રૂક જાવ: પ્રનોય રોય અને તેમના પત્નીને ભારત છોડતા રોકવામાં આવ્યા

0
129
Photo Courtesy: odishatv.in

SEBI દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના બે કેસોમાં ફસાયેલા નેશનલ ન્યૂઝ ચેનલ NDTVના બે સ્થાપકો પ્રનોય રોય અને તેમના પત્ની રાધિકા રોયને ગઈકાલે ભારત છોડતા રોકવામાં આવ્યા હતા.

Photo Courtesy: odishatv.in

નવી દિલ્હી: ન્યૂ દિલ્લી ટેલિવિઝનના સ્થાપક પ્રનોય રોય અને તેમના પત્ની રાધિકા રોયને ગઈકાલે રાત્રે દેશ છોડતા રોકવામાં આવ્યા છે તેમ તેમની ચેનલ NDTV એ દાવો કર્યો છે. પ્રનોય રોય અને રાધિકા રોય પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે પરંતુ ચેનલે પોતાના સ્ટેટમેન્ટમાં એવો દાવો કર્યો છે કે તેમની ધરપકડ એ પ્રેસની આઝાદી પર આક્રમણ રૂપ છે.

ચેનલે એવો પણ દાવો કર્યો છે કે આ એકદમ ખોટો કેસ છે અને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ CBIએ  રોય અને તેમના પત્નીને ખોટી રીતે તેમાં સંડોવ્યા છે એમ છતાં તેમને દેશની બહાર જતા રોકવામાં આવ્યા છે. ઉપરાંત રોય અને તેમના પત્ની CBIને પૂરેપૂરો સહકાર આપી રહ્યા હતા તેવો દાવો પણ ચેનલે કર્યો હતો.

એનડીટીવી ના દાવા અનુસાર આ સરકારની મીડિયાને ધમકી છે કે તમે અમે કહીએ તેમ કરો નહીં તો પછી…

હાલમાં જ સેબીના બે ઓર્ડર્સને સિક્યોરિટી એપેલેટ ટ્રિબ્યુનલએ (SAT) માન્ય રાખ્યા હતા જેમાં NDTV પર બે કરોડ અને કંપનીના ડિરેક્ટરો પ્રનોય રોય, રાધિકા રોય અને વિક્રમાદિત્ય ચંદ્રા પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને આ નિર્ણય વિરુદ્ધ રોય અને NDTVએ SATમાં અપીલ કરી હતી.

SEBIએ NDTV પર આ દંડ એટલા માટે કર્યો હતો કારણકે તેણે પોતાને ઇન્કમટેક્સ વિભાગ તરફથી રૂપિયા 450 કરોડની ટેકસ ડિમાન્ડ આવી છે એ માહિતીની જાણકારી તેને મોડી કરી હતી. 2018માં SEBIએ વધારાના દસ લાખની પેનલ્ટી NDTV અને ત્રણ-ત્રણ લાખની પેનલ્ટી તેના ત્રણેય ડિરેક્ટરસ પર લગાવી હતી અને તે ઉપરાંત કંપનીના કમ્પ્લાયન્સ ઓફિસર અનુપસિંહ જુનેજા પર પણ ત્રણ લાખની પેનલ્ટી લગાવવામાં આવી હતી.  જુનેજા પર બે લાખની પેનલ્ટી નિયમોના ભંગ માટે અને એક લાખ તેને ન કરેલા ડિસ્ક્લોઝરના ભાગ માટે કરી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here