RedMi K20 Pro: RedMiનું આ ‘સાહસ’ ક્યાંક તેને તો ભારે નહીં પડેને?

0
330
gadgets.ndtv.com

મધ્યમવર્ગ માટે પોસાય તેવા ભાવ માટે અદભુત સ્માર્ટફોન્સ આપવા માટે RedMi જાણીતી છે, પરંતુ તેનું નવું મોડલ K20ની કિંમત જોતા ક્યાંક મધ્યમવર્ગ તેનાથી મોઢું તો નહીં ફેરવી લે ને?

gadgets.ndtv.com

RedMi નામ આવે એટલે મન માં એક વાત યાદ આવે છે કે “એટલે કે સસ્તી કિંમત અને સારો ફોન” એવી તેની માન્યતા છે. જેમાં અત્યાર સુધી તેમાં લગભગ કંપની ખરી જ ઉતરી છે, જેની આપણે આગળના લેખોમાં ચર્ચા કરી જ છે.

પરંતુ આજે આપણે RedMiના નવા ફોન વિષે ચર્ચા કરવાના છીએ જેનું નામ છે RedMi K 20 PRO. આ ફોન ગયા અઠવાડિયે જ લોન્ચ થયો છે. તો આ નવો ફોન કેવો છે અને તેના ફિચર્સ કેવા છે એ જાણીએ?

RedMi K 20 PRO માં 6.39 ઇંચ ની AMOLED  ડિસ્પ્લે છે, ગોરીલા ગ્લાસ 5 છે અને ફુલ ડિસ્પ્લે છે. ઈન ડિસ્પ્લે ફિંગપ્રિન્ટ પણ આવેલું છે.

કેમેરાની વાત કરીએ તો તેમાં પાછળ 3 કેમેરા આપવામાં આવેલા છે જે 48MP, 13MP અને 8MP ના છે અને SONYનું  સેન્સર પણ આપવામાં આવેલું છે આ બધું તમને સારા ફોટોગ્રાફ્સ લેવામાં મદદ કરશે.

સેલ્ફી કેમેરા ની વાત કરીએ તો તે 20 MP નો લાઈટ વાળો પૉપ અપ કેમેરો આપેલો છે જે તમને સ્પષ્ટ સેલ્ફી લેવામાં મદદ કરશે.

RedMi K20 PRO ની  4000 MP વાળી ફાસ્ટ ચાર્જ  ને સપોર્ટ કરતી બેટરી માત્ર 30 મિનિટમાં તમારા મોબાઈલને 58% ચાર્જ કરી દેશે.

હવે આવીયે તેની કિંમત પર, તો તેની 6 GB RAM અને 128 GB MEMORY વાળા મોડલની કિંમત છે રૂ. 28000 અને 8 GB RAMઅને 256 GB MEMOY ની કિંમત 31000 રૂપિયા રાખવા માં આવી છે આ લેખ આ કિંમત પર જ છે.

આમ RedMi જે બજેટ ફોન માટે જાણીતું છે તેણે આ વખતે બધી મર્યાદા તોડી દધી છે અને તેણે પ્રીમિયમ સેગ્મેન્ટમાં જવાનો પ્રયાસ કર્યો છે. કદાચ આ ફોન ને કંપનીના ફ્લેગશિપ ફોન તરીકે ગણીએ તો પણ  \તેની કિંમત ખુબજ વધારે છે.

RedMi ના પેલા ફોન POKO F1 પણ ફ્લેશગશિપ ફોન હતો પણ તે પણ સારી કિંમતમાં સારા પ્રોસેસ્સર સાથે કંપનીએ ઓછી કિંમતમાં તેને વેચેલો છે. આગળના લેખોમાં અપને વાત કરી છે કે મોબાઇલની પ્રાઈઝના મામલામાં  પહેલા નોકિયાને અભિમાન નડ્યું છે અને પછી સેમસંગ ને પણ આ અભિમાન નડ્યું છે  તો કદાચ આ અભિમાન RedMi ને આ ફોનથી તો નથી નડવાનું ને..?

RedMi પોસાય એવી કિંમત માં અદભુત ફોન આપે છે અને તેના કારણે તે કંપની ચાલે છે તે તેમનો માસ્ટર પોઇન્ટ છે પણ જો હવે તેને જ ફોલો નહિ કરી તો કંપની વિષે લોકોના વિચાર બદલતા વાર નહિ લાગે.

28 હજાર થી 30 હજાર સુધી માં તો ઘણા એવા સારા ફોન ખુબજ સારી સ્પેસિફિકેશન સાથે આવી જાય છે. ફોન ગમે તેટલો સારો હશે પણ આજે પણ ભારત માં 28000 RedMi ને અપાય કે નહિ તેવું પૂછવા વાળા લોકો પણ હશે જ  તે જોતા આ ભાવ માં RedMi K20 પ્રો વેચવો ખુબજ  મુશ્કેલ લાગે છે.

RedMi વિશે આટલી બધી વસ્તુ લખવામાં એટલે આવે છે કારણકે તે બ્રાન્ડ માધ્યમ વર્ગમાં ખુબજ પ્રચલિત છે અને તે તેનાથી ખુશ પણ છે આ ફોનની કિંમતથી મધ્યમવર્ગીય લોકો નિરાશ પણ એટલા જ થયા હશે.

આજે પણ RedMi ના RedMi 7 એ બજેટ માં અને સારો ફોન છે  અને  RedMi નો Note 7 Pro પણ ખુબજ સારી પ્રાઇસમાં મળે છે. આમ જોવા જઇએ તો RedMi એક સાહસ જ કર્યું છે કે શું હવે એ ટાઈમ આવી ગયો છે કે ફ્લેગશિપ ફોન માં પણ બીજી કંપનીઓને ટક્કર આપીયે?  હવે જોઈએ તેનું આ સાહસ કેટલું સફળ થાય છે!

RedMi એ આ ફોનથી જે ભાવ વધારવાની કોશિશ કરી છે, આશા રાખીએ કે આ ભાવ વધારો ખાલી આ ફોન પૂરતો જ મર્યાદિત રહે અને RedMi આપણને ઓછી કિંમત માં સારા ફોન આપતી રહે.

જો તમે આ ફોન લેવાનું વિચારતા હોવ તો અમારી ફક્ત એક જ સલાહ છે કે આ ફોન થોડો ઓવર પ્રાઈઝ  લાગે છે. અમારા મતે RedMi ના નામ પ્રમાણે એની કિંમત 2500 થી 3000  રૂપિયા ઓછી હોવી જોઈતી હતી અને આ પ્રાઈઝ ઘટવાના પુરેપુરા ચાન્સ છે. એટલે અહીંયા તમારે માટે “થોભો અને રાહ જોવો”ની નીતિ અપનાવવી વધારે ઉચિત થશે અને થોડા સમય પછી આ ફોન લેવો યોગ્ય ગણાશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here