તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર ભારતમાં વેન્ચર કેપીટાલીસ્ટ્સ દ્વારા મોટાપાયે રોકાણ થવા જઈ રહ્યું છે જે નાના મોટા સ્ટાર્ટ અપ્સની સિકલ બદલી નાખશે!

એક અહેવાલ મુજબ દેશની સ્ટાર્ટઅપ કંપનીઓએ છેલ્લા છ મહિનામાં એટલેકે જાન્યુઆરી 2019 થી જુન 2019 સુધીમાં વેન્ચર કેપીટાલીસ્ટો પાસેથી રેકોર્ડ 3.9 બિલિયન ડોલર ઉભા કર્યા છે.
સ્ટાર્ટઅપ કંપનીઓ એટલે ઓનલાઈન કંપનીઓ ફ્લિપકાર્ટ, એમેઝોન, ઉબેર, સ્વીગી જેવી કંપનીઓ અને વેન્ચર કેપીટાલીસ્ટ એટલે નવી નવી કંપની જેને કોઈ લોન આપતું ન હોય એવા નવા સાહસિકને કેપિટલ તરીકે નાણા આપે અને એમના ધંધાનું જોખમ લે છે.
આ લોકોને ધંધામાં ભાગ કાયમ માટે રાખવામાં રસ ન હોય પરંતુ એ કંપની નફો કરતી થાય અથવા એમના ધંધાની કિંમત ૧૦ ગણી થાય તો પોતાની એ દસ ગણી મૂડી બજારમાં વેચી ટુકમાં શેર વેચી એમાંથી છુટા થઇ નવા સાહસિકની તલાશમાં નીકળી જાય.
આમ મૂળ સાહસિકની કંપનીની માલિકી કાયમ રહે અને ત્યાર પછીનો વિકાસ અને નફો મૂળ માલિક રળતો થાય. ટુંકમાં પા પા પગલી માંડનાર નવા સાહસિકની પ્રતિભા અને એના ધંધામાં વિકાસની તક પારખી એને બેઠો કરી દોડતો કરવાનું કામ વેન્ચર કેપીટાલીસ્ટ કરતા હોય છે.
આગળ આ અહેવાલ કહે છે કે 2019 માં ટાયર II અને ટાયર III શહેરોમાં અને ધંધાના B2B મોડેલ ઉભરી આવ્યા છે. અહી ધંધાની ઉજ્જવળ તકો રહેલી છે B2B મોડેલ એટલે એ ધંધો કે જેના ગ્રાહકો નાની મોટી કંપનીઓ હોય અને નહિ કે સામાન્ય ગ્રાહક આમ આ ધંધામાં ખુબ જ મોટી નવી તકો ઉભી થઇ છે.
વેન્ચર કેપીટાલીસ્ટ જયારે આવા નવાસવા સાહસિકના ધંધામાં પૈસાનું રોકાણ કરે ત્યારે તેઓ ભવિષ્યના વિકાસ અને સાહસિકની કાબેલિયત અંગે પૂરેપૂરું રીસર્ચ કરતા હોય છે. આ અહેવાલ એજ સૂચવે છે કે આવનારા દિવસોમાં ઈ કોમર્સ ધંધાઓ ખુબ ઝડપથી વિકાસ પામશે અને ટાયર II અને ટાયર III શહેરોમાં ખુબ મોટી બજાર ઉભી થશે.
આનો સીધો અર્થ ટાયર II અને ટાયર III શહેરોમાં હાઉસિંગ અને ફાયનાન્સ કંપનીઓ માટે ખુબ મોટી તકો છે આ શહેરોમાં મોદી સરકારની સ્માર્ટ સીટીઓનો પણ સમાવેશ થાય છે.
આમ આવનારા દિવસોમાં શેરબજારમાં તેજીના સંકેત આપે છે અને નવી નવી કંપનીઓ આવશે એ તકો વધારશે આમ નવા નવા સાહસિકો માટે ધંધાની ખુબ મોટી તકો છે વિદેશ વસતા ભારતીયો જો આવા સાહસિકો ઓળખી શકે અને એમના ધંધામાં પૈસાનું રોકાણ કરે અથવા ભાગીદારી કરે તો જરૂરથી એમણે વિદેશમાં નોકરીની ગુલામી નહિ કરવી પડે.
eછાપું