વિક્રમ: ગુજરાત વિધાનસભાએ 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

1
57
Photo Courtesy: patrika.com

ગુજરાત વિધાનસભાએ ગઈકાલે કાર્યવાહીના મામલે હાલમાં લોકસભાના ચાલી રહેલા અંદાજપત્ર સત્રની બરોબરી કરતા કાર્યવાહીને મધ્યરાત્રી પછી પણ ચલાવી હતી જે એક નવો રેકોર્ડ છે.

Photo Courtesy: patrika.com

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રના અંતિમ દિવસે એક નવો વિક્રમ સર્જાયો હતો. ગઈકાલે પોતાના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત વિધાનસભાએ મધ્યરાત્રી બાદ પણ પોતાનું કાર્ય ચાલુ રાખ્યું હતું.

સામાન્યતઃ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી સવારે 10 વાગ્યે શરુ થતી હોય છે અને બપોરે 2.30 વાગ્યે પૂર્ણ થઇ જતી હોય છે, પરંતુ ગઈકાલે સવારે 10 વાગ્યે શરુ થયેલું ગૃહનું કામકાજ આજે વહેલી સવારે 3.40 સુધી ચાલ્યું હતું. આમ કુલ 17.40 કલાક સુધી ગૃહની કાર્યવાહી ચાલી હતી.

આટલું જ નહીં પોતાના ઇતિહાસમાં સહુથી વધુ કલાક કામ કરવાના રેકોર્ડ સાથે ગુજરાત વિધાનસભામાં એક જ દિવસમાં 9 બીલો પસાર થવાનો પણ અનોખો રેકોર્ડ પણ બન્યો હતો. આ બીલોમાં ઘરવપરાશ પાણી, સિંચાઈ, ગણોતધારો, કૃષિ યુનિવર્સીટી સુધારા વિધેયક, શહેરી વિકાસ બીલ તેમજ ખાનગી યુનિવર્સીટી સુધારાના બે બીલો સામેલ હતા.

આ તમામ બીલો પરની ચર્ચામાં શાસક તેમજ વિપક્ષના ધારાસભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ઉપરાંત ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ચર્ચામાં ભાગ લીધો હતો.

ગૃહની કાર્યવાહી લંબાતા તમામ વિધાનસભ્યો માટે રાત્રીના ભોજનની વ્યવસ્થા પણ વિધાનસભા પરિસરમાં કરવામાં આવી હતી.

આ અગાઉ ગુજરાત વિધાનસભાનો સહુથી લાંબો સમય ચાલવાનો રેકોર્ડ 1991માં સ્થપાયો હતો જ્યારે ગૃહની કાર્યવાહી રાત્રીના 11.32 સુધી ચાલી હતી.

eછાપું

1 COMMENT

  1. આ ઘટનાના સાક્ષી અને સહભાગી થવાનું સદભાગ્ય પ્રાપ્ત થવાની ખુશી છે મને પણ !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here