No 1: છત પર સોલાર પેનલ બેસાડવાના મામલે ગુજરાતની સિદ્ધિ

0
143
Photo Courtesy: eqmagpro.com

રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી અનુસાર છત પર સોલાર પેનલ બેસાડવાના મામલે ગુજરાતે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

Photo Courtesy: eqmagpro.com

નવી દિલ્હી: રાજ્યસભામાં સરકારે આપેલી માહિતી અનુસાર દેશભરમાં છત પર સોલાર પેનલ ગોઠવવાના મામલે ગુજરાતે પહેલું સ્થાન હાંસલ કર્યું છે. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીના સવાલના જવાબમાં કેન્દ્રના નવીનીકરણીય ઉર્જા મંત્રી આર કે સિંહે આ માહિતી આપી હતી.

ગઈકાલની પરિસ્થિતિ અનુસાર ગુજરાતમાં કુલ સોલાર પેનલ ઈંસ્ટોલેશન કેપેસીટી 261.97  મેગાવોટ નોંધવામાં આવી છે. તેની સામે સમગ્ર ભારતમાં આ ક્ષમતા 1,700.54 મેગાવોટ જેટલી છે. ગુજરાત બાદ મહારાષ્ટ્ર (198.52 MW) અને તમિલનાડુ (151.62 MW) સાથે અનુક્રમે બીજો અને ત્રીજો નંબર ધરાવે છે.

પરિમલ નથવાણીએ RTS દ્વારા ઉત્પાદિત થતા વીજળીના જથ્થાને પ્રાપ્ત કરવા માટે સામાન્ય જનતાને કેટલું ભંડોળ આપવામાં આવ્યું છે તેમજ આવાસોની છત પર સોલાર પેનલો સ્થાપિત કરીને સરકાર વિજ ઉત્પાદન માટે શું લક્ષ્ય ધરાવે છે તે અંગેનો પ્રશ્ન રાજ્યસભામાં પૂછ્યો હતો.

મંત્રી આર કે સિંઘના જવાબ અનુસાર ગુજરાતમાં કુલ 261.97 MW રૂફટોપ ઈંસ્ટોલેશન્સ માંથી 183.51 MW ઈંસ્ટોલેશન્સ સબસીડી યુક્ત છે અને 78.75 MW સબસિડી વગરના ઈંસ્ટોલેશન્સ છે. જો કે મંત્રીએ એ સ્વીકાર્યું હતું કે અત્યારે આ તમામ રૂફટોપ સોલાર પેનલમાંથી ઉત્પાદિત થતી વીજળીના જથ્થાની ગણતરી માટે કોઈ ખાસ અભ્યાસ કરવામાં આવ્યો નથી પરંતુ એક અંદાજ અનુસાર ભારતમાં દર વર્ષે દર રૂફટોપ સોલાર પ્લાન્ટ્સમાંથી પ્રત્યેક મેગાવોટ દીઠ 1.5 મિલિયન યુનિટ ઉત્પાદિત થાય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here