પાકિસ્તાનનું અર્થતંત્ર એટલી હદે નબળું પડી ગયું છે કે ભાવવધારા પર પાકિસ્તાની સરકારનો કોઈજ કન્ટ્રોલ નથી રહ્યો, એટલું જ નહીં અહીં હવે નાના નાના મુદ્દે પણ ઇમરાન ખાને કેબિનેટની બેઠક બોલાવવી પડે છે.

ઇસ્લામાબાદ: છેલ્લા 70 વર્ષોથી ભારતની નકલ કરવામાં પણ પાછું પડતું પાકિસ્તાન આજે જ્યારે ભારત પાંચ ટ્રિલિયન ડોલર્સના અર્થતંત્ર બનવાનો નક્કર પ્લાન લઈને આગળ વધી રહ્યું છે ત્યારે તે મામુલી મુદ્દાઓ પર ચર્ચા કરતું જોવા મળે છે.
જો કે આ મુદ્દો પાકિસ્તાનની સામાન્ય અને ગરીબ જનતાને જરૂર અસર કરે છે પરંતુ આ સમસ્યાનું સમાધાન કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ખાસ કેબિનેટની બેઠક બોલાવવી પડે તે અત્યંત હાસ્યાસ્પદ કારણ છે.
આજે સવારે પાકિસ્તાની સરકારના આધિકારિક Twitter હેન્ડલ દ્વારા એક વિડીયો Tweet કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન ઇમરાન ખાન તંદૂરના માટે ગેસના ભાવ અને રોટી અને નાનની કિંમત માટે પોતાની કેબિનેટની એક ખાસ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.
Prime Minister Imran Khan chairing a meeting on gas tariff for tandoors and prices of roti and nan. pic.twitter.com/vzIwZEXW9Z
— Govt of Pakistan (@pid_gov) July 30, 2019
મજાની વાત એ છે કે આ વિડીયો મ્યૂટ રાખવામાં આવ્યો હતો જેને લઈને Twitter પર યુઝર્સે પાકિસ્તાનની સારીએવી મજાક ઉડાવી હતી. કેટલાકના કહેવા અનુસાર પાકિસ્તાને આ વિડીયો એટલે મ્યૂટ કર્યો છે કારણકે તે ભારત તેનાથી સસ્તી નાન અને રોટી તો નથી વહેંચતું એ જાણી જાય!
પાકિસ્તાનમાં હાલમાં મોંઘવારી માઝા મૂકી ગઈ છે તેમજ ફળફળાદિ, શાકભાજી તેમજ માંસની કિંમતો આકાશ આંબી ગઈ છે. પુલવામા હુમલાના પ્રત્યાઘાત રૂપે ભારતે પાકિસ્તાન પર મુકેલા પ્રતિબંધો બાદ તો ટમેટાં પણ પાકિસ્તાનીઓ માટે દોહલાં બની ગયા છે.
પાકિસ્તાની સરકારની કારમી આર્થિક હાલત જોતા થોડા સમય પહેલા અહીંના લશ્કરે પણ પોતાના ખર્ચમાં કપાત મૂકી હતી. એટલું જ નહીં વિવિધ દેશોની આર્થિક હાલત પર રેન્કિંગ આપતી સંસ્થા મૂડીઝે પણ વારંવાર પાકિસ્તાનની આર્થિક હાલત બદથી બદતર થવાની આગાહીઓ કરી છે.
આ જ રીતે હાલમાં પાકિસ્તાનના વિવિધ શહેરોમાં નાનની કિંમત 12 થી 15 પાકિસ્તાની રૂપિયા છે. જ્યારે રોટી 10 થી 12 રૂપિયે વેંચાય છે. નાન અને રોટીના ભાવ વધવા પાછળનું કારણ ગેસનો ભાવ અને ઘઉંના લોટના ભાવમાં થયેલો વધારો જવાબદાર ગણવામાં આવે છે.
આથી વડાપ્રધાન ઇમરાન ખાને આજે ઈસ્લામાબાદમાં કેબિનેટની ઇકોનોમિક કોર્ડીનેશન કમિટીની (ECC) બેઠક બોલાવી હતી જેમાં તંદૂરવાલાઓ માટે ગેસના ભાવમાં તેમજ ઘઉંના લોટના ભાવમાં ખાસ કપાત કરવા માટે તેના પર લાગતો ટેક્સ ઘટાડી શકાય કે કેમ તે અંગે ચર્ચા થઇ હતી.
eછાપું