બજેટ બાદ શેરબજારમાં જોવા મળેલી મંદી શું બજેટને ખરાબ દર્શાવે છે?

0
220
Photo Courtesy: reuters.com

આ મહીને લોકસભામાં રજૂ થયેલા સામાન્ય બજેટ બાદ શેરબજાર સતત નીચે જઈ રહ્યું છે, તો શું આપણે એમ માની લેવાનું કે આ વખતનું બજેટ દેશના અર્થતંત્ર વિરુદ્ધ છે? ચાલો જાણીએ.

Photo Courtesy: reuters.com

5 જુલાઈ 2019ના બજેટ પછી નિફ્ટીમાં 4.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે એજ પ્રમાણે સ્મોલકેપમાં 5% અને મીડકેપમાં 8.6% ઘટાડો થયો છે તો પ્રશ્ન એ થાય કે શું બજેટ ખરાબ છે?

તો જવાબ છે ના! બજેટ પછીના ઉછાળા કે ઘટાડા એ ટુંકા ગાળાનું બજાર સેન્ટિમેન્ટ છે. એક રોકાણકારે બજેટમાં સરકારની આર્થિક નીતિ જોવાની હોય જે પાંચ વર્ષ કે એથી લાંબાગાળાની હોય છે. એક “બીગર પિક્ચર “ એ જોવાનું કે શું બજેટ દેશના આર્થિક વિકાસ તરફનું છે કે કેમ?

હાલનું બજેટ દેશને પાંચ વર્ષમાં પાંચ ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર સુધી લઇ જવાનું લક્ષ્ય રાખે છે તો જોઈએ કે આ શક્ય છે કે કેમ?

અહી માત્ર 11 મુખ્ય મુદ્દાઓ જ જોઈએ

1) ભારતનું અર્થતંત્ર 2014માં આશરે 1.85 ટ્રીલીયન ડોલરનું હતું. હાલ એ 2.7 ટ્રીલીયન ડોલર થયું છે જે માત્ર પાંચ જ વર્ષમાં 50% નો વધારો દર્શાવે છે. દેશને એક ટ્રીલીયન ડોલર અર્થતંત્ર બનતા પંચાવન વર્ષ લાગ્યા પરંતુ બીજા એક ટ્રીલીયન ડોલર માત્ર પાંચ વર્ષમાં જ હાંસલ કર્યા. 2020માં દેશનો GDP ત્રણ ટ્રીલીયન ડોલર થશે એથી સરકારનો ધ્યેય જે પાંચ ટ્રીલીયન ડોલર પાંચ વર્ષમાં છે એ વાસ્તવિક દેખાય છે.

2) ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકાસ પામી રહ્યું છે. આ ઝડપ થોડાં વધુ વર્ષો ચાલુ રહેશે એવી અપેક્ષા છે. આપણું અર્થતંત્ર 7% થી 7.5% ના દરે વધી રહ્યું છે અને આ વર્ષનો ટાર્ગેટ 8% નો છે. આનું કારણ છેલ્લા પાંચ વર્ષમાં થયેલા રિફોર્મ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને બુસ્ટ ,હાઉસિંગ ,રીયલ ઇસ્ટેટ, સોશિયલ સેક્ટર, શિક્ષણ અને ડિજીટલ વગેરે ક્ષેત્રના રિફોર્મ્સ છે.

3) આવનારા પાંચ વર્ષમાં 100 લાખ કરોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચનો ટાર્ગેટ છે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટીવીટીથી પાંચ ટ્રીલીયનના આંકડાને પામવા બુસ્ટ કરશે.

4) નિફ્ટી દર પાંચ વર્ષે બમણો થયો છે અને આમ 1999 થી 2014 સુધી થયું છે અને છેલ્લા પાંચ વર્ષમાં નિફ્ટી 75-80% ની રેન્જમાં વધ્યો છે. આનો અર્થ ઘણી કંપનીઓ પાંચ વર્ષમાં પાંચ થી દસ ગણા દરે વિકાસ પામી છે, અરે! એથી વધુ પણ બન્યું જ છે.

5) છેલ્લા પાંચ વર્ષના રિફોર્મ્સ નું પરિણામ હવે પછીના પાંચ વર્ષમાં જોવા મળશે અને વિકાસની ગતિ વધારશે RERA, GST અને બેન્ક્ર્પસી કોડ વગેરેને કારણે.

6) છેલ્લા પાંચ વર્ષમાં મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એરિયા જેવાકે એવિયેશન, રોડ, સેનિટેશન,પાવર, વોટર વેઝ અને હાઉસિંગ જેવા ક્ષેત્રે જે રિફોર્મ્સ થયા છે એમાં વધારો કરવાનું સરકારનું ફોકસ છે જે ચાલુ રહેશે.

7) હાઉસિંગ ફોર ઓલ 2019-2022 સુધીમાં 1.95 કરોડ ઘરો બાંધવા સરકાર કટિબદ્ધ છે અને સરકારનો પાછલો રેકોર્ડ જોતાં આ શક્ય પણ લાગે છે.

8) બેન્કોને સિત્તેર હજાર કરોડ રૂપિયા આ વર્ષે વધારાના મળશે જેનું તેઓ ધંધાના વિકાસ માટે ધિરાણ કરશે.

9) સારી સારી સશક્ત નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓને બેંકો તથા મ્યુચ્યુઅલફંડોનો ટેકો ચાલુ રહેશે.

10) સીધા કરવેરાની આવક છેલ્લા પાંચ વર્ષમાં 6.38 લાખ કરોડથી વધીને 11.37 લાખ કરોડ સુધી પહોચી છે જે 78% નો વધારો સૂચવે છે. આનો અર્થ વધુને વધુ લોકો કરવેરા ભરવા માંડ્યા છે અને સરકારની માળખાકીય વિકાસની સ્ટોરી સાચી પડી છે.

11) 2030 સુધીમાં રૂ પચાસ લાખ કરોડનું રેલવેના વિકાસ અને નેટવર્ક અને અપગ્રેડેશન માટેનો ટાર્ગેટ જ એક ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.

આમ સરકારના આર્થિક વિકાસના લક્ષ્યાંકો વાસ્તવિક લાગતા હોવાથી રોકાણકારોએ બેન્કના ફિક્સ ડીપોઝીટની સલામતી કે જેમાં વ્યાજ દર ઘટતા જઈ રહ્યા છે એ છોડી મૂડીબજાર એટલેકે મ્યુચ્યુઅલફંડો અને સીધા ઇક્વિટીમાં રોકાણ તરફ વળવું જોઈએ અને રોકાણ પર વધુ વળતર મેળવી દેશના વિકાસનો લાભ લેવો જોઈએ. આમ થોડું જોખમ લઇ તકનો લાભ લેવો જોઈએ અને એ માટે જો નિષ્ણાત નાણાકીય સલાહકારની સેવા લેવી પડે તો એ યોગ્યજ છે.

રિચર્ચ એન્ડ રેન્કિંગ

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here