Tech Update: વોટ્સ એપમાં બહુ જલ્દીથી આવશે નવા 5 ફિચર્સ

1
309
Photo: metro.co.uk

દરેક ભારતીયોના સ્માર્ટ ફોન્સમાં પોતાનું સ્થાન બનાવી ચૂકેલી અને તેમના જીવનનો અંતરંગ હિસ્સો બની ચૂકેલી વોટ્સ એપ એપ બહુ જલ્દીથી 5 નવા યુઝર ફ્રેન્ડલી અપડેટ્સ લાવી રહ્યું છે.

Photo: metro.co.uk

ભારતમાં સર્વાધિક લોકપ્રિય સોશિયલ મિડિયા મેસેજ એપ વોટ્સ એપ વારંવાર તેના ફિચર્સમાં સુધારા વધારા કરતી આવી છે. ઘણા ફિચર્સ પહેલા ટેસ્ટીંગ માટે રાખવામાં આવતા હોય છે અને બાદમાં તેની જરૂરિયાત લાગે તો જ તેને સામાન્ય યુઝર્સ સુધી નવી અપડેટ દ્વારા પહોંચાડવામાં આવતા હોય છે.

આવી જ રીતે વોટ્સ એપ બહુ જલ્દીથી પાંચ નવા ફિચર્સ લાવી રહ્યું છે જે તેના યુઝર્સ માટે એક નવો અનુભવ કરાવશે. તો ચાલો આપણે પણ જોઈએ કે વોટ્સ એપના આ પાંચ નવા ફિચર્સ કયા કયા છે.

Dark Mode

વોટ્સ એપમાં ડાર્ક મોડ સુવિધા આપવાનો વિચાર ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો. હાલમાં ફેસબુક અને Twitterમાં આ સુવિધા ઉપલબ્ધ છે. ડાર્ક મોડમાં યુઝરનો સ્ક્રિન ડાર્ક એટલેકે કાળો થઇ જાય છે જેને કારણે તેની આંખો ખેંચાતી નથી પછી રૂમની લાઈટ ગમે તેટલી માત્રામાં હોય. ડાર્ક મોડ દરેક યુઝરને તેના વોટ્સ એપમાં તબક્કાવાર આપવામાં આવશે પરંતુ તે બહુ જલ્દીથી તમારી વોટ્સ એપ એપનો ભાગ બની જશે તે નક્કી છે.

Fingerprint Authentication

ઘણા બધા મોબાઈલ ફોન્સમાં આ ફિચર આવી ગયું છે અને હવે વોટ્સ એપ પોતાના યુઝર્સની વ્યક્તિગત સુરક્ષા માટે વોટ્સ એપમાં પણ Fingerprint Authentication લાવી રહ્યું છે. જો કે iOS સ્માર્ટફોન્સમાં વોટ્સ એપ દ્વારા આ ફિચર ઘણા લાંબા સમય પહેલા જ આપી દેવામાં આવ્યું હતું પરંતુ હવે Android યુઝર્સનો વારો છે.

Status Share Feature

ઘણા સમયથી ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ દ્વારા ફેસબુક, વોટ્સ એપ અને ઇન્સ્ટાગ્રામમાં ક્રોસ મેસેજીંગ પ્લેટફોર્મ તૈયાર કરવાની વાત આવી હતી. હવે તેના પહેલા ભાગ રૂપે વોટ્સ એપ પર સ્ટેટ્સ શેર ફિચર આવી રહ્યું છે. આ નવા ફિચર અનુસાર તમે વોટ્સ એપનું તમારું ચોવીસ કલાક સુધી દેખાતું ફિચર હવે ફેસબુક પર પણ શેર કરી શકશો. હાલમાં ફેસબુક અને ફેસબુક મેસેન્જરમાં આ ક્રોસ પ્લેટફોર્મ શેરીંગ સુવિધા ઉપલબ્ધ છે.

Contact Ranking

જે કોન્ટેક્ટ સાથે તમે વધારે ચેટ અથવાતો કોલિંગ દ્વારા વાતચીત કરતા હશો હવે તે તમારા વોટ્સ એપ કોન્ટેક્ટ લિસ્ટમાં સહુથી ઉપર આપોઆપ જોવા મળશે જેથી તમને એ કોન્ટેક્ટ શોધવામાં તકલીફ ન પડે. તમે જો કે તેને ફેવરિટ માર્ક અથવાતો અનમાર્ક કરીને આ સુવિધાનો લાભ લેવો કે કેમ તે જાતે નક્કી કરી શકશો.

QR Code

QR Code શેર કરવાને કારણે તમે આસાનીથી તમારી કોન્ટેક્ટ ડીટેઈલ્સ તમારા મિત્રો તેમજ ઓળખીતાઓને આપી શકશો. વોટ્સ એપના QR Codeનો સ્ક્રિન શોટ હાલમાં જ વાયરલ થયો હતો. જો કે આ ફિચર શરુ થવામાં હજી વાર લાગશે તેવું લાગી રહ્યું છે પરંતુ વોટ્સ એપ તમને બહુ રાહ નહીં જોવડાવે એવું લાગી રહ્યું છે.

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here