ચમત્કાર: માત્ર સાત મહિનામાં જ અસ્થમા મુક્ત થઇ જતી પ્રિયંકા ચોપરા!

0
166
Photo Courtesy: Twitter

દિવાળીના સમયે પોતાને અસ્થમા હોવાનું કહીને એક જાહેરાત દ્વારા એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ તેના ફેન્સને ફટાકડા ફોડવાથી દૂર રહેવાની વિનંતી કરી હતી અને હવે તે સિગરેટ ફૂંકી રહી હોય તેવી તસવીર વાયરલ થઇ છે.

Photo Courtesy: Twitter

અમદાવાદ: ડોક્ટરો ભગવાનનું રૂપ હોય છે એવી અત્યારસુધી આપણને ખબર તો હતી જ પરંતુ હવે તેની સાબિતી પણ મળી ગઈ છે. વિખ્યાત અદાકારા પ્રિયંકા ચોપરાએ માત્ર સાત મહિનામાં જ અસ્થમા જેવા ગંભીર રોગથી મુક્તિ મેળવી લીધી છે અને એટલુંજ નહીં તે સિગરેટ પણ ફૂંકવા માંડી છે.

વાત છે ગયા વર્ષની દિવાળીની. આ પ્રસંગે પ્રિયંકા ચોપરાએ એક જાણીતી દવાઓ બનાવતી કંપનીની એડમાં એવું સ્વીકાર્યું હતું કે તેને અસ્થમા છે અને આથી ફટાકડાને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે આથી તેના માટે પણ લોકો ફટાકડા ફોડવાથી દૂર રહે તેવી તેની વિનંતી છે.

પરંતુ, ગઈકાલે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલી એક તસ્વીર એ સાબિત કરે છે કે પ્રિયંકા ચોપરા હવે અસ્થમાના દર્દથી સંપૂર્ણપણે મુક્ત થઇ ગઈ છે અને તેની તબિયત એટલી તો સારી થઇ ગઈ છે કે તેને સિગરેટ ફૂંકવામાં પણ કોઈજ વાંધો નથી!

ખરેખર તો પ્રિયંકા ચોપરાની સિગરેટ ફૂંકતી તસવીર એ માત્ર તેના જ નહીં પરંતુ અસંખ્ય સેલીબ્રીટીઝના દંભ પર પ્રકાશ પાડે છે. માત્ર હિન્દુ ધર્મને લગતા તહેવારો જેમકે હોળી, દિવાળી, ગણેશ પૂજા કે પછી જન્માષ્ટમી પ્રસંગે પર્યાવરણ, માનવ હક્ક કે પછી પશુઓના હક્ક વિષે પ્રચાર કરતા આ સેલીબ્રીટીઝ અંગત જીવનમાં આમાંથી એક પણ વિષયનું સન્માન નથી કરતા એ પ્રિયંકાની તાજી તસવીર પરથી સાબિત થઇ ચૂક્યું છે.

પ્રિયંકા ચોપરા જો ખરેખર સાત મહિના પહેલા અસ્થમાથી પીડિત હતી અને તેના ફેન્સને તેને ખાતર ફટાકડા ફોડવાથી દૂર રહેવાની વિનંતી કરતી હતી તો તે અત્યારે સિગરેટ કેમ ફૂંકે છે? ખરેખર તો અસ્થમાનો દર્દી ક્યારેય સિગરેટ ફૂંકવાનો તો શું તેને અડવાનો પણ વિચાર ન કરી શકે જો ખરેખર તેને અસ્થમા હોય તો.

આમ પ્રિયંકા ચોપરાનું એ જુઠ્ઠાણું પણ પકડાઈ ગયું છે કે તે અસ્થમાના દર્દથી પીડિત છે. ખરેખર તો પેલી દવા બનાવતી કંપની પાસેથી માત્ર પૈસા લઈને જાહેરાત કરવા અંતે તેને પોતાને અસ્થમા હોવાનું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું એ પણ સાબિત થઇ ચૂક્યું છે.

વળી આપણી મલ્ટીનેશનલ કંપનીઓ પણ હિંદુ તહેવારોનું અપમાન કરવામાં પાછળ પડતી નથી. ગયા વર્ષે હોળી દરમ્યાન માત્ર હિંદુઓને ખરાબ દર્શાવતી સાબુ બનાવતી એક કંપનીની જાહેરાતનો પણ પૂરજોશમાં વિરોધ થયો હતો.

આ તમામ કંપનીઓ અન્ય ધર્મોના તહેવારો સમયે પોતાની સલાહની પેટી બંધ કરીને માળીએ ચડાવી દેતી હોય છે. સેલીબ્રીટીઝ પણ આ પ્રકારે માત્ર અઢળક નાણા કમાવવાની લાલચે જુઠ્ઠું બોલતા કે પછી પોતાનું અજ્ઞાન પ્રદર્શિત કરવામાં સંકોચ અનુભવતા નથી તે પણ હકીકત છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here