VIDEO: રામ માધવે પાકિસ્તાની એમ્બેસેડરને 370 અંગે પાંચ વર્ષ પહેલા જ ચેતવ્યા હતા!

0
325
Photo Courtesy: indianexpress.com

જમ્મુ અને કાશ્મીરને ખાસ સગવડ આપતી કલમ 370 અને કલમ 35Aના નાબૂદ થયા બાદ ભારતમાં ભૂતપૂર્વ પાકિસ્તાની એમ્બેસેડર અબ્દુલ બાસિતે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે!

Photo Courtesy: indianexpress.com

અમદાવાદ: પાકિસ્તાનના ભારત ખાતેના ભૂતપૂર્વ એમ્બેસેડર અબ્દુલ બાસિતે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગઈકાલે રાજ્યસભામાં કલમ 370 તેમજ કલમ 35A અંગે ગૃહમંત્રી અમિત શાહે કરેલી જાહેરાત બાદ આ બંને કલમોને નાબૂદ કરવા પર મતદાન થયા બાદ અબ્દુલ બાસિતે એક પાકિસ્તાની ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો હતો.

અબ્દુલ બાસિતના જણાવ્યા અનુસાર 370 હટાવવાનું કાઉન્ટડાઉન તો પાંચ વર્ષ અગાઉ જ થઇ ગયું હતું. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ભાજપ 2014માં સત્તા પર હજી નવો નવો જ આવ્યો હતો ત્યારે તેના જનરલ સેક્રેટરી રામ માધવે તેમને એક મુલાકાતમાં સ્પષ્ટ કહ્યું હતું કે પાકિસ્તાને હવે હુર્રિયતની મદદ લઈને કાશ્મીર મેળવવાનું સ્વપ્ન બંધ કરી દેવું જોઈએ.

અબ્દુલ બાસિતના જણાવ્યા અનુસાર રામ માધવે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે એક દિવસ એવો જરૂર આવશે કે આર્ટિકલ 370 અને આર્ટિકલ 35A દૂર થશે. આથી પાકિસ્તાને હવે કાશ્મીરનો રાગ આલાપવાનો છોડી દઈને દેશના વિકાસ માટે કામ કરવું જોઈએ.

આમ અબ્દુલ બાસિતની વાત પરથી એ સ્પષ્ટ જણાય છે કે આર્ટિકલ 370 હટાવવાનો પાયો તો નરેન્દ્ર મોદીના પહેલીવાર વડાપ્રધાન બનવા સમયે જ નંખાઈ ગયો હતો. પરંતુ, સમય અને સંજોગોને આધીન થઈને તેમણે એ સમયે આ પગલું લેવાનું ઉચિત સમજ્યું ન હતું.

અબ્દુલ બાસિતે આ જ ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હવે નરેન્દ્ર મોદી જઈને એમ કહી શકે છે કે હવે તો કાશ્મીર અમારો આંતરિક ભાગ ટેક્નિકલી પણ બની ગયો છે તો જો તમારે મધ્યસ્થતા કરવી હોય તો પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર ઉપર કરો અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ.

અબ્દુલ બાસિતને ભારતની પણ અમુક ટીવી ચેનલો પર ચાલતી ચર્ચાઓમાં ઘણા વર્ષોથી એક સમજદાર પાકિસ્તાની રાજદ્વારી તરીકે ઓળખવામાં આવે છે. ભલે તેઓ પાકિસ્તાની હોવાને કારણે પોતાનો પક્ષ મજબૂતીથી રાખતા હોય પરંતુ એક રીતે જોવા જઈએ તો એમણે ઉઠાવેલા મુદ્દાઓ સ્પષ્ટ અને સાચા લાગે છે.

આવો જોઈએ અબ્દુલ બાસિતના એ ઇન્ટરવ્યુની એક નાનકડી ક્લિપ!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here