કંપનીમાં નાના નાના શેરહોલ્ડરોનું રોકાણ વધ્યું છે અને ઇન્સ્ટીટયુટોનું રોકાણ ઘટવા માંડ્યું છે.
જોઈએ નાના રીટેલ શેરહોલ્ડરોનું રોકાણ
BSE ટોપ લુઝર કંપની | હાલનો ભાવરૂ | આજ સુધીનું વળતર%માં | હોલ્ડીંગ% માર્ચ19 | જુન 18
|
રિલાયન્સ કમ્યુનીકેશન | 1.1 | – 92.1 | 32.2 | 21.6 |
રિલાયન્સ પાવર | 4.0 | -86.1 | 20.9 | 12.6 |
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર | 51.9 | -83.6 | 14.2 | 9.5 |
જેટ એરવેઝ | 73.6 | -73.6 | 12.2 | 8.2 |
દિવાન હાઉસિંગ ફાયનાન્સ | 75.4 | 69.4 | 27.8 | 14.2 |
રિલાયન્સ કેપિટલ | 64.5 | -72.0 | 17.1 | 14.8 |
મનપસંદ બેવરેજ | 30.7 | -65.4 | 13.2 | 7.4 |
જયપ્રકાશ એસોસિયેટ | 2.9 | -62.1 | 34.7 | 28.0 |
HEG | 1413.2 | -61.7 | 16.1 | 13.1 |
એવરેડી ઇન્ડસ્ટ્રીઝ | 75.3 | -59.5 | 16.5 | 15.2 |
ગ્રેફાયિટ ઇન્ડિયા | 336.7 | -55.4 | 13.0 | 10.8 |
આમ આ કંપનીઓ તમે જોશો તો ટોપ 500માં આવે છે એમના ભાવો 50% થી વધુ ઘટી ગયા છે અને આ કંપનીઓમાં કઈ ને કઈ પ્રોબ્લેમ ચાલે છે એવા સંજોગોમાં મોટા રોકાણકારો સંસ્થાકીય રોકાણકારો નીકળી રહ્યા છે જયારે નાના નાના રોકાણકારો એમના શેર ખરીદી રહ્યા છે.
તો શું આ ખોટનો ધંધો નથી? નાના રોકાણકારોએ ચેતવું જોઈએ અને એમણે પણ પોતાના શેર વેચી મૂડી ગાંઠે બાંધવી જોઈએ અને નુકશાન ઘટાડવું જોઈએ પણ અહી ઉલટું થઇ રહ્યું છે
આ નાના શેરહોલ્ડરોનો કંપનીમાં વધારો એ પણ સૂચવે છે કે જયારે સંસ્થાકીય રોકાણકારો કંપનીમાંથી નીકળવા માંડે અને પ્રમોટરોનું હોલ્ડીંગ ઘટતું જાય ત્યારે એ કંપનીઓમાં મેન્યુપ્લેટરો એમાં દાખલ થાય છે તેઓ આર્ટીફીશીયલી શેરોના ભાવ વધારે અને વધતા નફો ખાવા નાના નાના રોકાણકારોના ગળામાં એ શેર પધરાવી દેતા હોય છે આમ પણ નાના નાના રોકાણકારોનું હોલ્ડીંગ વધવા માંડે છે.
આમ થવાનું કારણ એ કે નાના રોકાણકારોને કંપનીમાં અંદર શું સમસ્યાઓ ચાલી રહી છે એની જાણ નથી હોતી. એથી આવી પ્રતિષ્ઠિત કંપનીના ભાવ ઘટતા એ એને સસ્તામાં મળે છે એમ લાગે છે અથવા મેન્યુપ્લેટરો બલ્કમાં શેર ખરીદે અને અફવા ઉડાવે કે કંપનીમાં સમાધાન થઇ ગયું છે અથવા કંપની માટે આ ટુંકા ગાળાની સમસ્યા છે વગેરે અને એથી આ સમાચારો મીડિયામાં પણ ફેલાતા હોવાથી નાના નાના રોકાણકારો એ સાંભળી શેર લેવા આકર્ષતા હોય છે અને પછી મેન્યુપ્લેટરો એમનો ધારેલો નફો મળતા જ શેર વેચી નફો ગાંઠે બાંધે છે અને નાના નાના રોકાણકારો ફસાય છે.
આમ જ્યાં કંપનીમાં રીટેલ રોકાણકારોનું પ્રમાણ વધતું હોય ત્યાં નાના રોકાણકારોએ ચેતી પોતાના શેર બજારમાં બીજાના ગળે ભટકાવી એ કંપનીમાંથી નીકળી જવું જોઈએ અને નુકશાન ઘટાડવું જોઈએ.
રિચર્ચ એન્ડ રેન્કિંગ
આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.
શેરબજાર તેમજ મ્યુચુઅલ ફંડમાં રોકાણ અંગે વ્યવસ્થિત અને પ્રોફેશનલ માર્ગદર્શન મેળવવા માટે ઉપર આપેલી એડ પર ક્લિક કર્યા બાદ ઓપન થતું ફોર્મ ભરી શકાશે.
eછાપું