જો વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવે અને જો ટીકીટ બુકિંગમાટે અમુક વેબસાઈટ કે એપ પર સમય ગાળવામાં આવે તો રેલ્વે કરતા પણ ઓછા ભાડામાં પ્લેનની મુસાફરી કેવી રીતે કરી શકાય તે સમજાવતી લેખમાળાનો બીજો ભાગ.

ગઈકાલથી આગળ…
ગઈકાલે આપણે જોયું કે જો ટ્રેનથી પણ સસ્તા ભાડામાં આપણે પ્લેની મુસાફરી કરવી હોય તો તેનું પ્રી-પ્લાનિંગ કેવી રીતે થઇ શકે. આજે આપણે આ પ્રકારનું બુકિંગ કેવી રીતે કરી શકાય તે વિષે જાણીશું.
મોટા કેન્સલેશન ચાર્જ થી કેવી રીતે બચવું
જયારે કોઈ ટિકિટ બુક કરો છો તો તેના કેન્સલેશન ચાર્જ જાણી ને જ તેને બુક કરવી જોઈએ. દરેક ફ્લાઇટનો ચાર્જ અલગ અલગ હોય છે, કોઈ તો નોન રિફંડેબલ જ હોય તો બને ત્યાં સુધી આવી ફ્લાઇટ નું બુકીંગ ટાળો. કેન્સલેશન ચાર્જ થી બચવા માટે અત્યારે ફક્ત એક જ ઉપાય છે અને એ છે કેન્સલેશન પ્રોટેક્ટોન પ્લાન જેમાં તમે દરેક ટિકિટે અમુક ચાર્જ આપી ને 100 % રિફંડ મળી શકે છે.
જો તમે પ્રિ પ્લેઈંગ બુકીંગ કરવો છો અને તમારો પ્લાન કેન્સલ થવાની સંભવના હોય છે એટલે આ પ્લાન લેવો હિતવહ છે જેનથી તમે મોટા કેન્સલેશન ચાર્જ થી બચી શકો છો.
ફ્લાઇટ સફર માટે ઇન્શ્યોરન્સ લેવો જોઈએ કે નહિ
આ તમારી પર્સનલ ચોઈસનો વિષય છે. પરંતુ જો નોનસ્ટોપ ફ્લાઈટ હોય તો બને ત્યાં સુધી તેને ઇગ્નોર કરવો જોઈએ. ત્યાં તમારા બેગેજ લોસની શક્યતા ખુબજ ઓછી થઇ જાય છે અને બાકી મોટા એક્સીડંટ માટે તો આપણા મેડીક્લેમ અને LIC કામ આવે જ છે.
(દરેક વેબ સાઈટની ઇન્શ્યોરન્સ ફી 250 થી 400 રૂપિયા સુધીની હોય છે આ ઇગ્નોર કરીને તમે તેટલા રૂપિયા બચાવી શકો છો.)
કઈ વેબસાઈટમાં વધારે ડિસ્કાઉન્ટ સાથે આપણે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી શકીયે?
સમય પ્રમાણે અલગ અલગ વેબસાઈટ અલગ અલગ ઑફર લઇ ને આવતી હોય છે એટલે કોઈ એક વેબસાઈટ નહિ કે જેમાં દર વખતે વધારેજ ડિસ્કાઉન્ટ મળે તેના માટે આગળ કહ્યું તેમ તમે સર્ચ કરી ને જાણી શકો છો.
અહીંયા તમને અલગ અલગ વેબસાઈટના અત્યાર ના મિનિમમ કંવર્જેશન ચાર્જ (જે બદલાઈ પણ શકે છે) દર્શાવેલા છે (જે નોન રિફંડેબલ છે) જેનાથી તમને સસ્તી ફ્લાઇટ બુકીંગ કરવામાં મદદ રૂપ થશે
MakeMyTrip: ₹ 250
EaseMyTrip : ₹ 250
Paytm: ₹ 279
Via.com: ₹ 250
Cleartrip: ₹ 250
Expedia :₹ 200
Goibibo: ₹ 250
IRCTC: 59 (ઇન્શ્યોરન્સ ફ્રી)
આમ દરેક વેબસાઈટ ના કંવર્જેશશન ચાર્જ જોતા IRCTC પર સૌથી સસ્તી ટિકિટ મળી શકે એમ છે જેમાં ઇન્શ્યોરન્સ પણ ફ્રી મળે છે. આમ વગર કોઈ કુપન કે ઓફર વગર આપણને 500 થી 800 રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ મળી શકે છે. પરંતુ જેમ આ લેખમાં ઘણીવાર કહેવામાં આવ્યું એમ કે બધી વેબસાઈટ પર જોઈ ને જ પછી બુકીંગ કરવું. આમ આવા થોડા સ્ટેપથી તમે સસ્તી ટિકિટ બુક કરી શકો છો.
આ લેખમાં ફક્ત ડોમેસ્ટિક ફ્લાઇટને ધ્યાનમાં રાખીને લખેલો છે પરંતુ એમાંથી ઘણા સ્ટેપ ઇન્ટરનેશનલ બુકીંગ માટે પણ કરી શકો છો.
તો હવે દિવાળીના વેકેશનનું પ્લાનિંગ અત્યારથી જ ચાલુ કરી દો.
અહીંયા કેટલાક ઉદાહરણ આપવામાં આવ્યા છે જેમાં તમે ટ્રેનના ભાવમાં ફ્લાઇટની ટિકિટ કઈ રીતે બુક કરે તેનો ખ્યાલ આવી જશે
1 અમદાવાદથી દિલ્હી

2 અમદાવાદથી ચેન્નાઇ

3. અમદાવાદથી કોલકાતા

4. અમદાવાદથી બેંગ્લોર

આશા રાખીએ છીએ કે આ લેખમાળા તમને મદદ રૂપ થશે. જો તમે અહીં આપેલા આ સ્ટેપ ફોલો કરી ને કોઈ ફ્લાઇટ બુકીંગ કરવો છો તો તેનું પરિણામ જરૂરથી અમને આ આર્ટીકલની નીચે આપેલા કમેન્ટ્સ સેક્શનમાં જરૂરથી જણાવજો.
eછાપું