તમે ટ્રેનની ટિકિટના ભાવમાં વિમાનની મુસાફરી કેવી રીતે કરશો?

0
376
Photo Courtesy: zeenews.com

વિમાનની મુસાફરી એ ટ્રેનની મુસાફરી કરતા બેશક ઝડપી છે, પરંતુ તેની ટીકીટના ભાવ ખૂબ વધુ હોય છે. પરંતુ એવી અસંખ્ય શક્યતાઓ છે જે તમારી વિમાની મુસાફરી ટ્રેનની મુસાફરી કરતા પણ સસ્તી બનાવી શકે છે.

Photo Courtesy: zeenews.com

જ્યારે પણ આપણે કોઈ ટ્રીપ પ્લાન કરીએ છીએ ત્યારે ટ્રાવેલિંગ બુકીંગ ટ્રીપ પ્લાન  ખુબજ મહત્વનો ભાગ ભજવે છે અને મોટા ભાગ ના લોકોની પહેલી પસંદ ભારતીય રેલ હોય છે જે આપણા ટ્રાવેલ બજેટને કંટ્રોલ રાખવામાં  મદદ કરે છે.

પરંતુ ભારતીય રેલ માં સૌથી મોટી મુશ્કેલી જ વેઈટીંગ લિસ્ટ છે જે હવે ધીમે ધીમે ખુબજ વધતું જાય છે. અમુક વાર 500 સુધી વેઈટીંગ લિસ્ટ પહુંચી જાય છે જે લગભગ કન્ફર્મ થવું શક્ય નથી અને તત્કાલ માં પણ કોટા ઓછો અને આપણા એજન્ટ ભાઈઓ ની મહેરબાની હોવાથી તેમાં પણ કન્ફર્મ ટિકિટ મળવાના ચાન્સ ઓછા થઇ ગયા છે તો  ફ્લાઈટનું નામ સાંભળતા તેના ગમે ત્યારે વધી જતા ભાવ અને કેન્સલ ચાર્જનું વિચારી ને જ આપણે તેમાં બુકીંગ કરવાનું  માંડી વાળીએ છીએ.

પરંતુ જો તમને તમારા બજેટ માં થોડો વધારો કરી ટ્રેન ના ભાવ માં ટિકિટ આપવામાં આવે તો તમારે સોના માં સુગંધ ભળી જાય તેવું કામ થઇ જાય. આ લેખ માં અમે તમને એવી જ કંઈક માહિતી આપવા જહીં રહ્યા  છે

ફ્લાઈટની ટિકિટના ભાવ કેમ વધે છે

ફ્લાઈટની ટિકિટના ભાવ વધવાનું એક સિમ્પલ કારણ છે કોઈ દિવસે તે રૂટનો ટ્રાફિક. એટલે કે ગાંધીનગરમાં યોજાતા વાઇબ્રન્ટ ગુજરાતના દિવસોમાં અમદાવાદની ફ્લાઇટનો ભાવ વધારો!

આ લેખમાં એવી કોઈ ટ્રીક નથી કે કોઈ એવું સોફ્ટવેર નથી  જેનાથી તમને સસ્તી  ટિકિટ મળી જાય, ફક્ત થોડું પ્રિ-પ્લાનિંગ અને થોડી સભાનતા તમને ટ્રેનના એસી ભાડામાં તમને ફ્લાઈટની મુસાફરી કરવી શકે છે. તેના માટે તમારે નીચે મુજબ ની અમુક ટિપ્સ ધ્યાનમાં રાખવી પડશે.

સસ્તી ટિકિટ કરી રીતે સર્ચ કરી શકાય

સસ્તી ટિકિટ સર્ચ કરવા માટે  તમે તમારા પીસી નો ઉપયોગ કરો તો વધારે સારું રહેશે. ડાયરેક્ટ એપમાં સર્ચ કરવા કરતા એક વાર પીસીમાં સર્ચ કરવું સારું રહેશે અથવા મોબાઇલમાં કોઈ બ્રાઉઝરમાં સર્ચ કરો તો  પણ સારું. ફ્લાઈટ ટિકિટ સર્ચ કરવા માટે હંમેશા પ્રાઇવેટ ટેબનો ઉપયોગ કરવો કારણ કે તમે માનો કે ના માનો પરંતુ  નોર્મલ ટેબમાં તમારા કેશે અને હિસ્ટ્રીના કારણે ટિકિટ નો ભાવ વધી શકે છે એટલે હંમેશા તમારા બ્રાઉઝરમાં પ્રાઇવેટ ટેબનો ઉપયોગ કરવો.

પ્રિ પ્લાનિંગ

આ એક ખુબજ જરૂરી સૂચન છે કે  તમે બને તેટલું જલ્દી પ્લાનિંગ કરો તો તમને ખુબજ ઓછા ભાડામાં ફ્લાઈટની મુસાફરી કરવાની તક મળી શકે છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે એટલું પણ પ્રિ-પ્લાનિંગ ના કરો કે પાછળ થી ફ્લાઈટ ના ભાડા  ઓછા થઇ જાય!

ધારો કે અમદાવાદ-મુંબઈ  નોર્મલ ભાડું 2000 રૂપિયા છે પરંતુ કોઈ એરલાઇન્સ નક્કી કરે કે 2 મહિના પછી  ડિસ્કાઉન્ટ સાથે તેનો ભાવ 1200 થી 1500 રાખવો છે એટલે જો ત્યારે તમે તેની પહેલા ટિકિટ બુક કરાવી હશે તો તમને નુકશાન જવાની સંભાવના વધી જાય છે.

કોઈ એવો સામાન્ય નક્કી ના કહી શકાય કે કેટલા સમય પહેલા તમે બુક કરવો તો તમને સસ્તી ટિકિટ મળે પરંતુ અંદાજિત 30 થી 45 દિવસ પહેલા જો તમે ફ્લાઈટ ટિકિટ બુક કરવો તો તમને સસ્તી ટિકિટ મળવાના ચાન્સ વધારે છે. ટિકિટના ઓછા ભાવ નક્કી થાય છે અને કઈ રીતે વધે છે તેના માટે એક સાબિત થયા વગર નું લોજીક છે તે સમજવાની કોશિશ કરીએ

અમુક ફ્લાઈટ  ડેઇલી હોય છે. અમુક ફ્લાઈટ  પબ્લિકની ભીડ ને કારણે ઘણી કંપનીઓ શેડ્યૂલ કરે છે.  જયારે કોઈ કંપની નવી ફ્લાઈટ શેડ્યૂલ કરે તો તેનો ભાવ રેગ્યુલર ભાવ કરતા ઓછો રાખે છે જેનાથી તેનું મિનિમમ બુકીંગ થઇ શકે.  (આ એક મુવીના શો જેવું છે. જો મિનિમમ દર્શક મળે તો જ શૉ ચાલુ થાય આમ મિનિમમ બુકીંગ માટે કંપનીઓ ઓછો ભાવ રાખે છે) જેનો સામાન્ય ગાળો 24 થી 48 કલાક સુધી નો જ હોય છે.

આમ જો તમે આ સમય ગાળા ટિકિટ બુક  કરો તો તમને ઓછા ભાવ માં ટિકિટ મળી શકે છે.

ફ્લાઈટ કમ્પેરીઝન

કોઈ એક ટ્રાવેલ વેબ સાઈટનો ભરોસો ન કરો હંમેશા 2-3 થી વધારે ટ્રાવેલ વેબ સાઈટ  માટે તમારી ફ્લાઈટ સર્ચ કરી ને જુઓ. જો અલગ અલગ ભાવ આવે તો જ્યાંસસ્તો ભાવ આવતો હોય ત્યાંથી બુક કરવો. તમે પીસીમાં સર્ચ કરો છો તો એનો મતલબ એ નથી કે તમારે બુકીંગ પણ એમાં જ કરાવવું, જો તમને એપમાં સારું ડિસ્કાઉન્ટ મળતું હોય તો તમારે એપમાં બુકીંગ કરાવવું જોઈએ. બને ત્યાં સુધી સવાર માં વહેલી ફ્લાઇટ બુકીંગ કરવાથી તમને સસ્તી ટિકિટ મળી શકે છે

સસ્તો દિવસ પસંદ કરો

જો તમે પ્રિ પ્લાનિંગ જ કરી રહ્યા હોવ તો વેબ સાઈટના મંથલી ફિલ્ટરનો ઉપયોગ કરીને તમારા માટેનો સસ્તો દિવસ ગોતી ને તમે સસ્તી ટિકિટ બુક કરાવી શકો છો.

પ્રાઈઝ એલર્ટ સેટ કરો

જો તમારી ડેટ નક્કી ન હોય તો તમે પ્રાઇસ એલર્ટ  જેમાં તમને કોઈ પણ રૂટ ની જો નવી પ્રાઈઝ  અપડેટ થાય તો તમને જાણકારી મળે અને તે રીતે તમે બુકીંગ કરાવી શકો છો. જયારે પ્રાઈઝ ઓછી થાય ત્યારે તમે આરામથી ઓછા ભાવમાં ટિકિટ બુક કરાવી શકો છો.

ઓફર નો લાભ

આગળ જેમ કહ્યું તેમ કોઈ એક વેબસાઈટનો ભરોસો ન કરો. દરેક વેબસાઈટમાં ફ્લાઇટનો ભાવ પણ જુઓ અને દરેક ઓફર પણ જુઓ અને ખાસ તે ઓફરને બરાબર સમજો અને પછી કોઈ ફ્લાઇટ બુક કરો. દરેક ઓફરને સરખી રીતે સમજવા માટે એક ફેક બુકીંગ કરો તો તમને બધીજ કળાઓ સમજાઈ જશે.

ઉદાહરણ તરીકે જો ક્રેડિટ કાર્ડમાં ફ્લાઈટ બુકિંગ પર 15% ઑફ હોય અને કેટલા મેક્સિમમ છે તે ખ્યાલ ન આવતો હોય તો એક ફેક બુકીંગ કરી ને તેમાં તે ઓફર એપ્લાય કરી ને જોશો તો ખ્યાલ આવી જશે. (પરંતુ  આ બધું પ્રાઇવેટ ટેબ માં કરો)

ગ્રુપ બુકીંગ, સ્ટુડન્ટ  અને  એર ઇન્ડિયા સિવાય સિનીયર સિટીઝનનું કોઈ અલગથી ડિસ્કાઉન્ટ નથી મળતું અને તે પણ જાણવું જરૂરી છે જે તમને વેબ સાઈટ ના ઓફર પેજ માં જોવા મળશે.

જો કોઈ ડિસ્કાઉન્ટ કે કુપન ન મળે (જેની આજ ના સમય માં શક્યતા ઓછી છે ) તો તો ડાઇરેક્ટ જે તે એર લાઇન્સની વેબ સાઈટમાં બુકીંગ કરવાથી ઓછા ભાવ માં ટિકિટ મળી શકે છે.

તમે વધારે લોકો હોવ એક જ ફ્લાઈટમાં  ટિકિટ અલગ અલગ વેબ સાઈટમાંથી બુક કરવી શકો છો જેનાથી ડિસ્કાઉન્ટ પણ વધી શકે છે. પરંતુ  એમાં ફ્લાઇટ માં કેટલી ટિકિટ બાકી છે તે જોવું ફરજીયાત છે નહીંતર તમારે અલગ અલગ ફ્લાઇટ માં જવાનો વારો આવી શકે છે.

વધુ માહિતી આર્ટિકલના બીજા હિસ્સામાં…

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here