કડવી ચા: ખેતલા આપા ટી સ્ટોલ પર કોર્ટે 1 લાખનો દંડ ફટકાર્યો

0
454
પ્રતિકાત્મક તસ્વીર Photo Courtesy: justdial.com

રાજકોટના પ્રસિદ્ધ ટી સ્ટોલ ખેતલા આપાની અમદાવાદના SG હાઈવેના થલતેજ વિસ્તારમાં આવેલી દુકાનના માલિકને ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે.

પ્રતિકાત્મક તસ્વીર
Photo Courtesy: justdial.com

અમદાવાદ: રાજકોટની ચા નો સ્વાદ સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ કરનાર ખેતલા આપા ટી સ્ટોલને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે એક મોટો ઝાટકો આપ્યો છે. બે અલગ અલગ પીટીશન પર ચુકાદો આપતા હાઈકોર્ટે ખેતલા આપા ટી સ્ટોલને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદના SG હાઈવે પર આવેલી ખેતલા આપા ટી સ્ટોલના માલિકે ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ અનુસાર AMCએ તેમને TP સ્કિમ કરતા અન્ય સ્થાને જગ્યા આપી હતી અને જગ્યા ફાઈનલ થઇ ગઈ હોવા છતાં હવે મૂળ સ્થાને જ્યાં અત્યારે ખેતલા આપા ટી સ્ટોલ છે તેને ખાલી કરવાની તેણે નોટીસ આપી છે.

ત્યારબાદ ખેતલા આપા ટી સ્ટોલના માલિકે હાઈકોર્ટમાં આ ફરિયાદ સામે પોતાની જગ્યા ખાલી કરવા સ્ટે મેળવ્યો હતો. આ ફરિયાદના જવાબમાં AMCએ ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે ખેતલા આપા ટી સ્ટોલની થલતેજની દુકાનનું સમગ્ર બાંધકામ જ ગેરકાયદેસર છે તેમજ કોર્ટ પાસે સ્ટે ઓર્ડર માંગ્યા બાદ તેણે ફરીથી અહીં ગેરકાયદેસર દબાણ ઉભું કર્યું છે.

ગુજરાત હાઈકોર્ટે ત્યારબાદ ચૂકાદો આપ્યો હતો કે ખેતલા આપા ટી સ્ટોલના માલિકે માત્ર કાયદાનો દુરુપયોગ જ નથી કર્યો પરંતુ આ પ્રકારે પીટીશન કરીને કોર્ટનો સમય પણ બગાડ્યો છે. આમ ગુજરાત હાઈકોર્ટે ખેતલા આપા ટી સ્ટોલ, SG હાઇવે, થલતેજ પર રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here