રેસિપીઝ: ઓગસ્ટ મહિનામાં આવનારા ત્રણ મુખ્ય તહેવારો માટે ‘ફૂડ ક્રાંતિ’!

0
239
Photo Courtesy: taste.com.au

ઓગસ્ટ મહિનો એટલે સમગ્ર ગુજરાતમાં તહેવારોની ઓફીશીયલ શરૂઆત. આ વખતે ઓગસ્ટ મહિનામાં ત્રણ મહત્ત્વના તહેવારો આવવાના છે તેને ધ્યાનમાં લઈને ત્રણ સાવ નવી રેસિપીઝ ફક્ત તમારા માટેજ!

ગુજરાતમાં ઓગસ્ટ મહિનો એટલે ‘ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટીવ સીઝન’ની શરૂઆત. આ ઉત્સવોની મોસમની શરૂઆત શ્રાવણ મહિનાથી થાય છે અને અંત આવે છે એનો હોળી પર. કહે છે કે જીવનની એકસરખી ઘટમાળથી બચવા અને પોતાને સૌથી વધુ અક્કલ ધરાવતા પ્રાણી તરીકે સાબિત કરવા માનવીએ તેની જિંદગીમાં તહેવારના દિવસો ગોઠવી દીધા.

એમાં પણ ઓગસ્ટ મહિનાનું આવનારું અઠવાડિયું ત્રણ અલગ અલગ ધર્મના તહેવારો લાવી રહ્યું છે. ૧૨મી ઓગસ્ટે બકરી-ઈદ, 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિન ઉપરાંત રક્ષાબંધન અને 17મી ઓગસ્ટે પતેતી. તો ચાલો આ વખતે ફૂડમૂડમાં જોઈએ આ ત્રણેય તહેવારને ઉજવવા માટેની ત્રણ અલગ અલગ રેસીપી.

 

હૈદરાબાદી વેજીટેબલ બિરયાની

Photo Courtesy: YouTube

સામગ્રી

ભાતની તૈયારી કરવા માટે:

1 કપ બાસમતી ચોખા, ¾ કપ પાણીમાં પલાળેલા

ભાતને પકવવા માટે:

1 તજ

2 થી 3 લીલી એલચી

2 લવિંગ

¼ ટીસ્પૂન શાહજીરું

મીઠું જરૂર મુજબ

4 કપ પાણી

બીરીસ્તા માટે:

1 કપ ડુંગળી, પાતળી સ્લાઈસમાં સમારેલી

4 ટેબલસ્પૂન તેલ

વનસ્પતિ મેરિનેશન માટે:

½ કપ સમારેલ ગાજર

½ કપ સમારેલ બટાટા

½ કપ લીલા વટાણા

3 થી 4 લીલા મરચાં, વાટેલા

3 ટેબલસ્પૂન કોથમીર

3 ટેબલસ્પૂન ફૂદીનો

¼ ટીસ્પૂન શાહજીરું

2 લીલી એલચી

2 લવિંગ

1 ઇંચ તજનો ટુકડો

¼ ટીસ્પૂન હળદર

½ ટીસ્પૂન લાલ મરચું પાવડર

½ ટીસ્પૂન ધાણા પાવડર

મીઠું સ્વાદમુજબ

½ ટેબલસ્પૂન લીંબુનો રસ

½ ટેબલસ્પૂન આદુ પેસ્ટ

½ ટેબલસ્પૂન લસણ પેસ્ટ

½ કપ દહીં

હૈદરાબાદી બિરીયાનીનાં લેયરિંગ માટે:

⅓ કપ દૂધ + ¼ ચમચી કેસર

½ ચમચી ગુલાબજળ (ઓપ્શનલ)

2 ટેબલસ્પૂન કોથમીર

2 ટેબલસ્પૂન ફુદીનો

1 થી 2 ટેબલસ્પૂન ઘી

રીત:

ચોખાને ચડાવવા માટે:

  1. ચોખાને પાણીમાં લગભગ 30 મિનીટ માટે પલાળી રાખો.
  2. હવે એક ઊંડી તપેલીમાં 4 કપ પાણી ઉમેરી તેને ગરમ થવા મૂકો.
  3. પાણી ગરમ થાય એટલે તેમાં બધા મસાલા અને મીઠું ઉમેરી પાણીને ઉકળવા દો.
  4. પાણી ઉકળે એટલે તેમાં ચોખા ઉમેરીને તેને ચઢવા દો. ચોખા લગભગ પોણા જેટલા ચઢે એટલે પાણી કાઢી નાંખી પકવેલો ભાત બાજુ પર રહેવા દો. નીતારેલા પાણી માંથી લગભગ ½ કપ જેટલું પાણી રહેવા દો.

બીરીસ્તા તૈયાર કરવા માટે:

  1. એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો.
  2. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળીની સ્લાઈસ ઉમેરો અને ઉપરથી ચપટી મીઠું ભભરાવો.
  3. ધીમા તાપે ડુંગળી કેરેમ્લાઈઝ થાય ત્યાંસુધી સાંતળી લો. ડુંગળી બરાબર સંતાળાય એટલા માટે થોડા થોડા ટાઈમે હલાવતા રહેવું.
  4. ડુંગળી તૈયાર થઇ જાય એટલે એને કાઢી લેવી. એ તેલ પણ સાચવી રાખવું.

શાકભાજીના મેરીનેશન માટે:

  1. એક બાઉલમાં બધા જ શાકભાજી લો. તેમાં દહીં, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, લીલા મરચા અને કોથમીર અને ફુદીનાના પાન ઉમેરો.
  2. મસાલો, અડધો બીરીસ્તો, લીંબુનો રસ અને મીઠું ઉમેરો. બીરીસ્તા માટે વાપરેલું તેલ પણ ઉમેરો.
  3. બધું બરાબર મિક્સ કરી લગભગ અડધા કલાક માટે બાજુ પર મૂકી રાખો.

બીરીયાનીના લેયરીંગ માટે:

  1. એક હેવી બોટમ પેનમાં વેજીટેબલનું મિશ્રણ મૂકો.
  2. એની ઉપર પકવેલા ચોખાનું લેયર કરો.
  3. એની ઉપર કોથમીર, ફુદીનાના પાન અને અડધો બીરીસ્તાનું લેયર કરો.
  4. એની ઉપર કેસર ઘોળેલું દૂધ ઉમેરો.
  5. એની ઉપર ઘી અને ગુલાબજળ ઉમેરો.
  6. પેનને એલ્યુમીનીયમ ફોઈલથી કવર કરીને ગરમ તવા પર મૂકો.
  7. પેનને એકદમ ફીટ ઢાંકણાથી ઢાંકીને ધીમા તાપે 30 થી 40 મિનીટ માટે પકવો.
  8. પછી 5 થી 7 મિનીટ જેવો સમય જવા દઈ બીરીયાનીને રાઈતા કે દહીં અને કચુંબર સાથે સર્વ કરો.

ડ્રાયફ્રુટ ફજ

Photo Courtesy: taste.com.au

સામગ્રી:

  • 125 ગ્રામ ઘી
  • 375 ગ્રામ ખાંડ
  • 500 મિલી દૂધ
  • 150 ગ્રામમિક્સ્ડ ડ્રાયફ્રુટ

રીત:

એક હેવી બોટમ પેનમાં ઘી, ખાંડ અને દૂધને ભેગા કરો.

  1. આ મિશ્રણને ધીમા તાપે એકદમ ઘટ્ટ થાય ત્યાંસુધી હલાવતા રહો, દૂધ નીચેથી બળે નહિ તેનું ધ્યાન રાખવું.
  2. મિશ્રણ ઘટ્ટ થઇ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી તેમાં ડ્રાયફ્રુટ ઉમેરો.
  3. આ મિશ્રણને એક ગ્રીઝ કરેલી થાળીમાં ફેલાવી ઠંડુ પાડવા દો.
  4. મિશ્રણ ઠંડુ પડે એટલે તેના ટુકડા કરી પીરસો.

દૂધના પફ્ફ:

Photo Courtesy: ParsiCuisine.com

સામગ્રી:

2 લિટર ફુલ ક્રીમ દૂધ
250 ગ્રામ ખાંડ
સ્વાદ મુજબ ગુલાબજળ
સ્વાદ મુજબ છીણેલું જાયફળ

નોંધ: આ વાનગી સામાન્ય રીતે સાંજના સમયે જ બનાવવી

રીત:

  1. એક પેનમાં દૂધ અને ખાંડ મિક્સ કરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ધીમા તાપે રાંધો.
  2. દૂધમાં ત્રણ થી ચાર વખત ઉભરો આવવા દો. ત્યારબાદ દૂધને ઠંડુ થવા દો.
  3. દૂધને આખી રાત ફ્રીજમાં રહેવા દો.
  4. બીજા દિવસે, દૂધમાં તેના ઉપર જામેલી મલાઈ અને ગુલાબજળ નાખી મિક્સ કરી દો.
  5. અડધા દૂધને એક ઠંડા બાઉલમાં કાઢો ફીણ ઉપર આપે ત્યાં સુધી ચર્ન કરો.
  6. આ ફીણને બાઉલ પરથી કાઢી ઠંડા ગ્લાસમાં ભરતા જાઓ. આખો ગ્લાસ ફીણથી ભરી દો.
  7. ઉપરથી જાયફળ પાવડર નાખી, તરત જ પીરસો.

નોંધ: દૂધના પફને તરત જ પીરસવું, કેમકે જો લાંબો સમય પહેલા બનાવીને રાખશો તો ફીણ બેસી જશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here