VIDEO: 370 અંગે પાકિસ્તાની મિડિયા ભારતના વિપક્ષોના નિવેદનોને ટાંકી રહ્યું છે

0
295
Photo Courtesy: indiatoday.in

કલમ 370ની નાબૂદી અંગે સંસદના બંને ગૃહોમાં થયેલી ચર્ચા દરમ્યાન સમગ્ર વિપક્ષના નિવેદનો મોટેભાગે દેશની લાગણી વિરુદ્ધના હતા જેનો ફાયદો પાકિસ્તાની મિડિયા ઉઠાવી રહ્યું છે અને પોતાનો એજન્ડા આગળ વધારી રહ્યું છે.

Photo Courtesy: indiatoday.in

અમદાવાદ: છેલ્લા ઘણા વર્ષોથી ભારતનો વિપક્ષ મોદી દ્વેષ અને ભારત દ્વેષ વચ્ચેની ઓળખ કરી શકતો નથી. આમ કરતા કરતા તે એ પ્રકારના નિવેદનો કરવા લાગે છે કે જેનાથી ભારતના દુશ્મનોને ખાસ કરીને પાકિસ્તાનને ફાયદો થતો હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના પ્રથમ તબક્કામાં પણ સર્જીકલ સ્ટ્રાઈક્સ અને એર સ્ટ્રાઈક્સ બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નિવેદનોએ ભારત સરકાર અને ભારતની સેના પર શંકા વ્યક્ત કરી હતી.

આ સમયે પણ પાકિસ્તાને આ નેતાઓના નિવેદનોને ક્વોટ કરીને પોતાનો એજન્ડા આગળ વધાર્યો હતો. તો કુલભુષણ જાધવના મામલામાં ભારતના લિબરલ સામ્યવાદી પત્રકારોએ તો તેને ભારતનો જાસૂસ ગણાવ્યો હતો અને તેમના આર્ટિકલ્સને પાકિસ્તાની વકીલે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ક્વોટ કર્યા હતા.

આજે જ્યારે સમગ્ર ભારત જમ્મુ, કાશ્મીર અને લદાખને ભારતનો આંતરિક હિસ્સો બનાવવા માટે કલમ 370 અને 35 Aની નાબૂદી પર ઉત્સવ મનાવી રહ્યું છે ત્યારે ભારતના વિપક્ષી નેતાઓ ફરીથી પાકિસ્તાનને ફાયદો થાય તેવા નિવેદનો સંસદમાં આપી રહ્યા છે. રાજ્યસભામાં કોંગ્રેસના તેમજ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે જ્યારે સરકાર ઉપરોક્ત બંને કલમોને નાબૂદ કરતું બીલ લઈને આવી તે દિવસને કાળો દિવસ કહી દીધો હતો.

RJD નેતા મનોજ ઝાએ કલમ 370 નાબૂદ થતા હવે કાશ્મીર પણ પેલેસ્ટાઇન બનવા તરફ આગળ વધી ગયું છે તેવું બેજવાબદાર નિવેદન કરતા ચૂક્યા ન હતા. રાજ્યસભામાં જ તમિલ નેતા વાયકોએ કાશ્મીર થોડા સમયમાં કોસોવો બની જશે તેવી ભવિષ્યવાણી કરી બેઠા હતા.

ગઈકાલે જ્યારે આ બીલ લોકસભામાં આવ્યું ત્યારે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ તો આ મામલો ભારતનો આંતરિક નહીં પરંતુ યુએનની દેખરેખ હેઠળ ચાલતું હોવાનું અતિશય બેજવાબદારીયુક્ત નિવેદન કર્યું હતું જેને કોંગ્રેસના સોનિયા ગાંધીને પણ ન ગમ્યું હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું.

અહીં ભલે વિપક્ષના નેતાઓના આવા શરમજનક બયાનોને જનતા ભૂલી જતી હોય છે પરંતુ પાકિસ્તાન તેનો સંપૂર્ણપણે ફાયદો ઉઠાવવાથી ચૂકતું નથી. ગઈકાલે પાકિસ્તાની ચેનલો પર આ જ આગેવાનોના બયાનોની ક્લિપ ફરતી થઇ હતી અને તેના થકી તે એમ કહેવા માંગતું હતું કે જુઓ ભારતમાં પણ કાશ્મીરના મુદ્દે એકમત નથી, અને ભારત પણ કાશ્મીરને પોતાનું અભિન્ન અંગ નથી માનતું.

ભારતના વિપક્ષના નેતાઓએ ફરીથી મોદી અને ભાજપ દ્વેષ અને ભારત દ્વેષ વચ્ચે સમજણ કેળવવાની જરૂર છે, નહીં તો એ દિવસ દૂર નથી જ્યારે ભારતમાંથી સમગ્ર વિપક્ષ જ દૂર થઇ જશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here