શ્રાવણ મહિનો: શંકર ભગવાન અને શ્રાવણ માસની કેટલીક દંતકથાઓ

1
724
Photo Courtesy: YouTube

આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે જાણીએ શ્રાવણ મહિનો અને આ મહિનાના આરાધ્ય એવા શંકર ભગવાન સાથે જોડાયેલી કેટલીક જાણી-અજાણી દંતકથાઓ.

Photo Courtesy: YouTube

શ્રાવણ માસને હિન્દુઓનો સહુથી પવિત્ર માસ ગણવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ શ્રાવણ માસ ભગવાન શિવ એટલે કે મહાદેવનો મહિનો માનવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, અભિષેકથી પૂજનની શરૂઆત કરવામાં આવે છે. અભિષેકમાં મહાદેવને પાણી, દૂધ, દહીં, ઘી, ખાંડ, મધ, ગંગાજળ, શેરડીનો રસ વગેરેથી સ્નાન કરવામાં આવે છે. અભિષેક પછી શિવજીને બિલીપત્ર , કાળા તલ,  કમલ, નીલકમલ, અર્ક  વગેરે ચડાવવામાં આવે છે.

હિન્દુ ધર્મગ્રંથો અનુસાર મહાદેવનો અભિષેક કરવા પાછળની એક દંતકથા એ છે કે સમુદ્ર મંથન શ્રાવણ મહિનામાં થયું હતું, જે અસુર અને દેવ દ્વારા કરવામાં આવ્યું હતું. મહાન મંથન દરમિયાન, સમુદ્રમાંથી 14 જુદા જુદા રત્નો નીકળ્યા. જેમાં વિષ, કામધેનું, કલ્પવૃક્ષ, ઐરાવત, ઉચ્છૈશ્રવસ(ઘોડો), કૌસ્તુભ મણી, દેવી લક્ષ્મી, અપ્સરા રંભા, વારુણીદેવી , પારિજાત (ફૂલ), શંખ, ચંદ્રમાં, ધન્વન્તરી દેવ, અમૃત જેવા રત્નો હતા.

આ 14 રત્નોમાંથી 13 રત્નો દેવ અને અસુરોમાં વહેંચાયેલા હતા, જ્યારે 14મું રત્ન એટલે વિષ , ઝેરી હળાહળ, આખા બ્રહ્માંડનો નાશ કરવાની શક્તિ ધરાવતું હતું.

ભગવાન શિવએ હળાહળનું સેવન કર્યું અને તેના ગળામાં સંગ્રહ કર્યો. રત્ન એટલો ઝેરી હતું કે તેણે તેમનું ગળું વાદળી કરી લીધું હતું, અને તેઓ મૂર્છિત થઇ ગયા હતા, અને આથી તેમનું  નામ નીલકંઠ રાખ્યું હતું. દેવોએ પવિત્ર ગંગાથી ભગવાન શિવને ઝેરની અસર ઘટાડવા માટે જળ ચડાવ્યું , આથી જ ભગવાન શિવને ગંગામાંથી જળ ચડાવવાનું  શ્રાવણ મહિનામાં શુભ માનવામાં આવે છે.

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બિલીપત્ર ચડાવવામાં આવે છે. આ સંદર્ભમાં, એક દંતકથા અનુસાર, જ્યારે 89 હજાર ઋષિઓએ પરમ પિતા બ્રહ્માને મહાદેવને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછ્યો ત્યારે બ્રહ્માદેવે કહ્યું કે જેટલું મહાદેવ 100 કમળ અર્પણથી ખુશ થાય  છે, તેટલું જ  એક નીલકમલ અર્પણ કરવાથી ખુશ થાય છે. એટલે 100 કમળ બરાબર એક નીલ કમળ અને  એક હજાર નીલકમળ  બરાબર એક બિલીપત્ર.

બિલીપત્રએ મહાદેવ ને પ્રસન્ન કરવાનું માધ્યમ છે તેની પણ એક દંતકથા છે આ દંતકથા  અનુસાર, એક ભીલ ડાકુ  કુટુંબના ઉત્થાન માટે લોકોને લૂંટી લેતો હતો. શ્રાવણ મહિનામાં એક દિવસ, આ ડાકુ  જંગલમાં મુસાફરોને લૂંટવાના ઈરાદે ગયો. આખો દિવસ-રાત પસાર થયા બાદ આ ડાકુને કોઈ શિકાર ન મળતા હેરાન પરેશાન થઇ ગયો. આ દરમિયાન ડાકુ જે વૃક્ષ પર છુપાય ને બેઠો હતો તે બિલીપત્ર નું વૃક્ષ હતું અને ચિંતા માં અને ચિંતામાં તે પાંદડા તોડી અને નીચે નાખી રહ્યો હતો, અને તેને ખબર ન હતી કે નીચે મહાદેવનું શિવલિંગ છે તેની સામે અચાનક મહાદેવ પ્રગટ થાય છે અને તેને વરદાન માંગવાનું કહે છે. અને ત્યારબાદ આ દંતકથા દ્વારા બિલીપત્ર નો મહિમા પ્રચલિત થયો.

આવી કેટલીય દંતકથાઓ શ્રાવણ માસ સાથે જોડાયેલી છે અને એટલેજ શ્રાવણ મહિનો પવિત્ર મહિનો ગણાય છે.

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here